techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Sunday 8 December 2013

એન્ડ્રોઇડ/આઈફોનમાં BBM એપ્લિકેશન

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
શુંતમે બ્લેકબેરી મેસેન્જરનો ઉપયોગ કરો છો? આ પ્રશ્ન વાંચીને ઘણાં લોકોને મૂંઝવણ થશે, કેમ કે બ્લેકબેરી ફોન સિવાય અન્ય ફોનમાં બ્લેકબેરી મેસેન્જર ચાલતું નથી. પણ ૨૧ ઓક્ટોબર ૨૦૧૩થી બ્લેકબેરી મેસેન્જર આઈફોન અને એન્ડ્રોઇડ માટે ઓનલાઇન મફત મૂકવામાં આવ્યું છે. હાલ ચારેતરફ બીબીએમ પીનની અફરાતફરી મચી છે ત્યારે આવો તેની વિગતો જાણીએ.


બ્લેકબેરી મેસેન્જર એપ કઈ રીતે મેળવી શકાય?
બ્લેકબેરીની વેબસાઇટ પર જઈને આ એપ મેળવી શકાય. http.//global.blackberry.com આ બ્લેકબેરીની વેબસાઇટ પર જઈને BBM એપ્લિકેશન શોધી શકો. તેમજ ગૂગલ પ્લે પર આવેલી આ લિંક પર https.//play.google.com/store/apps/details?id=com.bbm બ્લેકબેરી એપ્લિકેશન શેર કરેલી છે. નેટ અથવા જીપીઆરએસ ટેક્નોલોજી ઓન હોય ત્યારે ફોન કે ટેબમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકાય છે. આ એપ બ્લેકબેરી ફોન સિવાય આઈફોન અને એન્ડ્રોઇડને પણ સપોર્ટ કરે છે. પણ એન્ડ્રોઇડ ફોનની સિસ્ટમ વર્ઝન 4.0 and up હોવું જરૂરી છે.
કેવી રીતે કામ કરે છે BBM ?
આ એપ્લિકેશનને ફોનમાં ઇન્સ્ટોલ કર્યા બાદ આ એપ હંમેશાં ઓન જ રહેતી હોય છે. આ એપમાં ઉપયોગકર્તાના ફોન નંબર કે ઈ-મેલ આઈડીની જગ્યાએ બ્લેકબેરી પીન નંબર આપવામાં આવે છે. અન્ય મિત્રોને બ્લેકબેરી મેસેન્જરની પીન આપીને એપ ઉપયોગમાં લઈ શકાય છે. આ એપનો ઉપયોગ કરવા માટે ફોનમાં ઇન્ટરનેટ કે જીપીઆરએસ હોવું જરૂરી છે.
BBM ની વિવિધ ઉપયોગિતા
ફોનમાં ચેટિંગથી લઈને અન્ય ઘણાં ઉપયોગી કાર્ય પણ આ એપ દ્વારા કરી શકાય છે. આ એપ હંમેશાં ફોનમાં ઓન જ રહેતી હોય છે. આમ આ એપ ઇન્સ્ટોલ કર્યા બાદ વારે ઘડીએ એપ ઓન-ઓફ કે ઈ-મેલની જેમ સેન્ડ કે રિસીવ કરવાની જરૂર પડતી નથી. ફોનમાંથી મેસેજ મોકલાયા પછી પણ આ એપ્લિકેશન મેસેજ રિસીવ કરનારી વ્યક્તિએ મેસેજ વાંચ્યો કે નહીં તે જણાવે છે. મેસેજ કે ચેટિંગ દરમિયાન મોકલવા માટે ઓપ્શનમાં ફોટો, ફાઇલ, ડોક્યુમેન્ટ, વોઇસ નોટ્સ અને બીજી ઘણી ફાઇલ અટેચમેન્ટ્સ મોકલી શકાય છે. જ્યારે સામેની બાજુથી કે ચેટિંગ દરમિયાન સામેની વ્યક્તિ મેસેજ ટાઇપ કરી રહી હોય તે પણ આ એપમાં જોઈ શકાય છે. વિવિધ પ્રકારનાં સ્માઇલી ચિત્રો કે સિમ્બોલ સાથે આ એપ અત્યંત ઉપયોગી છે. તેમજ આ એપ્લિકેશનમાં ઉપયોગકર્તાની પ્રાઇવસી પણ સલામત રહે છે. આ એપ દ્વારા ઉપયોગકર્તાને ઓપ્શન વિવિધ આપવામાં આવે છે. બીબીએમ પીનને શેર કરવા માટે કોઈ કડક નિયમો નથી. જરૂર પ્રમાણે જેને બ્લેકબેરી પીન આપવી હોય તેને આપી શકાય છે. આજ રીતે બીબીએમ પર મેસેન્જર ગ્રૂપ પણ બનાવી શકાય છે. એક કરતાં વધારે વ્યક્તિ સાથે એક સમયે ચેટિંગ કરવા માટે આ એપ્લિકેશન ઉપયોગી છે. ફોનમાં એનિમેડેટ GIFફોટો શેર કરવા માટે પણ આ એપ ઉપયોગી સાબિત થાય છે. આ એપની મદદથી એકથી વધારે વ્યક્તિઓને મેસેજ બ્રોડકાસ્ટ કરી શકાય છે. મોટો ફાયદો એ છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ મફત ઉપલબ્ધ છે. આ એપનો ઉપયોગ કરવા માટે પણ અલગથી પૈસા ચૂકવવા પડતા નથી.
smithsolace@hotmail.com
 

0 comments:

Post a Comment

Get Paid