techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Monday 27 January 2014

મેમરી કાર્ડનું મેનેજમેન્ટ કરતી લોકપ્રિય Astro File Manager App !



ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
એસ્ટ્રો ફાઇલ મેનેજર એ દુનિયામાં ૭૦ મિલિયન લોકો દ્વારા પસંદ કરવામાં આવેલી એપ્લિકેશન છે. કમ્પ્યૂટરમાં વિન્ડોઝ સિસ્ટમને કારણે વિવિધ ફાઇલો કે ગીતો જેવી માહિતી સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. જો એન્ડ્રોઇડ ફોનને ચકાસીએ તો ફોનમાં લિસ્ટ જેવી ગોઠવણને લીધે કેટલીક વાર મેમરી કાર્ડ ચેક કરવામાં મુશ્કેલી આવે છે. આ એપ્લિકેશન કોઈ પણ ઉપયોગકર્તાને ફાઇલ ટ્રાન્સફર સિવાય બીજી અનેક સવલત આપે છે. Astro File Manager એપ્લિકેશન ફોન, ટેબ્લેટમાં pictures, music, videos, documents ને સહેલાઈથી ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી છે. ટૂંકમાં કહીએ કે ફોનની માહિતી ડેટા ટ્રાન્સફરને સહેલી બનાવતી એપ્લિકેશન એટલે Astro File Manager For Memory Card.
કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?
આ એપ્લિકેશન ગૂગલ પરથી સર્ચ કરીને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય છે. ગૂગલ પર આ એપ્લિકેશનના ફ્રી તથા પ્રીમિયમ બંને રીતે ઉપલબ્ધ છે. ગૂગલ માર્કેટ પર રજિસ્ટર થઈને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે.
એપ્લિકેશનનો ઉપયોગ
આ એપ્લિકેશનનો ઉપયોગ ટેબ્લેટ પર સહેલાઈથી કરી શકાય છે. એક વાર ઇન્સ્ટોલ કર્યા બાદ એપ્લિકેશનના ઓપ્શનને જરૂર મુજબ સેટિંગ ઓપ્શનમાં જઈને ઓન ઓફ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. આ એપ્લિકેશનના સેટિંગમાં Clouds સિસ્ટમ, Facebook, Dropbox, Google Drive, Box અને Sky Drive વગેરેના ઓપ્શન હોય છે. પ્રીમિયમ એપ્લિકેશનમાં આ ઓપ્શન વધારે હોય છે, તેથી જરૂર મુજબ આ એપ્લિકેશનના પાસવર્ડ અને જરૂરી માહિતી ફોનમાં ફક્ત એક વાર સેટિંગ વખતે ઉમેરવી પડે છે.
એપમાં આવેલી CLOUD HOPPING (TM) ની મદદથી ફોનની માહિતીને ક્લાઉડ પર સહેલાઈથી ટ્રાન્સફર કરી શકાય છે. આ જ રીતે ક્લાઉડ પર મૂકેલી ફાઇલોને ટ્રાન્સફર કરવા માટે પણ ફાઇલોને ડાઉનલોડ કરવાની જરૂર પડતી નથી. સામાન્યતઃ ફોનમાં એન્ડ્રોઇડ પર મેમરી કાર્ડ ઓપન કરવાની સિસ્ટમ થોડી અલગ હોય છે. જ્યારે AstroFile મેનેજર સિસ્ટમ ફોનમાં એક આઇકોન આપીને માહિતીના ફોલ્ડરને ટ્રાન્સફર કરવા સરળ ઓપ્શન આપે છે. કદાચ એક સામાન્ય વ્યક્તિ જે નવો એન્ડ્રોઇડ ફોન ખરીદી લાવે તો તે પણ આ એપ્લિકેશન સિસ્ટમ સહેલાઈથી સમજી શકે છે. ફાઇલોને સહેલાઈથી કોપી કે ટ્રાન્સફર કરવા સિવાય ફાઇલની સાઇઝ તેમજ ફોર્મેટ પણ આ એપમાં વાંચી શકાય છે. આ એપ્લિકેશન જુદી જુદી ૧૧થી વધારે ભાષાને સપોર્ટ કરે છે. આ મોબાઇલ એપ્લિકેશન Root કરેલા ફોનમાં ફોનના સંપૂર્ણ બેકઅપ માટે ઉપયોગમાં લઈ શકાય છે. મોબાઇલ ફોનમાં કદાચ અમુક એપ્લિકેશનમાં ખામી ઉત્પન્ન થાય ત્યારે આ એપ ટાસ્ક ક્લીનરની ફરજ પણ બજાવે છે. ટાસ્ક ક્લીનરથી ફોનમાં જે તે એપ્લિકેશનને શોધીને તેને મોબાઇલ હેન્ગ કરતા રોકી શકાય છે. આ રીતે કોઈ એપ્લિકેશનને સ્ટોપ કરવા માટે ટાસ્ક ક્લીનરથી બસ એક જ બટન દબાવવાની જરૂર પડે છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન પર એક વાર શોધેલી ફાઇલને બીજી વાર અત્યંત ઝડપથી શોધી આપે છે. સામાન્ય રીતે આ એપ્લિકેશન મોબાઇલ ફોનની મેમરી સાઇઝ ૩૨ જીબીની હોય તોપણ આ સિસ્ટમ ફાઇલને ૧૫થી ૨૦ સેકન્ડમાં શોધી આપે છે.
નોંધઃ Root એટલે ફોનને ખરીદતી વખતે ફોનમાં અમુક સોફ્ટવેર સિસ્ટમ લોક કરીને આપવામાં આવે છે. આ રીતે લોક કરીને આપવાથી ફોનમાં જરૂરી માહિતી ડિલીટ થતી નથી, પણ આને લીધે ફોનમાં અમુક એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઉપયોગમાં લઈ શકાતી નથી, તેથી ઉપયોગકર્તા ફોન સોફ્ટવેરને અનલોક કરાવે છે. આ પ્રક્રિયાને Root કહેવામાં આવે છે. Root કરેલા ફોનમાં મોબાઇલ ફોનની ડિવાઇસ ફાઇલો પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ માટે જ્યારે પણ ફોનનું બેકઅપ લઈએ ત્યારે ફાઇલોની તકેદારી જરૂરી છે. આ સાથે જ ફોનમાં આ એપ ડાઉનલોડ કરતી વખતે જ નેટ જરૂરી હોય છે. જો ઉપયોગકર્તા પાસે ફોનમાં જીપીઆરએસ ન હોય તો ફક્ત ઇન્ટરનેટ પર ઉપયોગમાં લેવાતાં ક્લાઉડ સિસ્ટમનાં ફોલ્ડરને ઉપયોગમાં લઈ શકાતાં નથી, પણ એપ્લિકેશન સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય છે.  
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid