techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 29 October 2014

CloudCube એક કરતાં વધારે ક્લાઉડ સ્ટોરેજ માટેની ફ્રી એક્સેસ એપ

હવેના સમયમાં સેલફોન ઇન્ટરનલ એસ ડી મેમરી કાર્ડ વગર આવે છે. કેટલાક ફોનમાં ઓફર આપવામાં આવતી હોય છે કે, ૧૦ જીબી કે ૫૦ જીબી સ્ટોરેજ ફ્રી. હવે આ રીતે જ ક્લાઉડ સ્ટોરેજ ધરાવતા ફોનનો વ્યાપ વધ્યો છે. જોકે એવું જરૂરી નથી કે ફોન ફક્ત ઇન્ટરનલ મેમરી સાથે આવતો હોય તો જ તેમાં ક્લાઉડ સ્ટોરેજ હોય. હવેની લેટેસ્ટ ક્લાઉડ સ્ટોરેજ આપતી મોબાઇલ એપમાં એકસામટી બધી ક્લાઉડ સ્ટોરેજ ઉપયોગમાં લઈ શકાય તેવી સવલત આપવામાં આવી છે. આ સવલત માટે ફક્ત એક એપ ડાઉનલોડ કરવાની રહે છે.

CloudCude એપ એક કરતાં વધારે ક્લાઉડ ર્સિવસને સપોર્ટ કરતી પ્રોડક્ટિવ એપ છે. આ એપ દ્વારા ફોનના ડેટાને સિંક કરીને ઓનલાઈન ક્લાઉડ પર ચોક્કસ સ્ટોરેજમાં મૂકી શકાય છે. આ સ્ટોરેજ પણ જુદા જુદા પ્રકારનાં હોય છે. જેમાં CloudCube એ Ubuntu One, Cubby, Mediencenterની સિસ્ટમ પર ચાલે છે. ગ્રૂપમાં એક કરતાં વધારે પેનલ સેટિંગ ધરાવતી ક્લાઉડ સ્ટોરેજ સેવા ઉપયોગી છે. ક્લાઉડ સામાન્ય રીતે એક સ્ટોરેજ ર્સિવસ છે કે ઇન્ટરનેટ ધરાવતા ફોન, કમ્પ્યૂટર અને ડિવાઇસમાં સહેલાઈથી ફાઇલો અને માહિતીની ટ્રાન્સફર શક્ય બનાવે છે. આ ડિવાઇસના ડેટાની કોપી બેન્કના લોકરમાં મુકાતા સામાનની જેમ સંભાળીને મૂકી શકાય છે તેમજ એટીએમ મશીનની જેમ ઇન્ટરનેટ કનેક્ટ થાય તેવી સ્ટોરેજ ડિવાઇસ કે ફોન પર ડાઉનલોડ કરી શકાય છે. આ એપ Google Drive, Dropbox, Box, SkyDrive, Yandex. Disk, Copy, SugarSync, 4shared, Ubuntu One, Cubby, Mediencenter સ્ટોરેજને સપોર્ટ કરે છે.
ઉપયોગ
આ એપને ડાઉનલોડ કરવા લીંક આ મુજબ છે.
https://google.com/store/apps/details?id=com.srcapps.
cloudcube આ સિવાય ગૂગલ માર્કેટ પરથી એપને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય છે. ત્યારબાદ એપને એક્સેસ કરવા દરેક ક્લાઉડ ર્સિવસ પર રજિસ્ટર કરેલો મેઇલ આઇડી એન્ટર કરવો જરૂરી છે. આ સિવાય અમુક ચોક્કસ રીતે બધી ક્લાઉડ ર્સિવસ ઉપયોગમાં ના લેવી હોય ત્યારે ફક્ત જરૂરની ર્સિવસ માટે જ આઇડી પાસવર્ડ આપવા જરૂરી છે. એક વાર ક્લાઉડ ર્સિવસ કનેક્ટ થયા પછી મેમરીકાર્ડમાંથી માહિતીને સીધી જ ક્લાઉડ પર કોપીપેસ્ટ કરી શકાતી હોય છે. 
smithsolace@hotmail.com
 
Next
This is the most recent post.
Older Post

0 comments:

Post a Comment

Get Paid