techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Tuesday 15 October 2013

PicsArt Photo Studio : કલાકારોની અભિવ્યક્તિ


ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
ફોટો દરેક વ્યક્તિની અમુક યાદો સાથે સંકળાયેલો હોય છે. વિવિધ ઉત્સવો અને સમય મુજબ દરેક વ્યક્તિ ફોટો પડાવે છે. સોશિયલ મીડિયા તરફ નજર કરો તો પોતાના ફોટો ઓનલાઇન પોસ્ટ કરવાનો એક ટ્રેન્ડ શરૂ થયેલો છે. એક અભ્યાસ મુજબ અંદાજિત દરેક ૧૦૦એ ૬૦થી ૭૦% લોકો ઓનલાઇન પોતાના જુદા જુદા ફોટા પોસ્ટ કરે છે. હવે આ બધામાંથી ઘણા લોકોને ફોટો બસ જેવો હોય તેવો જ મૂકી દેવાની ટેવ પડી છે. દરેક વ્યક્તિ દ્વારા ઓનલાઇન મૂકવામાં આવતા વિવિધ ફોટો સોશિયલ મીડિયામાં જે તે વ્યક્તિની આગવી છાપ ઊભી કરે છે. વિચારો કે આજ ફોટોને કોઈક પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે ઇફેક્ટસ સાથે મૂક્યો હોય તો ફોટાની સુંદરતામાં વધારો થવાને લીધે તે આકર્ષક લાગે. મોટાભાગે દરેક વ્યક્તિ પાસે સમયનો અભાવ હોય છે. તેમજ કમ્પ્યુટર પર ફોટો એડિટિંગ કરવા માટે એ પ્રમાણેનું ટેક્નિકલ જ્ઞાન પણ જોઈએ. દરેક વ્યક્તિ સમય કાઢીને ફોટો એડિટિંગ કે ડિઝાઇનિંગને આસાન અને હાથવગી બનાવે તો કેવું? બસ હવેના સમયમાં આધુનિક ફોટો એડિટિંગ એપ્લિકેશન આવી છે જે ફક્ત ફોટોને વિવિધ ઇફેક્ટ જ નથી આપતી, પણ ફોટોને વિવિધ બ્રશ લઈને રીતસર ફોટોશોપની જેમ જ સુધારી કે બદલી શકાય છે. આ એપ્લિકેશનને ટચ સ્ક્રીન ફોનમાં કે ટેબમાં ઇન્સ્ટોલ કરીને તેનો સદુપયોગ કરી શકાય છે. તો આવો આ PicsArt Photo Studio ફોન એપ્લિકેશનની વિશિષ્ટતા વિષે જાણીએ.
કઈ રીતે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો?
ફોન પર જીપીઆરએસ ઓન કરીને ત્યારબાદ Google Play પર સર્ચમાં જઈને પિક્સ ફોટો સ્ટુડિયો ટાઇપ કરવાથી સહેલાઈથી આ એપ્લિકેશન મેળવી શકાય છે. આ સિવાય એપ્લિકેશનની વેબસાઇટ http://www.picsart.com પર જઈને એપ ડાઉનલોડ વિષે માહિતી મેળવી શકાય છે. આ એપ ટચ સ્ક્રીન એન્ડ્રોઇડ ફોન અને ટેબને સપોર્ટ કરે છે.
એપ્લિકેશનની વિવિધ ઉપયોગિતા
આ એપ્લિકેશન દરેક સામાન્ય વ્યક્તિને ઉત્કૃષ્ટ કલાકાર બનવાનો ચાન્સ આપે છે. આ એપ્લિકેશન હાલ સૌથી પ્રખ્યાત એપ્લિકેશનમાં ગણાય છે. ઈન્ટરનેટ પર ૭૦,૦૦૦,૦૦૦ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપ્લિકેશન પોતાની ફોટો એપ દ્વારા વિવિધ સોશિયલ નેટવર્ક પર છવાયેલી છે જેને પોતાની આગવી ફોટો ગેલેરી છે. PicsArt એ મફત ફોટો એડિટર, ફોટો ગ્રીડ અને ફોટો કોલાજ મેકર, ડ્રોઇંગ ટૂલ અને પિક્ચર આર્ટિસ્ટ નેટવર્ક છે. આ બધી જાતના ફોટો એડિટરનું ઓલ ઇન વન કલેક્શન છે. આ એપ્લિકેશનની મદદથી ફોટોનું ફ્રી-ફોર્મ એડિટિંગ કરી શકાય છે. ફોટોને ફ્રેમ મુજબ કે માસ્ક કરીને, બોર્ડર આપીને કે સ્ટિકર, ટેક્સ્ટ ઇફેક્ટ દ્વારા ક્લિપ ગ્રાફિક્સ, ઓવરલે કે કોલ આઉટ, ક્રોપ, કલર એડજસ્ટ વગેરે જેવી અનેક ઇફેક્ટ કે સ્ટાઇલ આપી શકાય છે. ફોટોને બાળકોના કાર્ટૂન જેવો બનાવવો હોય કે પછી સ્કેચ, ઓરટોન, લોમો, વિન્ટેજ, ક્રોસ પાસ, એચડીઆર, ફેટલ, પેન્સિલ, હોલ્ગારટ, મિરર, ફેસ ફિક્સ, વોટર કલર, પેપર ઇફેક્ટ, જૂના પેપરની ઇફેક્ટ કે રેડ આઈ જેવી વિવિધ ઇફેક્ટને બ્રશ દ્વારા અમલમાં મૂકી શકાય છે. આ બધામાં ઉપયોગકર્તાએ નક્કી કરવાનું હોય છે કે કઈ ઇફેક્ટ કેટલા પ્રમાણમાં અમલમાં મૂકવાની છે. જુદા જુદા ઇફેક્ટ મોડને ફેરવીને પણ ઉપયોગમાં લઈ
શકાય છે.
PicsArt માં આવેલું ફોટોકેમેરા ફંક્શન સામાન્ય ફોનના કેમેરા દ્વારા લેવાતા ફોટોને પણ સુધારી આપે છે. તેમજ ફોટો લેતી વખતે અથવા ત્યારબાદ જુદાં જુદાં ફંક્શન ફોટોગ્રાફરને મદદ કરે છે. આ એપ્લિકેશન એડિટ કરેલા ફોટોને સોશિયલ સાઇટ પર શેર કરવાની ફેસિલિટી પણ આપે છે.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid