techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Monday 27 January 2014

Nimbuzz! દરેક ફોનની ક્રોસ પ્લેટફોર્મ મેસેન્જર એપ્લિકેશન





ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
Nimbuzz એ મોબાઇલ ફોન માટેની ક્રોસ પ્લેટફોર્મ ઝડપી મેસેન્જર એપ્લિકેશન છે. આ એપની ખાસિયત તેની ક્રોસ પ્લેટફોર્મ ટેક્નોલોજી છે. કોઈ પણ એન્ડ્રોઇડ, આઇફોન, બ્લેકબેરી, વિન્ડોઝ, નોકિયા, જાવા કે kindlefire ડિવાઇસ કે ફોનને આ એપ્લિકેશન સપોર્ટ કરે છે. Nimbuzz એપ્લિકેશન પાસે ૨૦૦ દેશમાં ૧૫૦ મિલિયન ઉપયોગકર્તાએ છે. વિન્ડોઝ કે અન્ય ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોનમાં ઉપયોગકર્તા આ એપનો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે. આ એપ્લિકેશનની મદદથી ઓછા ભાવે અને સહેલાઈથી ઇન્ટરનેશનલ હાઈ ક્વોલિટી વોઇસ ફોન(HDCalls) કોલ કરી શકાય છે. પોતાના મિત્ર કે સગાં-સંબંધી વિદેશમાં અભ્યાસ અર્થે, વ્યવસાય માટે ગયા હોય ત્યારે તેમની સાથે ફોનના માધ્યમથી જોડાવા માટે આ એપ્લિકેશન અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?
આ એપને http: //www. nimbuzz. com/en/ વેબસાઇટ પર જઈને ડાઉનલોડ કરી શકાય છે. આ માટે પોતાના ફોનની વિગતો ઓનલાઇન ભરવી પડે છે. ઓનલાઇન વિગતો ફક્ત જે તે કંપનીના મોડલ નંબર પરથી જ ફોનને સપોર્ટ કરતી એપ ડાઉનલોડ કરવાનું ફંક્શન આપે છે.
ઉપયોગિતા
એપના રજિસ્ટર ફોર્મમાં માહિતી ભરવાથી ફોનના કોન્ટેક્ટ નંબર આ એપમાં ઉમેરાઈ જાય છે. જે પણ કોન્ટેક્ટ નંબર આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તો આ એપમાં અલગ દેખાઈ આવે છે. સેટિંગમાં જઈને પોતાની બધી માહિતી જેવી કે ઈ-મેઇલ આઇડી કે અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટની માહિતી ફોનમાં ઉમેરી શકાય છે. આ એપ સામાન્ય રીતે ઓનલાઇન મેસેન્જરથી મફત મેસેજ અને ચેટિંગ એટલે કે વાતચીત કરવા માટે ઉપયોગી છે. અલબત્ત, આ એપનો ઉપયોગ કરવા ફોનમાં જીપીઆરએસ ઓન કરેલું હોવું જરૂરી છે. પોતાના સીમકાર્ડ પ્રમાણે ફોનમાં જીપીઆરએસ કનેક્ટિવિટી ઓન કરાવવી જરૂરી છે. આ એપ્લિકેશન તદ્દન મફત છે. નેધરલેન્ડમાં ડેવલપ કરવામાં આવેલી એપ્લિકેશનની સેટિંગ ફોન ઉપરાંત કમ્પ્યૂટરને પણ સપોર્ટ કરે છે. આ એપ્લિકેશનની પ્રથમ ઉપયોગિતા આ એપ્લિકેશનની ક્રોસ પ્લેટફોર્મ ટેક્નોલોજી છે. આ એપ્લિકેશન બિલકુલ મફત આવે છે, પણ આ એપ્લિકેશન દ્વારા થતા ઓનલાઇન ઇન્ટરનેશનલ કોલ પર ઓછા ભાવે વાત થઈ શકે છે. આ એપ દરેક સામાન્ય ફોનને આધુનિક ફોનમાં પરિવર્તિત કરી આપે છે. Nimbuzz એપ્લિકેશન ગ્રૂપ ચેટને પણ સપોર્ટ કરે છે. આ એપ્લિકેશન જુદા જુદા મોબાઇલ ફોન, ટેબ્લેટ અને અન્ય સિસ્ટમ પર કાર્યરત છે. એન્ડ્રોઇડ માર્કેટમાં ૧૨૭,૨૯૧ જેટલા ઉપયોગકર્તાએ આ એપ્લિકેશનને ૪.૩ રેટિંગ આપ્યું છે. આ એપ્લિકેશન અમુક સમયે ફ્રી સ્કીમમાં ઇન્ટરનેશનલ કોલ પણ આપે છે. આ સિવાય આ એપ્લિકેશનથી કસ્ટમ ચેટરૂમ વોલપેપર, કોન્ટેક્ટ સોર્ટિંગ, મેસેજ વિથ ટાઇમ સ્ટેમ્પ્સ, Nimbuzz વર્લ્ડ, ફ્રી અવતાર જેવા અનેક ઓપ્શન આપવામાં આવ્યા છે.  

smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid