techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Saturday 19 July 2014

CapsuleCam મેરેજ અને ઇવેન્ટ્સની ઓનલાઇન આલબમ એપ

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
કેટલાક પ્રસંગો જીવનમાં અત્યંત લાગણીસભર હોય છે. તેમનંુ જીવનમાં આગવું મહત્ત્વ હોય છે. આ પ્રસંગો કોઈ પણ હોઈ શકે,લગ્ન, સગાઈ, પાર્ટી, કોલેજની ફ્રેશર્સ પાર્ટી, ફેમિલી સાથે બહાર ફરવા જવું વગેરે. કેટલીક વાર વ્યક્તિ પોતાના જૂના ફોટો જોઈને ભૂતકાળના સુખદ પ્રસંગોનો કેદી જ થઈ જતો હોય છે. આવી રીતે કોઈ ચોક્કસ પ્રસંગે વિવિધ લોકો સારા-ખરાબ વિવિધ જાતની ટેક્નોલોજી ધરાવતા કેમેરા વડે ફોટો પાડતા હોય છે. આ બધા ફોટોને ભેગા કરીને સરસ ઓનલાઇન આલબમ બનાવતી એન્ડ્રોઇડ અને આઇફોન એપ હમણાં ધૂમ મચાવવા આવી છે. આ એપનું નામ પણ અનોખું છે. એપનું નામ છે CapsuleCam Wedding event photo sharing app.

CapsuleCam એપ એવા લોકો માટે ઉપયોગી છે જેમના મિત્રો ફોટો પાડવા માટે પોતાના સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ કરતા હોય. આ એપ એક કેપસ્યૂલ આલબમમાં બધા મિત્રો પોતે પ્રસંગ દરમ્યાન પાડેલા ફોટોને એક જ ઓનલાઇન આલબમમા સેવ કરે છે. એપ દ્વારા લાગતા વળગતા ફોટોને અન્ય સોશિયલ સાઇટથી પર ભેગા અને શેર કરી શકાય છે. ફોટોને Instagram, Facebookસિવાય અન્ય સોશિયલ સાઇટથી પણ ભેગા અને શેર કરી શકાય છે. આ એપની ઓફિશિયલ વેબસાઇટ http://trycapsule.com/પર એક લગ્નપ્રસંગના થીમ ફોટા આલબમનું સુંદર ઉદાહરણ જોઈ શકાય છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોનમાં ઇન્સ્ટોલ કરવા માટે લિન્ક આ મુજબ છે https://play. google. com/ store/ apps/details?id= com.robotfactorial.capsulecam. આ એપને એપલ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવા એપની ઓફિશિયલ સાઇટનો સહેલાઈથી ઉપયોગ કરી શકાય છે. આ એપ અત્યારે માર્કેટમાં તદ્દન નવી છે. આ એપની આઇફોન એપ ૨ એપ્રિલ, ૨૦૧૪ના રોજ અપડેટ કરવામાં આવી છે. કરન્ટ વર્ઝન ૨.૪.૩ છે અને આઇફોનની મેમરી પર આ એપ ૨૦.૫ એમ.બી. સ્પેસ રોકે છે. આ એપને આઇ.ટયુનસ સ્ટોર પર ૪ પ્લસ રેટિંગ આપવામા આવ્યંુ છે. આ એપ આઇફોનની ઓપરેટિંગ સિસ્ટમ ૬.૦થી ઉપરની સિસ્ટમ પર ઇન્સ્ટોલ કરી શકાય છે.

0 comments:

Post a Comment

Get Paid