techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Saturday 19 July 2014

Ginger Page & Grammar Keyboard પ્રોફેશનલ વ્યક્તિઓની ભાષા-વ્યાકરણ સુધારણા માટેની proof reader એપ્લિકેશન

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
સામાન્ય રીતે ફોનનો ઉપયોગ થોડા સમય પહેલાં સુધી ફક્ત કોલ કરવા કે ઉપાડવા થતો હતો. ટેક્નોલોજીનો સમય બદલાતાં હવે લોકો એસએમએસની જગ્યાએ વોટ્સ એપ કે ઈ-મેઇલ કરતા થયા છે. આ સાથે એક નવી સ્થિતિનંુ પણ સર્જન થયું છે. આ સ્થિતિ છે ભાષાને સમજીને લખવાના ઉમદા જ્ઞાાનની ઊણપ. કોઈ પણ વ્યક્તિ માટે ભાષા અગત્યતા ધરાવે છે. કેટલીક વાર ખોટું વ્યાકરણ લખવાથી અર્થનો અનર્થ થઈ જતો હોય છે. પ્રોફેશનલ વ્યક્તિઓની આવી મુશ્કેલ સ્થિતિને સુધારવાના પ્રયાસ તરીકે નવી એપ બજારમાં આવી છે. આ એપ ફોનમાં અંંગ્રેજી ભાષાના વ્યાકરણને સુધારવાનું કાર્ય કરે છે. આ ઇન્ટેલિજન્ટ એપ દ્વારા ફોનમાં કોઈ પણ અંંગ્રેજી વાક્યને આપમેળે સુધારી શકાય છે. આ સિવાય અન્ય એપ સપોર્ટેડ ભાષાને પણ ઉપયોગમાં લઈ શકાય છે.


 +૮૮૦૧ લોકો આ એપને ગૂગલ પ્લસ પર લાઇક કરે છે. આ સિવાય ૧૩૭૨૦ લોકોએ આ એપને ૪.૩ પોઇન્ટ રેટિંગ આપ્યું છે. ૨.૩.૩થી ઉપરની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર આ એપ સારી રીતે કાર્ય કરે છે. તેમજ ફોનમાં આ એપ ઇન્સ્ટોલેશન ૨૩ એમ.બી. જેટલી મેમરી સ્પેસ રોકે છે. વિવિધ માનીતી ટેક્નોલોજી કંપનીઓએ આ એપને ટેસ્ટ કરીને પાસ કરેલી છે. આ એપનો અભ્યાસ કરનારી કંપનીનું મંતવ્ય આ મુજબ છે. Techcrunch – Ginger "allows users to send better, less embarrassing texts and higher quality writing."
એપને ગૂગલ પરથી ડાઉનલોડ કરવા લિન્ક આ મુજબ છે. https://play.google.com/store/apps/details?id=com.gingersoftware.android.keyboard&hl=en
 જિન્જર એપ વ્યાકરણ માટેની એપ છે, જે લેખનકર્તાને પોતાનું લખાણ લખી લીધા બાદ વિવિધ ઓપ્શન દ્વારા માહિતી અને રેફરન્સ દ્વારા વ્યાકરણને સુધારવા મદદ કરે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ એપ ઘણી ઉપયોગી છે. આ સિવાય વ્યાવસાયિક કાર્યમાં પણ આ એપ વરદાન જેવી સાબિત થાય છે. આ એપમાં જુદીજુદી ભાષાના વ્યાકરણ માટે વ્યાકરણ અને ભાષા સુધારણા, સમાનાર્થી શબ્દ સુધારણા, વ્યાખ્યાઓ, શબ્દોની ગોઠવણીની સુધારણા વગેરેના વ્યાકરણ ઓપ્શન આપેલા છે.
ઉપયોગ
ફોનમાં ગૂગલ દ્વારા સર્ચ કરીને એપને ઇન્સ્ટોલ કરતા વિવિધ કી-બોર્ડ સિલેક્શન આપવામાં આવે છે. સ્વાઇપની જેમ ટચ સ્ક્રીન ફોનમાં અલગ રીતનું કી-બોર્ડ ઉપસી આવે છે. આ એપમાં કી-બોર્ડ તરીકે અનેક ભાષાનો સમાવેશ કર્યો છે. કેટલીક વાર ભાષાના શબ્દો ફોનેટિક્સ દ્વારા ઓળખાય છે. આવા શબ્દોને કેટલીક વાર તેના ચોક્કસ ઉચ્ચારથી જ વ્યાકરણમાં શીખી શકાતા હોવાથી આ એપમાં ટેક્સ ટુ સ્પીચ દ્વારા તેને સમજી શકાય. વર્ડ પ્રેડિક્શન ઓપ્શન દ્વારા ૨૫થી વધારે ભાષા ટાઇપ કરતાં ઓટોમેટિક રીતે ફોનમાં સંલગ્ન શબ્દો ઓપ્શનમાં આવતા હોય છે, જેથી કદાચ અડધો સ્પેલિંગ ટાઇપ કર્યો હોય તે સમયે જ વિવિધ જોડણી સાથેના શબ્દોના લિસ્ટમાંથી સિલેક્ટેડ સાચો શબ્દ મૂકી શકાય છે. આ એપ વ્યાકરણ સુધારવાની સાથે ૪૦ વિવિધ ભાષામાં શબ્દોને ભાષાંતર કરી આપે છે. ફોનમાં આવતા એસએમએસ ટેમપ્લેટની જેમ વારે ઘડીયે ઉપયોગમાં આવતા આર્િટકલને ફેવરેટ તરીકે સેવ કરી શકાય છે. શબ્દકોશમાંથી જરૂરી શબ્દો લઈને ઉપયોગ કરી શકાય છે. ટેક્સ રીડર દ્વારા માનવીના જ અવાજમાં ટેક્સ સિલેક્ટ કરીને સાંભળી શકાય છે. સોશિયલ એપ પર પણ આ એપ કાર્ય કરતી હોવાથી જરૂરી શબ્દો કે લખાણને સહેલાઈથી શેર કરી શકાય છે. વિવિધ સુવાક્યો સિવાયની ટિપ્સના ઓપ્શન દ્વારા સારી એવી ઉપયોગી માહિતી મળતી હોય છે. આ એપને ઇન્સ્ટોલ કે ઉપયોગ કરવા જી.પી.આર.એસ ઇન્ટરનેટ ઓન હોવું જરૂરી છે. વધારે માહિતી માટે-સપોર્ટ માટેhttp://www.gingersoftware.com/ વેબસાઇટ જોઈ શકાશે.                   

0 comments:

Post a Comment

Get Paid