techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Monday 27 January 2014

Cam Scanner Phone App.




ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
સરકારી ખાતાની કોઈ નોટીસ કે માહિતીને નોટીસ બોર્ડ પર લગાવવામાં આવી હોય કે શાળા-કોલેજમાં આ રીતે કોઈ નોટીસ લગાવવામાં આવી હોય તો પહેલાંના સમયમાં લોકો કાગળ અને પેન લઈને ભીડમાં માહિતી લખવા રાહ જોતા. આજે યુવાનો પોતાના ફોનથી નોટીસ બોર્ડ કે માહિતીના બોર્ડ પર જઈને Cam Scanner એપની મદદથી માત્ર એક ક્લિક દ્વારા ઘણી માહિતી ફોનમાં ઉતારી શકે લે છે. ટેક્નોલોજીનો આવો સદુપયોગ નવી ટેક્નોલોજી અને સેલફોન એપ્લિકેશન સિવાય શક્ય ન હતો. Cam Scanner Phone એપ્લિકેશન આવી જ એક ઉપયોગી ફોન એપ્લિકેશન છે.
કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?
આ એપ્લિકેશન એન્ડ્રોઇડ માર્કેટમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય ગૂગલ પર સર્ચ કે ડાઉનલોડ કરીને પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. આ એપ એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરે છે.
કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય?
૬૦ મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલી એપ્લિકેશન એટલે Cam Scanner Phone એપ્લિકેશન. સામાન્ય ફોનને સ્કેનર ડિવાઇસમાં ફેરવતી આ એપ્લિકેશનનો ઉપયોગ નાની વ્યાપારી સંસ્થાઓ, ગવર્નમેન્ટ અને સ્કૂલમાં થાય છે. આ એપ જેમને વિવિધ પ્રકારના કન્ટેન્ટ સ્કેન, સિંક, એડિટ, શેર, મેનેજ કરવા છે તેવા લોકો માટે ઉપયોગી છે. ઇન્સ્ટોલેશન કરવા માટે આ એપ તદ્દન સરળ છે. ફોન મોડેલ ગમે તેવું હોય પણ ઓપેરેટિંગ સિસ્ટમમાં આ એપનું સેટિંગ સહેલાઈથી ઇન્સ્ટોલ થઈ જાય છે. આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી ફોન દ્વારા કોઈ પણ ચિત્ર, ફાઇલ કે પુસ્તકને સ્કેન કરી શકાય છે. જોકે ફોનનો કેમેરા સ્કેન કરવા માટે જેટલો સારી ક્વોલિટીનો હોય તેટલું વધુ સારું સ્કેન રિઝલ્ટ મળતું હોય છે. ફોનના કેમેરાને જરૂર પ્રમાણે અંતર રાખીને ફોટો પાડતા હોઈએ એ રીતે જ સ્કેનનું ઓપ્શન પ્રેસ કરતાં ફાઇલ સ્કેન થઈ જાય છે. આ ફાઇલને ફોનના મેમરી કાર્ડમાં સેવ કરી શકાય છે.
આ એપમાં વિવિધ ફંક્શન આપવામાં આવ્યા છે જેમાં વેબસાઇડ પરથી ડોક્યુમેન્ટ એક્સેસ કરવી અને આ સિવાય www.camscanner.Net પર જઈને વિવિધ નોટ્સમ ટેગ સાથેના ડોક્યુમેન્ટને કોપી કરીને કે લિંક દ્વારા સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર મૂકવી. પોતાના ફોનનો ઉપયોગ ફાઇલોને સ્કેન કરવા, બધાં પ્રકારનાં લખાણ કે ચિત્રોને ફોનના કેમેરા દ્વારા સ્કેન કરીને ફાઇલને ફોન મેમરીમાં સેવ કરી શકાય છે. આ એપનું પ્રીમિયમ વર્ઝન પણ છે. તેમજ આ એક ઇન્ટેલિજન્ટ એપ છે જેમાં ડોક્યુમેન્ટને મેનેજ કરવા દિવસ, ટેગ કે ડોક્યુમેન્ટ થમ્બનેઇલ ચિત્ર મેળવી શકાય છે. ડોક્યુમેન્ટને કે સ્કેન કરેલી ફાઇલને લોક કરવાનું પણ ઓપ્શન આ એપમાં આપવામાં આવે છે. વિવિધ ઓફિસ ફાઇલોને શોધવા અને ગોઠવવામાં આ એપ્લિકેશન ઉપયોગી છે. સ્કેન કરેલી ફાઇલોને વોટરમાર્ક કરવા અને ક્લાઉડ સ્ટોરેજ જેવાં કે ડ્રોપ બોક્સ, ગૂગલ ડ્રાઇવ પર સેવ કરવા જેવી સવલતો પણ આ એપ્લિકેશનના પ્રીમિયમ વર્ઝનમાં આપવામાં આવી છે. આ એપની વેબસાઇટ પર રજિસ્ટર થયા પછી વિવિધ એક્સ્ટ્રા ઓપ્શનનો ઓનલાઇન ઉપયોગ કરી શકાય છે. પ્રીમિયમ એપમાં ૧૦ જીબી ક્લાઉડ સ્પેસ આપવામાં આવે છે. હાઇ ક્વોલિટી સ્કેન પણ કરી શકાય છે. પીડીએફ ફોર્મેટની ફાઇલોને એડિટ કે શેર કરી શકાય છે. ડોક્યુમેન્ટ લિંકનો પાસવર્ડ મૂકી શકાય છે. ફાઇલોને અગણિત વાર નામ બદલીને મૂકી શકાય છે. આ એપના ઉપયોગમાં નેટની જરૂર પડતી નથી ફક્ત ફાઇલ સેવ કરતી વખતે જો મેમરી કાર્ડની જગ્યાએ ફાઇલને ઓનલાઇન સેવ કરવી હોય ત્યારે જીપીઆરએસની જરૂર પડે છે. સામાન્ય રીતે ફોનનો કેમેરા સારો હોય તો હાર્ડવેરના સારા સપોર્ટને લીધે પ્રીમિયમ એપ વગર હાઇ ક્વોલિટી પીડીએફ મેળવી શકાય છે.

smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid