techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 29 October 2014

ઈ-મેલ્સને નિયંત્રિત કરી આપતી એપ

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
આજે લેખિત પત્રવ્યવહાર નવી ટેક્નોલોજી પ્રમાણે હાથવગો થઈ ગયો છે. નવા ટેક્નોયુગ પ્રમાણે ઈ-મેલ કરવાની માગને લીધે જુદી જુદી ઈ-મેલ મોબાઇલ ફોન એપ બજારમાં આવેલી છે. હાલના સમયમાં જી-મેઇલ સાથે માઇક્રોસોફ્ટના ૨૦૦૭, ૨૦૧૦, ૨૦૧૩ એક્સચેન્જ સિસ્ટમને સપોર્ટ કરતી એપ લોકપ્રિય થઈ રહી છે. 

આ એપનું નામ છે. 'Boomerang' આ એપના ડેવલપર મુજબ આ સૌથી પાવરફુલ અને ઝડપી મેઇલ એપ છે. Boomerang એપ એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરતી પ્રોડક્ટિવ એપ છે. આ એપ જીમેઇલ અને માઇક્રોસોફ્ટ ઉપરાંત અન્ય એપના ફંક્શનને પણ ફોનમાં ઉમેરી આપે છે. આ માટે જ એપની અપડેટ નવા ફંક્શન સાથે ૬ ઓગસ્ટ,૨૦૧૪ દરમિયાન કરવામાં આવી છે. આ એપ ૧૯ એમબી જેટલી ફોન કે મેમરી સ્પેસ ઇન્સ્ટોલ (ઇન્સ્ટોલેશન ડ્રાઇવ પ્રમાણે) કર્યા પછી રોકે છે. આ એપ સુંદર થીમ, સ્કીન સાથે આવે છે જેથી યુઝર ઇન્ટરફેસ હંમેશાં નવું કંઈક મળ્યાનો આનંદ આપે છે. બુમરેંગ એપનું કરન્ટ વર્ઝન ૦.૮.૩૮ છે. આ એપ ૨.૨થી ઉપરની એન્ડ્રોઇડ સિસ્ટમને સપોર્ટ કરે છે. ૪.૨ સ્ટાર રેટિંગ સાથે આ એપ ડેવલપરે ૨૬૫૪ ઉપયોગકર્તાઓનું દિલ જીતી લીધું છે. +૪૩૬૦ લોકો આ એપને ગૂગલ પ્લસ પર લાઇક કરે છે. આ એપ જુદી જુદી German, Spanish, French, Japanese, Korean અને Portuguese ભાષામાં ઉપયોગમાં લઈ શકાય છે.
આ એપનો ઉપયોગ પુશ નોટિફિકેશન, એકાઉન્ટ સ્પેસિફિક થીમ, ટેબલેટ ડિવાઇસ ઓપ્ટેમાઇઝેશન સાથે કરી શકાય છે. સવારમાં વાગતા એલાર્મની માફક સ્નુઝિંગ મેઇલ પણ મોકલી શકાય. બર્થ ડે કે જરૂરી ઓફિસ મિટિંગ ભૂલી ન જવાય તે માટે ટાઇમ સેટ કરીને અચૂક ઇલેક્ટ્રોનિક મેઇલ (ઈ-મેલ)ને મોકલી શકાય છે.
ડાઉનલોડ અને ઉપયોગ
આ એપને https://play.google.com પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપનો ઉપયોગ જી-મેઇલનો ઉપયોગ કરતા હોય તેટલો સહેલો છે. ઓપ્શનમાં જઈને ફક્ત જી-મેઇલનાં આઇડી પાસવર્ડ ઉમેરીને ટાઇમ પ્રમાણે મેઇલ સેટ કરવાના રહે છે. ફક્ત ઇનબોક્સ અને સિગ્નેચર (છેલ્લે આવતી ઉપયોગકર્તાની પૂરક માહિતી) સેટિંગ મહત્ત્વના હોવાથી સાવચેતી રાખવી પડે છે. આ એપનો ઉપયોગ કરવા જી.પી.આર.એસ. ઓન હોવું જરૂરી છે. આ એપમાં ઓફલાઇન સપોર્ટ પણ છે. વધારે માહિતી માટે એપની સાઈટ http://boomerangandroid.uservoice.com/ જોઈ લેવી. 

0 comments:

Post a Comment

Get Paid