techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Saturday 19 July 2014

SoundHound ગીત-સંગીતના શોખીન લોકો માટે

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
કેટલીક વાર આપણને મ્યુઝિકલ ગીતોનું વ્યસન લાગતું હોય છે. કોઇક ગીત-સંગીતની એક-બે પંક્તિઓ સાંભળી હોય ત્યારબાદ એ ગાયન કે ટયુનની શોધનો આરંભ થાય છે. ગુજરાતી ગઝલ હોય કે પાશ્ચાત્ય રોક સોંગ હોય, ગીતોનું આકર્ષણ કેટલીક હદે અનેરું જ હોય છે. આવાં ગીતોની કે સંગીતની ચાતક પક્ષી જેવી તરસને તૃપ્ત કરવા માટે એક સંગીત અને ગીતોની પ્રીમિયમ એપ્લિકેશન આજકાલ ખ્યાતિ પામી છે. આ એપ એટલે SoundHound. સંગીત અને ગીતોના શોખીન લોકો માટેની પ્રીમિયમ એપ.


SoundHound એપ અનોખી એપ છે જે ગીતોને અથવા ગીતોના ગણગણાટને સાંભળીને નેટ પરથી માહિતી શોધી આપે છે. આ એપ એન્ટિ વાઇરસ સોફટવેરની જેમ કોઇ પણ સંગીત કે ગીતો અથવા મ્યુઝિકને શોધી આપે છે. આ સિવાય ગીતના શબ્દો લિરિક્સ કે કયા આલબમની ધૂન કે ગીત છે તે પણ શોધી શકાય છે. આ એપને અત્યાર સુધી ૨૦૦ મિલિયન પ્લસ લોકોએ ડાઉનલોડ અને પસંદ કરી છે. આ એપ એકદમ ઝડપથી ગીતોને શોધી શકે છે. ગીત કે સંગીતના વિવિધ રચનાકારથી લઇને શક્ય બધી માહિતી આ એપ પૂરી પાડે છે. આ એપને ૩૫૩,૨૯૬ ઉપયોગકર્તાઓએ ડાઉનલોડ કરી છે તેમજ આ એપને +૨૦૨૩૧૦ પ્લસ લોકોએ ગૂગલ પ્લસ પર લાઇક કરી છે. ૩૫૩,૨૯૬ ઉપયોગકર્તામાંથી ૨૩૧૫૨૫ ઉપયોગકર્તાઓએ એપને ૫ સ્ટાર રેટિંગ આપ્યું છે. તાજેતરનું એપ રેટિંગ ટોટલ ૪.૪ છે. આ એપનું લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝન ૬ જૂન, ૨૦૧૪ના રોજ અપડેટ થયેલું છે. આ અપડેટમાં એપમાં અગાઉ રહી ગયેલી નુકસાની-ભૂલોને પણ વિવિધ ઉપયોગકર્તાના સર્વે મુજબ સુધારી લેવામાં આવી છે.આ એપની ઓફિશિયલ સાઇટ મુજબ આ એપ વિન્ડોઝ ૮ અને બ્લેકબેરી ફોનને અને એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરે છે.આ એપના ઇન્સ્ટોલેશન માટે એપ જુદાજુદા ફોન મુજબ મેમરી સ્પેસ રોકે છે. આ એપ ફોનના અલગ અલગ મોડલને સપોર્ટ કરે છે.આ એપને ડાઉનલોડ કરવા માટે લિન્ક આ મુજબ છે. https://play.google.com/store/apps/details?id=com.melodis.midomiMusicIdentifier.freemium
ઉપયોગ અને ફંક્શન
આ એપને એપની ઉપર બતાવેલ ઓફિશિયલ સાઇટ મુજબ અને ફોન મોડલ પ્રમાણે ઇન્સ્ટોલ કરી શકાય છે. ત્યારબાદ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપના ફંક્શનને એક્સેસ કરવા બસ એક બટન જ પ્રેસ કરવાનું રહે છે. ત્યારબાદ અવાજ રેકોર્ડ કરતા હોય એ રીતે જેે તે ગીત કે સંગીતની ડિવાઇસ આગળ ફોનને ધરતા ફોનના રિસિવરમાંથી અવાજને આ એપનો રોબોટ ઇન્ટરનેટ પર શોધી કાઢે છે. ત્યારબાદ શક્ય તેટલી ઝડપથી એ ગીત તમારા ફોન પર માહિતી સાથે સાંભળી શકાય છે. ગીતની માહિતીને ફોન સ્ક્રીન પર વાંચી શકાય છે. આ સિવાય નાનાં મોટાં અનેક ફંક્શનનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.https://www.youtube.com/user/soundhound પર જઇને એપના ઉપયોગ વિશે વીડિયો દ્વારા માહિતી મેળવી શકાય. આ એપની સરખામણી shazam android એપ સાથે કરવામાં આવે છે પણ shazam android કરતાં આ SoundHound એપ ૯૫ ટકા વધારે ઝડપી એક્સેસ આપે છે. એપ વડે સર્ચ કરીને ગીતને ખરીદી શકાય કે તે ગીતકાર દ્વારા ગીતને કે આલબમને લગતી માહિતી પણ મેળવી શકાય છે. આ સિવાય જો ગીતોના શબ્દો યાદ હોય તો ગીતોને ગણગણીને એપના રેકોર્ડર દ્વારા શોધી શકાય છે. આ એપના ઉપયોગ માટે ફોનમાં ઈન્ટરનેટ હોવુું જરૂરી છે. આ એપને ઉપયોગમાં લેવા અમુક પ્રીમિયમ રકમ ભરવી પડે છે.                    

0 comments:

Post a Comment

Get Paid