techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Saturday 19 July 2014

Buffer : સોશિયલ મિડીયામાં ઓટોમેટિક પોસ્ટ અપડેટ

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
સામાન્ય રીતે સોશિયલ નેટવર્કમાં એક્ટિવ રહેવું આજે સ્ટેટસ બની ગયું છે. જો કોઈ વ્યક્તિને સોશિયલ સાઇટ પર સ્ટેટસ અપડેટ કરતા ન આવડતું હોય તો યુવાનોમાં તે ક્યારેક હાંસીપાત્ર બનતી હોય છે. દરેક સમયે સોશિયલ સાઇટ પર અપડેટ કરવું કેટલીક વાર કષ્ટદાયક પણ બની જતું હોય છે પણ વિચારો કે બધી સોશિયલ પોસ્ટ ઓટોમેેટિક થઇ જાય તો કેટલું સરસ લાગે. આ સિવાય ઘણી બધી એપ આજે સોશિયલ ફેસબુક, ટ્વિટ્ર પોસ્ટને ટાઇમ પ્રમાણે પોસ્ટ કરતી હોય છે. Flipboard, Zite, Taptu, TweetDeck, Evernote, Pocket, Instapaper, Pulse, Feedly, UberSocial, Plume, Seesmic, Google Currents and other Google Reader app, Twitter analytics, Facebook analytics & LinkedIn stats આ બધી જ ઉપર જણાવેલ એપને આવરીને એક એપ્લિકેશનમાં ઉપયોગમાં લઇ શકાય છે. આ એપ એટલે કે Buffer Android Phone છૅૅ.

૮,૮૮૭ પ્લસ લોકોએ આ એપને ૪.૩ રેટિંગ આપેલ છે. ૫૪૨૧ પ્લસ લોકો આ એન્ડ્રોઇડ એપને ડાઉનલોડ કરવાની સલાહ આપે છે. આ એપને ૯ જુલાઈ, ૨૦૧૪ના રોજ અપડેટ કરવામાં આવી છે. સામાન્ય રીતે એક કરતાં વધારે એપને સાથે એક્સેસ કરવી ઘણી વખત સમય વેડફવા જેવી વાત થઇ જતી હોય છે. આ સિવાય ફોનમાં એક કરતાં વધારે એપ ઇન્સ્ટોલ કરતા ફોનની મેમરી રોકાઇ રહે છે. જો કોઈ એપ ઉપરની બધી એપને ભેગી કરીને વધારે સવલત કે ઓપ્શન આપતી હોય તો તે ટેક્નોલોજીની રીતે વધારે ઉપયોગી છે. સામાન્ય રીતે Buffer એટલે એવું માધ્યમ જે કોઈ અપ્રમાણસર બાબત, વસ્તુ કે ઊર્જાની સરખી રીતે પ્રમાણસર ગોઠવણી કરે, માટે જ આ એપ નામને સાર્થક કરતી હોય તેવું સાબિત થાય છે. આ એપ ૨.૨ એન્ડ્રોઇડથી ઉપરના વર્ઝનને સપોર્ટ કરે છે. આ એપનું કરન્ટ વર્ઝન ૩.૩.૬.૧ છે.

0 comments:

Post a Comment

Get Paid