techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Sunday 8 December 2013

BlackList ફોન એપ્લિકેશન

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
હવે તહેવારની મોસમમાં કંપનીઓ કોલ સેન્ટર ખોલીને લોકોને ફોન પર વિવિધ સ્કીમો વેચવા માટે માર્કેટિંગ કરે છે. લોકોને દરરોજ ૫થી ૭ લોનના, ક્રેડિટ કાર્ડ માટેના કે એમબીએ કોલેજમાં એડમિશન માટેના કોલ આવે તો હેરાનગતિ થતી હોય છે. આવા ચોક્કસ ફોનનેBlackList ફોન એપ્લિકેશન દ્વારા રોકી શકાય છે. આ એપની બીજી અનેક ઉપયોગિતા છે.

કેવી રીતે BlackList એપ ડાઉનલોડ કરી શકાય?
વિવિધ ફોન એપ ડેવલપર દ્વારા BlackList ફોન એપ બનાવવામાં આવી છે. AntTek lnc. - July 31,2013 દ્વારા બનાવવામાં આવેલી આ એન્ડ્રોઈડ ફોન એપને ગૂગલ પર શોધીને ઈન્સ્ટોલ કરી શકાય છે. તેમજ Google play પરથી આ એપને ડાઉનલોડ કરી શકાય છે. આ એપને ગૂગલ પર ૪.૨ પોઈન્ટ મળ્યા છે. આ સિવાય અન્ય ફોન કંપનીની Black List એપ Sambian operating system પણ સપોર્ટ કરે છે. આવી અન્ય એપ આ મુજબ છે. Call block, Call Blocking Black List Pro, Ultimate Secret Box વગેરે.
કેવી રીતે ઉપયોગમાં લેશો?
આ એપનો ઉપયોગ એકદમ સરળ છે. આ એપમાં BlackList ઓપ્શનમાં જઈને જે નંબરથી ફોન ના જોઈતા હોય તેને બ્લેક લિસ્ટના ઓપ્શનમાં ઉમેરવા પડે છે અને ત્યારબાદ આ એપના ઓપ્શનમાં જઈને Black List એક્ટિવ કરવું પડે છે. આના સિવાય આ એપમાંAccept Only List (white list)નું ઓપ્શન પણ હોય છે. સામાન્યતઃ BlackList સિવાય બધા નંબરને એપ્લિકેશન white લિસ્ટમાં રાખે છે. આનાથી વિપરીત તમે અમુક ચોક્કસ નંબરને જ Accept Only રાખીને બાકીને Black List કરી શકો છો જેથી અનિવાર્ય સંજોગોમાં અમુક લોકો સિવાય તમને અન્ય કોઈનો પણ ફોન ન આવે. BlackList ઓપ્શનમાં જઈને તેને ડી એક્ટિવેટ કરતાં ફોન સામાન્ય અવસ્થામાં આવી જાય છે.
Black List કેમ ઉપયોગી છે?
 ભારતમાં National Do not Call Registry સેવા અમલમાં છે. આમાં વિવિધ કેટેગરી પ્રમાણે વિવિધ માર્કેટિંગ કોલને રોકી શકાય છે. જેમાં શિક્ષણ, બેંક, રોજગાર, વગેરે પ્રકારની વિવિધ કેટેગરી હોય છે. પણ આ સિસ્ટમમાં કદાચ ભૂલથી પણ ખોટી કેટેગરી સિલેક્ટ થઈ જાય તો વ્યવહારિક તકલીફ પડતી હોય છે. જેમ કે, કોઈક વિદ્યાર્થીને ભૂલથી કેટેગરી ૩ નંબરની એજયુકેશનની કેટેગરીને સ્ટોપ કરી દે તો યુનિવર્સિટીનું રિઝલ્ટ એસએમએસમાં ના મળે. વળી, આ સિસ્ટમમાં રજિસ્ટર કરવા માટે અઠવાડિયાનો સમય જોઈએ. જ્યારે આ જ પ્રક્રિયા સરળ અને વધુ સારી રીતે Black List દ્વારા એક જ દિવસમાં થઈ શકે છે. એન્ડ્રોઈડમાં આવતી BlackList એપ્લિકેશનથી કોઈ પણ ચોક્કસ વ્યક્તિને Black Listમાં ઉમેરી શકાય છે. Black List માં ઉમેરતા જેનો નંબર આ લિસ્ટમાં હોય તેનો કોલ, એસએમએસ કે એમએમએસ ઉપયોગકર્તાના ફોનમાં કેન્સલ થઈ જાય છે. આમ, આ રીતે કોઈ પણ પ્રકારના રોમિયો,ધુતારાઓ કે સ્કીમ અંગેના ફોન કરીને હેરાન કરનારા લોકોથી નિરાંત મળી જાય છે. ઉપયોગકર્તા જરૂર મુજબ અને ફોનના મોડલ પ્રમાણે ૧થી ૨૦૦ કે ૩૦૦ ફોન નંબરને Black List એપમાં ઉમેરી શકે છે તેમજ જરૂર પ્રમાણે Black List માંથી કાઢી પણ શકાય છે.
આ એપ રાત-દિવસ આવા ફોન નંબરથી ઉપયોગકર્તાનું રક્ષણ કરે છે. આના સિવાય બ્લોક કરેલા ફોન નંબરથી ફોન આવે તો બ્લોક કરેલા નંબરને ફોન બીઝી બતાવે છે. આવા કોલના નંબરનું લિસ્ટ પણ ફોનમાં બની જાય છે. ન કામના એસએમએસને પણ આ રીતે અમુક ચોક્કસ નંબરને બ્લોક કરીને રોકી શકાય છે. આ એપમાં આપેલા ઓપ્શન દ્વારા ચોક્કસ નંબરને એસએમએસ મોકલીને કારણ સાથે પણ રોકી શકાય છે. આ એપને પાસવર્ડ સાથે લોક કરી શકાય છે તેમજ અદૃશ્ય બ્લેક લિસ્ટ પણ આ એપના નવા વર્ઝનની ખૂબી છે.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid