techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Monday 27 January 2014

SPB Shell 3D અને SPB Shell સેલફોન એપ્લિકેશન


ટેક ટોનિક : સ્મિથ સોલેસ.

આ એપ્લિકેશનમાં સાઉન્ડ, વાતાવરણની માહિતી, છેલ્લા ફોનની માહિતી અને આવી અનેક માહિતી ઓપ્શનમાં મળી રહે છે

 એન્ડ્રોઇડ ફોનમાં આવતી વિવિધ સવલતોને લીધે એન્ડ્રોઇડ ફોનનું વેચાણ વધ્યું છે. SPB Shell અને SPB Shell 3D જેવી એપ્લિકેશન ઉપયોગકર્તાને મોબાઇલ ફોનની સિસ્ટમને થીમ કે ડિઝાઇન સાથે વધુ સુંદર અને ઉપયોગી બનાવે છે. આ એપ મોબાઇલ ફોનની રેગ્યુલર સિસ્ટમને સહેજ પણ નુકસાન કર્યા વગર નવાં ફંક્શન ઉમેરી આપે છે. ફોનમાં વિવિધ ઓપ્શનને વધુ ઉપયોગી બનાવતી એપ છે. આ સિસ્ટમ 3D એન્ડ્રોઇડ ટેબમાં 3D સિસ્ટમનું ફંક્શન ઉમેરી આપે છે. આવી અનેક સુવિધાઓ આ એપ્લિકેશનમાં છે. આ સિવાય જરૃર મુજબ આ સિસ્ટમને ઓફ કરીને જૂની સિસ્ટમ મુજબ ફોનને ઉપયોગમાં લઈ શકે છે.
કેવી રીતે ડાઉનલોડ કરશો?
આ એપ્લિકેશન આમ તો ઇન્ટરનેટ પર તેના નામ પ્રમાણે સર્ચ કરીને સહેલાઈથી મેળવી શકાય છે. આ સિવાય આ એપની 3D એપ કે સાદી એપ્લિકેશન પણ ફોનમાં કે ટેબ સિસ્ટમમાં ડાઉનલોડ કરી શકાય છે. ગૂગલ અને નોકિયા ફોનમાં ઓવિઆઇ સિસ્ટમ માર્કેટમાં આ એપની વિવિધ ડિઝાઇન અને એપ ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કરતી વખતે ધ્યાન રાખવું કે એન્ડ્રોઇડમાં હંમેશાં APK ફાઇલો ઇન્સ્ટોલ કરી શકાય છે. જ્યારે સામ્બિયન-નોકિયા ફોનમાં sis, sisx, jar િ ફાઇલો ડાઉનલોડ કરી શકાતી હોય છે. આ જાણકારી પ્રમાણે ડાઉનલોડ કરેલી ફાઇલો જ સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય છે.
આ એપનાં બેથી વધારે જુદાં જુદાં વર્ઝન છે. આ એપ્લિકેશનનું પ્રીમિયમ વર્ઝન પણ માર્કેટમાં છે. ઉપયોગકર્તા જરૃરિયાતના હેન્ડસેટ મુજબ આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશન રન કરી શકે છે. આ એપ્લિકેશન ફોનમાં ઇન્સ્ટોલ થયા બાદ હોમસ્ક્રીન પર વિવિધ અન્ય એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી આપે છે. આ એપ્લિકેશનમાં સાઉન્ડ, વાતાવરણની માહિતી, છેલ્લા ફોનની માહિતી અને આવી અનેક માહિતી ઓપ્શન આપે છે. આ બધાં ઓપ્શન આ એપના સેટિંગમાં આપવામાં આવેલા હોય છે. મોબાઇલ ફોન પર આવતા વોલપેપર સાથે વિવિધ એનિમેશન સાથેની લોન્ચર પણ ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. ફોનમાં સ્લાઇડ કરી શકાય એવી રીતે એપ્લિકેશનને દર્શાવી શકાય છે. ફોનમાં આવતી અન્ય એપ્લિકેશનને વ્યવસ્થિત ગોઠવણી કરીને ઉપયોગમાં લેવા માટે ડિઝાઇનને વિવિધ રીતે દર્શાવવામાં આવી છે. આ એપ્લિકેશનથી ફોનનું રૃપ ધરમૂળથી બદલી શકાય છે. કદાચ આ એપ ઇન્સ્ટોલ કરેલા સામ્બિયન ફોનને ઓળખી શકવું પણ મુશ્કેલ બની જાય છે, કેમ કે ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમનો દેખાવ બદલાઈ જવાથી નવો ફોન ખરીદીને આવ્યા હોવાનો ઉપયોગકર્તાનો સુંદર અનુભવ રહે છે.

ઉપયોગિતા
કોઈ એક જ પ્રકારની સિસ્ટમના ઉપયોગથી થતા કંટાળાને આ SPB Shell સિસ્ટમ નાબૂદ કરે છે. નવા સમય સાથે ટેબ્લેટ સિસ્ટમમાં કે ફેબલેટ મોબાઇલ ફોનમાં સિસ્ટમને અત્યંત આધુનિક રીતે બદલી શકાય છે. વધુ સારી રીતે ફોનને ગોઠવીને અત્યંત ઉપયોગી સાધન બનાવવા માટે આ એપ્લિકેશન મદદ કરે છે. હંમેશાં વિવિધ નવી સપોર્ટ એપ્લિકેશનની મદદથી ફોન બદલી નાખવાની કે નવો ફોન ખરીદવાની લાલચ નહીં થાય. આ સિસ્ટમમાં સ્લાઇડ કરીને ફોનને ઉપયોગ કરવા સિવાય થ્રીડી સિસ્ટમ ફોનને એકદમ બદલી આપે છે. થ્રીડી ઓપ્શનને ઓન-ઓફ કરવાનું ફંક્શન આ એપમાં છે. જ્યારે ફોનમાં નવી સિસ્ટમને ઓફ કરીને જૂની સિસ્ટમ પર કાર્ય કરવા માટે પણ ઓપ્શન આપવામાં આવ્યું છે. મોબાઇલ સિસ્ટમમાં ફોનની આ એપ્લિકેશન અપડેટ ઉપયોગકર્તાની પરવાનગી સિવાય એક્સેસ નથી કરતી. આ એપમાં ર્સ્પોિંટગ એપ્લિકેશન વાતાવરણના વિડજેટ કે સોશિયલ સાઇટ સપોર્ટ એપ્લિકેશન સિવાય જીપીઆરએસની જરૃર નથી પડતી.       

smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid