techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Sunday 8 December 2013

યુઝર ફ્રેન્ડલી પર્સનલાઇઝેશન યુટિલિટી એપ્લિકેશન

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
Go Launcher Ex
મોટેભાગે ઉત્સવો અને તહેવારો વખતે ડેકોરેશન કરવામાં આવે છે. સારા રંગો કે ડિઝાઇનનાં તોરણોથી ઘરને સજાવવામાં આવે છે. કમ્પ્યૂટરનો પણ લોકો Window Blinds, Stardock Themes, Desktop Manager વગેરે સોફટવેર થીમ વડે શણગાર કરતા હોય છે. આવી જ રીતે ફોનમાં પણ વિવિધ એપ્લિકેશન આવે છે જેની મદદથી ફોનના ચીલાચાલુ અથવા એક જ પ્રકારના યુસર સિસ્ટમને એટલે કે ફોનના સોફટવેર ડિઝાઇનને બદલી શકાય છે. આ રીતે ફોનની સિસ્ટમને ઉપયોગકર્તા માટે વધુ ઉપયોગી બનાવી શકાય છે. મોબાઇલ ફોનમાંGo Launcher Ex એપ્લિકેશને ધૂમ મચાવી છે.

શું છે આ Go Launcher Ex?
આ Android અને Sambian ફોનને સપોર્ટ કરતી એપ છે. મોબાઇલના યુસર ઇન્ટરફેસ એટલે કે ફોનમાં આવતાં આઇકોન, વીડજેટ,વિવિધ વોલપેપર અને અમુક ચોક્કસ સપોર્ટ એપ્લિકેશન(વીડજેટ) ઓપ્શન સાથે આવતી મોબાઇલ એપ્લિકેશન છે.
કઈ રીતે ડાઉનલોડ કરી શકાય?
GoLauncher એ જીપીઆરએસ ઓન કરીને ગૂગલ માર્કેટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. Google પર સર્ચ કરીને પણ આ એપ્લિકેશન સર્ચ કરી શકાય છે.
GoLauncherEx ની ઉપયોગિતા
મોટાભાગના લોકોને એકને એક રીતની સિસ્ટમ ગમતી નથી. દરેક વ્યક્તિને ફોનમાં કશુંક નવું જોઈએ. માટે આ એપ્લિકેશન નવા ફંક્શન સાથે ફોનમાં નવું ડેકોરેશન પૂરું પાડે છે. આ એપ્લિકેશન ખરેખર એટલી ઉપયોગી છે કે ૧૦૦,૦૦૦,૦૦૦ + થી વધારે લોકોએ ફોનમાં આ એપને બેસ્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશન લોન્ચર એપ તરીકે પસંદ કરી છે. આ એપ્લિકેશન ૧૦૦૦૦ + કરતાં વધારે થીમ સાથે આવે છે. ફોનમાં વિવિધ થીમ અને ડિઝાઇન ઉમેર્યા પછી પણ ફોન ધીમો પડતો નથી. ફોનની હોમ સ્ક્રીનને આ એપ બિલકુલ બદલી નાખે છે. આ એપ્લિકેશનનો અનુભવ તમે જરૂર મુજબ કન્ટ્રોલ કરી શકો છો. આ એપ્લિકેશન વિવિધ સ્લાઇડર થીમ સાથે આવે છે. એપ્લિકેશન વર્ઝન પ્રમાણે થ્રીડી થીમ પણ ફોન સપોર્ટ સાથે ડાઉનલોડ કરી શકાય છે. વિવિધ એનિમેશન પણ ફોનમાં ઉમેરી શકાય છે. સુપર સ્મૂધ ઇફેક્ટ સાથે ૧૫થી વધારે વીડજેટ જેવા કે વાતાવરણ ટેમ્પરેચર નોટિફિકેશન, ઘડિયાળ અને વિવિધ ફોન્ટ સાથેનાં કેલેન્ડર સાથે આ એપ્લિકેશન આવે છે. મોબાઇલ ફોનમાં વિવિધ ઓપ્શન સાથે આ એપ્લિકેશન લોન્ચરનો ઉપયોગ કરી શકાય છે જે ઝડપી અને સરળ હોય છે. આ એપ્લિકેશન Gostore માંથી વિવિધ થીમ ડાઉનલોડ કરવાનો ઓપ્શન પણ આપે છે. અગત્યની બાબત આ એપ્લિકેશન એન્ડ્રોઇડ ૨.૦ અને ૨.૦થી ઉપરના ફોનને સપોર્ટ કરે છે. જેથી સામાન્ય ફોન ઉપયોગકર્તા પણ આ એપ્લિકેશનનો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે. આ એપની અન્ય માહિતી તેમજ સપોર્ટ માટે એપનો હેલ્પ મેઇલઃgolauncher@goforandroid.com પણ છે. આ એપના સોશિયલ મિડીયા પેજ પર તેની અપડેટ મળી શકે છે. એન્ડ્રોઇડ બજારમાં બીજી એપ્લિકેશન ખરીદીને ખોટું સાહસ કરવા કરતાં આ એન્ડ્રોઇડ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી વધારે યોગ્ય છે. ગૂગલ માર્કેટમાં આ એપ્લિકેશનને ૪.૫નો રેટિંગ આપવામાં આવ્યો છે. આ રેટિંગ ૧,૧૫૨,૯૨૯ જેટલા લોકોએ નેટ પર વોટિંગ દ્વારા આપ્યો છે. આ એપનું લેટેસ્ટ વર્ઝન ૪,૦૮ છે.
smithsolace@hotmail.com
 

0 comments:

Post a Comment

Get Paid