techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Sunday 8 December 2013

વિવિધ સોશિયલ સાઇટ્સ માટે સિંગલ કન્ટ્રોલ મોબાઇલ એપ્લિકેશન

ટેક ટોનિક - સ્મિથ સોલેસ

આજના સમયમાં ફોન પર જુદી જુદી સોશિયલ એપ્લિકેશન ઉપલબ્ધ છે. કેટલીક એપ્લિકેશન એકથી વધારે સોશિયલ વેબસાઇટ પર તમારું સ્ટેટસ અપડેટ આપવાની ખાતરી આપે છે. આ બધી જ એપ્લિકેશનમાં એકદમ ઝડપી અપડેટ આપતી એપ તરીકે Palringoઉપલબ્ધ છે. મોબાઇલ નેટવર્કમાં ગ્રૂપ મેસેજ સાથે એક કરતાં વધારે સોશિયલ સાઇટ આ એપ દ્વારા એક્સેસ કરી શકાય છે. આ એપ ઉપયોગમાં, દેખાવમાં અત્યંત સાદાઈ સાથે હોવા છતાં વિશિષ્ટતા ભરેલી છે.

Palringo એટલે શું?
Palringo એટલે Google talk. AIM, facebook, Yahoo, MSN, ICQ, iChat, jabber થી વધારે સોશિયલ સાઇટની એક જ સોલ્યુશન એપ્લિકેશન. આ એપથી ઉલ્લેખમાં બતાવેલી બધી સાઇટમાં એકસાથે પોતાના જુદા જુદા એકાઉન્ટ અપડેટ કરી શકાય છે. આમ તો બજારમાં અન્ય ઘણી એપ્લિકેશન આવેલી છે, પણ આ ઝડપી અપડેટ આ એપ્લિકેશનનું જમાં પાસું છે. આ એપમાં ગ્રૂપ બનાવી શકવાનું ઓપ્શન તેને વધુ ઉપયોગી બનાવે છે. આ એપમાં ચેટ કરવા માટે ૩૫૦૦૦૦થી વધારે ગ્રૂપ આવેલાં છે. જેથી વિશ્વના અગણિત લોકો સાથે ચેટિંગ કરી શકાય છે.
ડાઉનલોડ અને રજિસ્ટ્રેશન
આ એપ્લિકેશન htt://www.Palringo. com/hi/download/ પર સહેલાઈથી ઉપલબ્ધ છે. આ સિવાય ફોનની ઓપરેટિંગ સિસ્ટમ પ્રમાણે એપ્લિકેશનને ગૂગલ પર શોધીને ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશન આઈફોન ઓએસ, મેક ઓએસ પીસી, એન્ડ્રોઇડ ફોન, વિન્ડોઝ પીસી ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ એપના ડાઉનલોડ અને ઉપયોગ માટે ફોન, ટેબલેટ કે કમ્પ્યૂટરમાં નેટ અથવા જી.પી.આર.એસ. હોવું જરૂરી છે. પ્રથમ ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવી, ત્યારબાદ તેના સેટિંગ ઓપ્શનમાં વિવિધ ઓપશન જરૂર મુજબ સેટ કરવાના હોય છે. ફોનના ઓપ્શનમાં Chat, Friend, Group, Home અને Profile ઓપ્શન આપેલા હોય છે. અગત્યની બાબત એ કે આ એપને ઓનલાઇન રજિસ્ટર થઈને એક્સેસ કરવી જરૂરી છે. આ રજિસ્ટર કરવાની પ્રક્રિયા બાદ સોશિયલ સાઇટના ઓપ્શનમાં જઈને સોશિયલ સાઇટના ઉપયોગ પ્રમાણે તેની એકાઉન્ટ માહિતી આપવી પડે છે. આટલી પ્રક્રિયા સંપૂર્ણ કરીને એપને અત્યંત સહેલાઈપૂર્વક ઉપયોગમાં લઈ શકાય છે. આ સંપૂર્ણ પ્રક્રિયા એક જ વખત અને ફક્ત પ મિનિટનાં સમયમાં પૂર્ણ થઈ જાય છે.
Palringo ની ઉપયોગિતા
બધી સોશિયલ સાઇટને એપ્લિકેશન સ્વરૂપે એકસાથે ઉપયોગમાં લાવતી એપ ખરેખર અનોખી છે. ફેસબુક ચેટ આ એપમાં વ્યવસ્થિત રીતે આપવામાં આવી છે. આ સાથે ગૂગલ ચેટ અને આઈ એમ સર્વિસ પણ એકસાથે સારી સ્પીડ પર ઉપયોગમાં લઈ શકાય છે. ફોનના કોન્ટેક્ટ ઉપયોગ પ્રમાણે જે તે વ્યક્તિના કોન્ટેક્ટ નંબર સાથે વ્યક્તિનું સોશિયલ સ્ટેટસ શોધી શકાય છે. ચેટ નોટિફિકેશન માટે વિવિધ ઓપ્શન આપવામાં આવ્યા છે. નેટવર્ક કે ઇન્ટરનેટ કનેક્શનની સ્પીડ ઓછી હોય તોપણ આ એપ સરળતાથી ઉપયોગમાં આવે છે. લોકેશન સાથેની અપડેટ આ એપમાં આપવામાં આવી છે. એકસામટી વિવિધ સોશિયલ રિક્વેસ્ટ સાથે તેને આવકારવાની કે ના પાડવાની સત્તા આ એપ દ્વારા નક્કી કરી શકાય છે. આ એપમાં ઉપયોગકર્તા વિવિધ ગ્રૂપમાં જોડાઈને ચેટ કરવાની મજા મેળવી શકે છે. આ એપ કમ્પ્યૂટર પર એટલે કે વિન્ડોઝ અને મેક ઓએસ પર પણ ઇન્સ્ટોલ કરી શકાય છે. આમ આ કારણે ઉપયોગકર્તા ફોનને છોડીને કમ્પ્યૂટર પર પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. ઉપયોગકર્તા આ એપ દ્વારા પોતાનું આગવું મિત્રવર્તુળ ગ્રૂપ બનાવી શકે છે. એક ગ્રૂપમાં એકસાથે ૨,૫૦૦ મિત્રોને જોડી શકાય છે. વોઇસ મેસેજ મોકલી શકાય છે. પિક્ચર મેસેજ પણ આ એપ દ્વારા મોકલી શકાય છે. Palringo Premium અપડેટ કરીને આ એપમાં વધારે ઓપ્શનનો ઉપયોગ શક્ય છે. પ્રાઇવેટ ચેટ માટે પણ વન ટુ વન ઓપ્શન આ એપમાં આપવામાં આવ્યું છે. જુદાં જુદાં સ્માઇલી અને સ્ટિકર જેવી સવલત આપેલી છે. આ એપમાં પોલિગ પ્રશ્નો મૂકી શકાય છે. શબ્દોના અર્થ શોધવા માટે ડિક્શનરી સાથે આ એપમાં ફોર્ચ્યુન કુકી પણ હોય છે. સૌથી અગત્યની વાત આ એપ ફ્રી છે.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid