techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Sunday 8 December 2013

soundcloud - અવાજની સોશિયલ એપ

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
આજે મોટાભાગના મોબાઈલ ફોનમાં સંગીત અગત્યનું બની ગયું છે. નવા ફોન ખરીદતા ગ્રાહકો પણ ફોનની સાઉન્ડ ક્વોલિટી જોઇને જ ખરીદતા હોય છે. કેટલાક લોકો ફોનની કાર્ડ મેમરીમાં મોટા પ્રમાણમાં ગીતો,ડાયરો, ભજનો, કોમેડી આલબમ જેવું સેવ કરી રાખતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ પ્રોફેસરનું લેકચર રેકોર્ડ કરી રાખતા હોય છે. વિવિધ ઓડિયોફાઈલો ફોનમાં અમુક પ્રમાણમાં જગ્યા રોકે છે. ફોનના મેમરી કાર્ડમાં સ્પેસની લિમિટ પણ આ ગીતોને લીધે ભરાઇ જતી હોય છે. પણ હવે આનો સુંદર વિકલ્પ એક એપ્લિકેશન દ્વારા થઇ શકે છે. આ એપનું નામ છે soundcloud social એપ.

શું છે soundcloud એપ?
soundcloud એપ એ ક્લાઉડ ટેક્નોલોજી પર બનાવવામાં આવેલી સોશિયલ સાઉન્ડ એપ્લિકેશન છે. આ એપથી ફોનમાં આવેલાં ગીતો કે ઓડિયો ફાઈલને પોતાના soundcloud account પર સેવ કરી શકાય છે. આમ મેમરીકાર્ડ કરતાં વધારે ગીતો નેટવર્કથી જોડાયેલી એપમાં સ્ટોર કરી શકાય છે. અન્ય ઉપયોગકર્તા દ્વારા સ્ટોર કરેલાં ગીતો પણ આ એપ પરથી મફત સાંભળી શકાય છે. આમ એપ જીપીઆરએસ સિવાય તદ્દન મફતમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
કેવી રીતે ડાઉનલોડ કરશો?
આ એપ વિન્ડોઝ ફોન, એન્ડ્રોઇડ,આઇફોન, આઇઓએસમાં ઇન્સ્ટોલ કરી ઉપયોગમાં લઇ શકાય છે. ગૂગલ પર ફોનની ઓપરેટિંગ સિસ્ટમ પ્લેટફોર્મ પ્રમાણે સર્ચ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. આ એપની વેબસાઇટ પરથી આ એડ્રેસhttps://soundcloud.com/ પરથી એપ ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશન સેટિંગ પણ યુઝર ફ્રેન્ડલી હોવાથી સહેલાઈથી ઉપયોગમાં લઇ શકાય છે.
ઉપયોગિતાઃ મોબાઈલ ફોન ઉપયોગકર્તા, ગુજરાતી ડાયરો, જોક્સ, ક્લાસિકલ સંગીત કે બોલિવૂડ ફિલ્મનાં ગીતોથી અંગ્રેજી ગીતો જેવાં વિવિધ સંગીતનો આનંદ લેતા હોય છે. આ ગીતોને facebook, Twitter,Tumblr કે Website પર શેર કરવા માટે soundcloud નો ઉપયોગમાં કરવામાં આવે છે. આ એપમાં ગૂગલથી સાઇન ઇન અને શેર કરી શકાય છે. નવા શેર થયેલાં ગીતો કે ઓડિયો ફાઇલને શોધીને મફત ઉપયોગ કરી શકાય છે. બ્લોગની જેમ ગીતોનું કલેક્શન બનાવીને અન્ય મિત્રોને શેર કરી શકાય છે. ગીતોને સ્ટ્રીમ(સીધા જ ફોન પર વગાડી શકાય) કરી શકાય છે. વાઇફાઇ કનેક્શન દ્વારા ઓડિયો ફાઇલને સ્ટ્રીમ કરી શકાય છે. પોતાનો અવાજ રેકોર્ડ કરીને ગીતોને ફેસબુક પર શેર કરવા માટે પણ આ એપ ઉપયોગી છે. ફોન અથવા કમ્પ્યુટર ટેબ્લેટ વડે ગીતોનેsoundcloud પર અપલોડ કરીને ગીતોને શેર કરી શકાય છે. આ એપ્લિકેશન ફોનમાં વિવિધ ગીતોને જીપીઆરએસના માધ્યમથી અપલોડ કરે છે.
આ પ્રોગ્રામ દેશ અને વિદેશના હોય છે. આ એપ્લિકેશનને લીધે વિવિધ ગીતોને શેર કરવાનું સહેલું બની જાય છે. આ એપ બધા મિડિયમ રેન્જના ફોન અને સ્માર્ટફોનને સપોર્ટ કરે છે. soundcloud એપ તદ્દન નવી ક્લાઉડ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. ગૂગલ પર એન્ડ્રોઇડ માર્કેટમાં આ એપ્લિકેશનને ૪.૪ પોઇન્ટ આપવામાં આવ્યા છે. જ્યારે આ એપ વિન્ડોઝ ફોન પર પણ સારી રીતે એક્સેસ થઇ શકે છે.
એપ્લિકેશનની ખામીઓઃ દરેક એપ્લિકેશનમાં અમુક બાબતો તેના ઉપયોગ પ્રમાણે ખામી કે ઉપયોગિતા લઇને આવે છે. આ એપ્લિકેશનમાં ફોનનું જીપીઆરએસ નેટવર્ક અગત્યનો ભાગ ભજવે છે. વાઈફાઈ ઝોનમાં આ એપ્લિકેશન વધુ સારી ચાલે છે. ફોન કે ટેબ્લેટના હાર્ડવેર પ્રમાણે એપ્લિકેશનની ઉપયોગિતામાં ફેર પડી શકે છે. જે ફોનમાં નેટના ઉપયોગ માટેનું હાર્ડવેર સારું ના હોય તો એપ્લિકેશન રન થયા પછી અવાજની ક્વોલિટીમાં ફેર પડે છે. આમ એપ દ્વારા સારા સંગીત માટે ફોનનું સારું હાર્ડવેર ચોક્કસ જરૂરી છે.
smithsolace@hotmail.com
 

0 comments:

Post a Comment

Get Paid