techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Friday 5 September 2014

ટ્રેલો એપ્લિકેશન

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
ટ્રેલો એપ્લિકેશન એ એક વેબ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એપ્લિકેશન છે. આ એપ એક ફ્રી લેન્સર કાર્ય કરતા કારકુર કે કંપનીમાં ઓફિસ કાર્ય વહેંચણી દરમિયાન આપેલા કાર્ય માટે ગ્રૂપ સાથે ટુ ડુ ટાસ્ક મેનેજમેન્ટ કરતી એપ છે. આ એપનું પ્રાથમિક સોફ્ટવેર Fog Creek Software દ્વારા ૨૦૧૧ના સમયમાં બનાવવામાં આવ્યું છે. આ એપ્લિકેશન ટોયોટા કંપની દ્વારા ૧૯૮૦ના દાયકાના સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમના પ્રોજેક્ટ બોર્ડ જેવી રૂપરેખા ધરાવતી સિસ્ટમને અનુસરે છે.

આ એપની વેબસાઇટ https://trello.com છે. આ એપ એક પ્રોડક્ટિવિટી એપ છે અને ૧૮ July, ૨૦૧૪ના રોજ આ એપની એન્ડ્રોઇડ એપને અપડેટ કરવામાં આવી છે. આ એપનો ગગૂલ પ્લે સ્ટોરના એડિટર દ્વારા સિલેક્ટ કરેલી એપમાં સમાવેશ થાય છે. આ એપને ૪.૫ રેટિંગ ૧૯૩૦૩ લોકો દ્વારા આપવામાં આવ્યું છે. આ એપ મેમરી કાર્ડ પર ૧૫ એમબી સ્ટોરેજ સ્પેસ રોકે છે. ૨.૮.૧૩ આ એપનું કરન્ટ વર્ઝન છે. તેમજ આ એપ એન્ડ્રોઇડ ૪.૦થી ઉરની સિસ્ટમને સપોર્ટ કરે છે.
આ એપ આઇફોન અને એન્ડ્રોઇડ સિસ્ટમ પર ઉપયોગમાં લઈ શકાય છે. આ એપ્લિકેશન દ્વારા દરેક પ્રોજેક્ટને એક બોર્ડ તરીકે એપમાં ઉમેરવામાં આવે છે. ત્યારબાદ ઉપયોગકર્તા ફોન એપના બોર્ડ મુજબ કાર્યનું લિસ્ટ ઉમેેરે છે. ત્યારબાદ લિસ્ટની અંદર કાર્ય મુજબનાં કાર્ડ બનાવેલાં હોય છે. જે તે કાર્ય માટે કાર્ડની વહેંચણી ચોક્કસ સભ્યને કરવામાં આવે છે. દા.ત. ચોક્કસ કંપનીમાં એકાઉન્ટની પરચૂરણ કાર્ય માટેના લિસ્ટમાં કાર્ડમાં ચોક્કસ વ્યક્તિના નામને મૂકવામાં આવે જેથી પરચૂરણ કાર્યની કાર્યવાહી કે ચુકવણી માટે જવાબદાર ભાઈને લિસ્ટના કાર્ડમાં જોઈ શકાય છે. આમ કામની વહેંચણી ઉપરાંત જરૂરી કોમેન્ટ્સ અને ઉપયોગી મંતવ્યો શેર કરીને કોઈ પણ ફ્રી લાન્સિંગ કાર્ય કે કાર્ય કરતા ઓફિસ સ્ટાફ વચ્ચે કાર્યને લાગતું સારું કોમ્યુનિકેશન કરી શકાય છે. આમ, આ એપ ટીમવર્ક માટે ઉપયોગી સાબિત થાય છે.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid