techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Monday 6 May 2013

એન્ડ્રોઈડ સુપર યુઝર એકદમ આસાન છે




ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
એન્ડ્રોઈડ ફોનમાં છુપાયેલા સુપર યૂઝર એપ્પનો ઉપયોગ તો દરેકને કરવો છે, પણ બહુ ઓછા લોકોને તેના વિષેની ખરી જાણકારી હોય છે. જાણો તેની ખાસ વાતો
માર્કેટમાં દરરોજ નવા નવા ફોન આવે છે. જેમાં ઘણા બધા ફોન એવા હોય છે કે સામાન્ય વ્યક્તિ માટે ઉપયોગ કરવામાં થોડા મુશ્કેલ પડે છે અને તરત તેનો ઉપયોગ સરળ હોતો નથી. અહીંયાં નવા ફોન અને એપ્સની સરળ માહિતી આપવામાં આવી છે. જે તમને સ્માર્ટ ફોન યુઝ કરવામાં મદદરૂ બનશે.
ઘણા લોકોને નવા ફોનમાંથી બધા કોન્ટેક્ટ નંબર ડિલીટ થઈ ગયા હોય ત્યારે ખૂબ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. તરત જ બધા નંબર મેળવી શકાય એવું ન શક્ય નથી હતું. આનો ઉપાય સામાન્ય એન્ડ્રોઇડ ફોનના ઉપયોગકર્તા પાસે શું હોઈ શકે? તો આનો જવાબ છે સુપર યુઝર એપ્લિકેશન ફોર એપ.
કમ્પ્યુટર સિસ્ટમમાં Operating system આવતાં Administratorની જેમ આ એપ એન્ડ્રોઇડ ફોનમાં ફેરફારની છૂટ આપે છે જેની મદદથી આપણે મોટાભાગની એપનો ઉપયોગ કરી શકીએ છીએ. આ એપ ફોનમાં ઇન્ટ્રોલ કર્યા પછી તમે જુદી જુદી એપ જેવી કેSuper backup, backup contacts, titanium backup & root etcનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. આ એપની મદદથી ફોનમાં રહેલા નંબર તેમજ એસએમએસ પણ સંભાળીને મેમરી કાર્ડમાં મૂકી શકાય છે ને જરૂર પડયે તમે તેને ફરીથી ફોનમાં એડ કરી શકો છો.
રૂટિંગ એટલે શું? આ એપને કઈ રીતે ઉપયોગમાં લેશો?
આ એપ તમારા ફોનમાં કંપની દ્વારા આવેલી એન્ડ્રોઇડ સિસ્ટમમાં ફેરફાર કરવાની સત્તા આપે છે. તમે ફોનની અંદર રૂટિંગની એપ્લિકેશન નાખીને તેમાં સુપર યુઝર એપનો ઉપયોગ કરી શકો છો. એટલે કે સુપર યુઝર એપ નાખતા પહેલાં રૂટિંગ જરૂરી છે. આનો ફાયદો એ કે તમે બધી જ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. ફરક બસ એટલો છે કે અમુક જ એપ્લિકેશન એવી હોય છે કે જે કદાચ તમારા ફોનના હાર્ડવેરને સપોર્ટ ન કરતી હોય. બાકી મોટાભાગની કંપનીઓ આજકાલ આ એપને સપોર્ટ કરતી હોય એવી જ સિસ્ટમ આપે છે, કેમ કે, જે લોકોને આનો ઉપયોગ ન આવડતો હોય તે લોકો અજાણતા જ ફોનને નુકસાન કરે છે તેથી સ્માર્ટ ફોન બનાવતી કંપનીઓ આવી સિસ્ટમ આપે છે, પણ તેનો ઉપયોગ કરવાનું બાધિત રાખે છે. બધી જ કંપનીમાં નિયમ મુજબ વોરંટીના સમય દરમિયાન રૂટ કરવાથી ફોનની વોરંટી રહેતી નથી. જોકે, આ એપનો ઉપયોગ કરતા પહેલા થોડી સાવચેતી રાખવી હિતાવહ છે. જેમ કે, બધાં જ ઓપ્શનમાં હા કે ના ક્લિક કરતા પહેલા થોડું જાતમહેનતે ઇન્ટરનેટ પર એ વિશે જાણી લેવાથી જોખમ ટળી જાય છે. 
smithsolace@hotmail.com
Newer Post
Previous
This is the last post.

0 comments:

Post a Comment

Get Paid