techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Saturday 19 July 2014

Pinterest App ઇનોવેટિવ આઇડિયા શેરિંગ

કોઈ પણ બાબત જેવી કે વ્યવસાય કે કાર્યમાં હંમેશાં બીજા કરતાં અલગ વિચારશ્રેણીસભર યુક્તિ ઉપયોગી થતી હોય છે. સામાન્ય ભાષામાં આ રીતે વિચારતા લોકોને ઇનોવેટિવ વિચારશ્રેણીના લોકો કહેવામાં આવે છે. આ રીતે ઇનોવેટિવ વિચારશ્રેણીને પ્રોત્સાહન આપતી એપ બજારમાં લોકપ્રિય થઈ રહી છે.

પિન્ટરેસ્ટ એ એક વિઝ્યુઅલ ડાયરેક્ટરી બેઝ્ડ એપ્લિકેશન છે. આ એપ એક આઇડિયા શેરિંગ એપ્લિકેશન છે. આ એપની ઓફિશિયલ સાઇટને BenSilbermann, Paul Sciarra અને Evan Sharpyuબનાવી છે. આ એપ એ આઇડિયા શેરિંગ ફોન એપ્લિકેશન પિન્ટરેસ્ટ ઓફિશિયલ સાઇટનું જ આગવું સ્વરૂપ છે. ૫૯૭, ૨૨૩ પ્લસ લોકોએે આ એપને ૫ સ્ટાર રેટિંગ આપ્યું છે. આ એપને ૩ જૂન, ૨૦૧૪ના દિવસે અપડેટ કરવામાં આવી છે. આ એપ્લિકેશનની સાઇઝ ડિવાઇસ અને ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન પ્રમાણે જુદી જુદી પડે છે. ૨૦૬૭૬૭ પ્લસ લોકો આ એપનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. એન્ડ્રોઇડ એપને એન્ડ્રોઇડ સ્ટોર પર ૪.૭ રેટિંગ આપવામાં આવ્યું છે. આ એપને એન્ડ્રોઇડ સ્ટોર પરથી https://play.google.com/store /apps/details?id=com.pinterest લિન્ક કરીને ડાઉનલોડ કરી શકાય છે.
આ એપ કેવી રીતે ફંક્શન કરે છે?
 આ એપને ઇન્સ્ટોલ કરીને ઉપયોગમાં લેવી સરળ છે. એક વાર ઇન્સ્ટોલ કરીને બસ એપને રન કરવા માટે ઈ-મેઇલ આઇડીથી રજિસ્ટર કરવું પડે છે. આ સિવાય આ એપને કેટલીક હદે ફ્લિપબોર્ડ એપ સાથે સરખાવી શકાય છે, જે ફ્લિપબોર્ડ એપ પર આવતા ટાઇલ્સ સ્વરૂપના પોસ્ટની લગભગ સમાંતર આ એપની ડિઝાઇન છે. એપ સેટિંગ્સ પણ આ ફ્લિપબોર્ડ એપ પ્રમાણે કે વિન્ડોઝ ટાઇલ પ્રમાણે હોવાથી ઉપયોગ સહેલો પડે છે. આ એપનો ઉપયોગ કરવા માટે ફોનમાં જી.પી.આર.એસ. સુવિધા હોય તે જરૂરી છે. નવી અપડેટ પ્રમાણે ૨૫ બિલિયન પ્લસ જેટલી પિન પોસ્ટ આ સોશિયલ સાઇટ પર આવેલ છે. પોતાના શોખને લગતા ઓપ્શન સિવાય આ એપમાં અન્ય સોશિયલ સાઇટના મિત્રોને આવકારવા ઇનવાઇટ કરવાના ઓપ્શન આપેલા હોય છે. આ ફેસબુક, ટ્વિટરમિત્રોને પોતાના શોખ વર્તુળ પ્રમાણે પિન્ટરેસ્ટ પર ગોઠવીને ચર્ચા કરવાનંુ ઓપ્શન પણ આનંદ આપે છે. ગૂગલ બિઝનેસ પેજની જેમ આ એપની સાઇટ પણ કોર્પોરેટ જૂથને પોતાની બ્રાન્ડ પ્રોડક્ટ ઇનોવેટિવ રીતે એપ-સાઇટ પેજ આપે છે. અહીંયાં સરખા શોખ વર્તુળ પ્રમાણે મિત્રોને શોધીને ઉમેરી શકાય છે.
ઉપયોગ 
આ એપમાં વિવિધ લોકો પાતાની અલગ અલગ પ્રકારની હોબી કલેક્શનના ફોટો અને પોતાની યાદો શબ્દો સ્વરૂપે મૂકે છે. લોકો પોતાના વિચાર-વિમર્શ સાથે પ્રવાસ અને રોજિંદા જીવનમાં થયેલા અનુભવોને પિન્ટરેસ્ટમાં કંડારતા હોય છે. ફેસબુકની પોસ્ટની જેમ પોસ્ટ કરેલા વિચાર કે યુક્તિઓને પિન્ટરેસ્ટમાં પિન તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વાર કેટલાક રસપ્રદ વિચાર કે યુક્તિઓ, કોઈક લેખકના લેખ, કવિતાઓ વગેરે પિન્ટરેસ્ટમાં વાંચી શકાતા હોય છે માટે ચોક્કસ હોબી કોન્સેપ્ટને કારણે પિન્ટરેસ્ટ હોબી સોશિયલ નેટવર્ક તરીકે ઉપસી આવ્યું છે. સામાન્ય ભાષામાં ક્રિએટિવ આઇડિયા તરીકે ઉપયોગકર્તાને પ્રોત્સાહન મેળવવા આ એપ ઉપયોગી છે. પોતાની કારની ડિઝાઇન ચેઇન્જ કરવાથી લઈને ઘરની સજાવટ માટે વિવિધ યુક્તિ આ એપ પૂરી પાડે છે. આ સિવાય ઇન્ટીરિયર ડેકોરેશનના પ્રોજેક્ટ માટે પણ આ એપ ઉપયોગી છે. સારાં પ્રવાસસ્થાનો માટે કે રોડટ્રીપ પ્લાન કરવો હોય ત્યારે આ એપ અત્યંત ઉપયોગી છે. વિદેશમાં લોકો શરીર પર બનાવવામાં આવતા ટેટુ કે હાસ્યાસ્પદ સુવાક્યોને શેર કરતા હોય છે. લગ્નનો અવનવો સામાન હોય કે આધુનિક મશીન વગેરે વિશે માહિતીપ્રદ પિન આ સોશિયલ સાઇટ પર મળે છે. આ સિવાય ગણિતના દાખલાથી લઈને સાઇન્ટિફિક ફોર્મ્યૂલા અને ખાવાનાં ભોજન સુધીની પિન આ સોશિયલ સાઇટ પર મળે છે. દરેક વ્યક્તિને કશુંક નવું શીખવાની જરૂરને લીધે આ સોશિયલ સાઇટની શોધ થઈ હતી.     

0 comments:

Post a Comment

Get Paid