techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Friday 5 September 2014

સિક્રેટ મેસેજિંગ એપ.

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
દરેક વ્યક્તિના જીવનમાં કોઈક ને કોઈક રહસ્ય કે અમુક અજાણી અજુગતી વાતો હોય છે. આવી વાતો કોઈ બીજાને જાહેર કરતા નથી. આ સામાન્ય લાગતી બાબત કોઈક ટેવ હોય કે કેટલીક વાર મોટો ભેદ હોય છે. મિત્રો કે સ્વજનોને જાહેરમાં કહી ન શકાય તેવી બાબતો કે રહસ્યને સિક્રેટ તરીકે શેર કરતી એપ એટલે Secret App.

કેટલીક વાર લોકો જે બાબત સામસામે બેસીને ન કરી શકે તે ફોન પર કોલ દ્વારા કરતા હોય છે, પણ સિક્રેટ એપ લોકોને વિવિધ રીતે પોતાની સિક્રેટ અભિવ્યક્તિ અન્ય આગળ પ્રસ્તુત કરી આપવામાં મદદ કરે છે. આ એપ આઇફોન ઓએસ અને એન્ડ્રોઇડ સિસ્ટમ ધરાવતી ફોન સિસ્ટમને સપોર્ટ કરે છે. આ એપ PostSecret અને Whisper એપથી જુદી પડે છે, કેમ કે સિક્રેટ એપ પોતાની સિક્રેટ વાતોને ફક્ત પોતાના મિત્રવર્તુળ સુધી જ સીમિત કરે છે. આ એપ વિદેશમાં એક વ્યસન જેવી બનવા લાગી છે. આ એપનું નિર્માણ David Byttow, Chrys Bader-Wechselerએ કર્યું છે. ૬ મહિના પહેલાં લોન્ચ કરવામાં આવેલી આ એપ અત્યંત લોકપ્રિય થઈ રહી છે.
આ એપ ૨૮ July, ૨૦૧૪ના રોજ અપડેટ કરવામાં આવી છે. ૫૫,૬૨૫ લોકોએ આ એપને ઘણાં ઓછા સમયમાં ૩.૭ જેવું રેટિંગ આપ્યું છે. +૭૫૮૩ લોકોએ આ એપને ગૂગલ પ્લસ પર લાઇક કરી છે. આ એપનું એન્ડ્રોઇડ વર્ઝન ૬.૦ છે. આ એપ ૪.૧થી ઉપરના એન્ડ્રોઇડને સપોર્ટ કરે છે. આ એપ ૭.૦ એમ.બી. સાઇઝની જગ્યા રોકે છે. આ એપની Twitter http://twitter.com/secretly છે.
ઉપયોગ માટે આ એપ એનોનીમસ એટલે કે અદૃશ્ય રહીને પોસ્ટ કરવાનું ઓપ્શન આપે છે. રમૂજ સાથે ઘણી અણધારી અપડેટ આપે છે. આ એપ દ્વારા મનોરંજન સાથે માનસિક અભિવ્યક્તિ જોડાયેલી છે. ઉપયોગકર્તા જાતે મેસેજ કરેલી પોસ્ટને બીજા મિત્રો વાંચી શકે તે જ રીતે અદૃશ્ય રહીને બીજા મિત્રોના પોસ્ટ કરેલા મેસેજ પણ વાંચી શકાતા હોય છે.

0 comments:

Post a Comment

Get Paid