techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Sunday 8 December 2013

Emoze-push ઈ-મેઈલ app

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
ફોનમાં દરેક પ્રકારની ટેક્નોલોજી અપડેટ કશુંક નવું લઈને આવે છે. ઇલેક્ટ્રોનિક પત્રવ્યવહાર આ બાબતનું સુંદર ઉદાહરણ છે. push મેલ સિસ્ટમ એટલે ઉદાહરણ તરીકે ઘરના પોસ્ટના ડબ્બામાં કોઈ પત્ર આવ્યો હોય તો તરત ખબર પડે એ રીતે આ એક આધુનિક પત્રવ્યવહાર છે, જેમાં જે તે ફોનના માલિકને કોઈ પત્ર આવ્યો હોય તો તરત જ હાથવગા ફોનમાં તે જોઈ શકાય છે. થોડા સમય પહેલાં ફોનમાં આવતી આ push મેલની સવલત મોંઘી હતી. એન્ડ્રોઇડ ફોન કે અન્ય વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે ફોનમાં અગાઉથી મેલ સેવા આવે છે, પણ જો કોઈની પાસે સામાન્ય સામ્બિયન ઓપરેટિંગ સિસ્ટમ સાથેનો ફોન હોય તો push મેલ કેવી રીતે મેળવવા? આ એક કારણ માટે જ Emoze નામની push મેલ સેવા સાથેની એપ્લિકેશન લોકપ્રિય બનતી જાય છે, કેમ કે આ એક જ એપ્લિકેશન સામ્બિયન પુશમેલ સર્વિસ મફત આપે છે. આ એપ વિષે વધુ જાણીએ.

Emoze e-mail app મફત કેવી રીતે મેળવશો?
આ એપ્લિકેશન નોકિયા ઓવી પર અને ગૂગલના એન્ડ્રોઇડ માર્કેટ પર ઉપલબ્ધ છે. મધ્યમ કક્ષાના ફોન કે સામ્બિયન ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ફોન માટે ઉપયોગી છે. આ બધા ફોનમાં બતાવ્યા મુજબ જીપીઆરએસ ઓન કરીને આ એપ ડાઉનલોડ કરી શકાય છે. આ એપને ગૂગલ પર ૪.૨ પોઇન્ટ રેન્ક આપવામાં આવ્યો છે.
Emoze e-mail app કેવી રીતે ઉપયોગ કરી શકાય?
આ એપ્લિકેશન લગભગ બધા જ પ્રકારના મેલને push મેલ તરીકે સપોર્ટ કરે છે. ફોનમાં e-mail, Yahoo, OWA (Outlook Web Access), WebDav, EWS, Outlook.com, IMAP or POP3 e-mail ને ઉપયોગમાં લઈ શકાય છે. આ એપમાં સેટિંગમાં જઈને ચોક્કસ મેલ પ્રમાણે આઈડી અને પાસવર્ડ નાખીને મેલ એક્સેસ કરી શકાય છે. આ એપ્લિકેશનમાં સેટિંગની તકલીફ નથી, કેમ કે એક વાર આઈડી અને પાસવર્ડ નાખ્યા બાદ તે સેવ થઈ જાય છે.
Emoze e-mail app ઉપયોગિતા
આ એપ જીપીઆરએસ ઇનેબલ્ડ ફોનમાં સેકન્ડોમાં અત્યંત ઝડપથી નોટિફિકેશન push mail, OWA, goole, y!, Hotmail, Outlook 365 and any IMAP and POP3 accounts આપે છે. આ એપમાં અન્ય મેલની જેમ જ કોન્ટેક્ટ નંબર અને કેલેન્ડર આપે છે. કમ્પ્યૂટરની જેમ જ ફોનમાં ઓફિસમાં આવતા આઉટલુકની જેમ પત્ર લખી શકાય છે. એક જ સમયે ર કે તેથી વધારે મેલ એકાઉન્ટને push કરી શકાય છે. ફોનમાં Attachment સાથેના મેલને સેવ કરી શકાય છે. તેમજ મોકલી પણ શકાય છે. Attachment કરેલી ચોક્કસ ઓફિસ ફાઇલને ચેક પણ કરી શકાય છે. Attachment ને આગળ મોકલતા પહેલાં ઓપન કરવાની જરૂર હોતી નથી. ઇનબોક્સ એકદમ કમ્પ્યૂટરમાં આવતા ઇનબોક્સ જેવું હોવાથી સહેલું પડે છે. આ એપ ૨૩થી વધારે ભાષાને સપોર્ટ કરે છે. આ એપમાં સ્પેશિયલ સિક્યોરિટી મૂકેલી છે. આ એપમાં પાસવર્ડ સિક્યોરિટી સાથે અનિવાર્ય સંજોગોમાં સીમ કાર્ડ રિપ્લેસમેન્ટનો પણ મેઇલ થઈ શકે તેવી સવલત આપેલી છે. ફોનના મેમરી કાર્ડમાંથી Attachment કરીને ફાઇલ મોકલી શકાય છે. આ એપથી ફોનની અંદર બધા મેલની માહિતીને ડિલીટ કે અપડેટ કરવામાં તકલીફ પડતી નથી. અમુક પ્રખ્યાત ફોન કંપનીઓ પોતાના ફોનમાં pushમેલ સર્વિસ આપીને તે માટે ચોક્કસ રકમ સર્વિસ પેટે લેતી હતી. મોટી કંપનીઓમાં ઉચ્ચ કારકુન વર્ગના લોકો માટે આ મેલ સેવાઓ જરૂરી હતી. ઘણાં લોકો ફક્ત આ સેવા કે મેસેન્જર જેવી સેવા માટે જ Smart ફોન ખરીદતા. હવે Whats App કે We Chatઅને અન્ય સોશિયલ એપ સસ્તી કિંમતે મળતી થઈ છે. આજ સમયે કોઈ સામાન્ય જીપીઆરએસ પ્લાન સાથેના ફોનમાં પુશમેલ પણ મળે તો તે અત્યંત ઉપયોગી થઈ પડે છે. આમ આ રીતે ફોનમાં પુશમેલ માટે એક્સ્ટ્રા પૈસા આપવા પડતા નથી. આમ,સામાન્ય ફોન ધરાવતી વ્યક્તિ માટે પણ આ એપ ઉપયોગી સાબિત થઈ શકે છે.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid