techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Tuesday 15 October 2013

ફોનમાં અંગત માહિતીને સાચવતી એપ્લિકેશન

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ

સમયમાં થતા ફેરફાર સાથે ઘણી વસ્તુઓ બદલાઈ જાય છે. ફોનની શોધ થઈ ત્યારબાદ શરૂઆતના સમયમાં દરેક ઘરે વાયરલાઈન ફોન હતા. હવે આ જ ફોનનું આધુનિક સ્વરૂપ મોબાઈલ ફોન એક મિત્રની જેમ હંમેશાં સાથે હોય છે. નવો ફોન લાવો એટલે મિત્રો ચોક્કસ પૂછવાના કઈ કંપનીનો ફોન છે? મોડલ નંબર કયો છે? વગેરે વગેરે. અગત્યનો મુદ્દો જ એ જગ્યાએ આવે છે કે ધ્યાનમાં હોય અને કોઈ ફોન જોવા માંગે ત્યારે કેટલીક વાર નાછૂટકે ફોન આપવો પડે છે. પણ ધર્મસંકટ ત્યારે થાય કે ફોનમાં અંગત એસ.એમ.એસ, વોટ્સ એપના મેસેજ, Photo કે અમુક વ્યક્તિનો contcat નંબર કે બેંકના ATMપાસવર્ડ ફોન નોટ્સમાં સેવ કરેલા હોય. આવા સમયે પ્રાઈવેટ બાબતો અજાણતા ફોન ફંફોસતા ખબર પડી જતી હોય છે. આમ જ ઘણી વખતે ટેબ કે ફોનમાં ગેમ રમવા બાળકો જીદ કરે છે. સામાન્ય રીતે બાળક દ્વારા ફોન કે ટેબમાં જીપીઆરએસ ઓન હોય તો અલગ અલગ બટનો દબાવતા ગમે તે ઈન્ટરનેટ પર સર્ચ થઈ જતું હોય છે જે ઘણી વાર દુર્ઘટના જેવું બની જાય છે. કેટલાક વાચકમિત્રોએ તો એ પણ કહ્યું કે ફોન કે ટેબમાં ટીવી ચેનલ પર આવતાParenting lock જેવું લોક હોય તો કેટલું સારું. બસ, આવા જ કોઈક કારણથી PrivacyMaster - Free AppLock એપ્લિકેશનની શોધ થઈ છે.

કઈ રીતે ડાઉનલોડ કરી શકાય છે?
ફોનના જીપીઆરએસ ઈન્ટરનેટ દ્વારા GooglePlay પર એન્ડ્રોઇડ એપ સર્ચમાં જઈને Privacy Master સર્ચ કરતાં સહેલાઈથી આ એપ્લિકેશન ફોનમાં ઈન્સ્ટોલ કરી શકાય છે. આ એપ્લિકેશન ૨.૩ અને તે પછીના એન્ડ્રોઈડ ફોનને સપોર્ટ કરે છે. જો આ ફોન એપ ડાઉનલોડ કરો તો અને એન્ડ્રોઇડ વર્ઝન જૂનું હોય તો પણ નિરાશ થવાની જરૂર નથી. આ ફોન એપ જેવી જ અન્ય એપ બજારમાં છે જેનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે, Privacy Manager (LITE and Premium), App Lock, Applock Master App Defender, Hide it Pro વગેરે.
કઈ રીતે ઉપયોગ કરી શકાય?
ફોનમાં આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરીને ફોનમાં અન્ય એપ્લિકેશન પર પાસવર્ડ મૂકી શકાય છે. ફોનમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ કરીને વોટ્સ એપથી લઈને કોન્ટેક્ટ નંબર, ફોટો ગેલેરી, ઈન્ટરનલ મેમરીને પણ લોક કરી શકાય છે. ફોનમાં આવતી ગેમ, એસ.એમ.એસ ઈ-મેઇલને પણ લોક કરી શકાય છે. જે રીતે કોઈક વાહન ચોરી કરવા પ્રયત્ન કરે અને એલાર્મ જોરજોરથી વાગવા લાગે તેમ આ એપમાં વોઈસ એલાર્મ મૂકી શકાય છે. જેથી કોઈ વ્યક્તિ ૨ કે ૩ વાર કોઈ લોક એપ્લિકેશન ઓપન કરવા પ્રયત્ન કરે તો એલાર્મ વાગે છે. આ એપ ફોનને બંધ થયા પછી પણ ઓટોમેટિક રીતે લોક કરે છે. તે માટે જરૂર સેટિંગ ફોન એપના આઈકોન પર ક્લિક કરીને મેળવી શકાય છે. ઘણા લોકો ફોનમાં ટાસ્ક મેનેજર એપ નાખીને ફોનના લોકને તોડી નાખતા હોય છે. જે આ એપ દ્વારા શક્ય નથી. સિક્યોરિટી પ્રશ્નો મૂકીને ફોન એપને પાસવર્ડ પ્રોટેક્શનમાં મૂકી શકાય છે. આ એપનું Widget એટલે કે ઓપ્શન ફોનના પ્રથમ સ્ક્રીન પર મૂકી શકાય છે. આમ ફોન એકદમ સિક્યોર રહે છે. ફોનમાં ઘણા લોકો બેંકિંગ એપ રાખતા હોય છે તે એપ્લિકેશનને પણ આ એપ દ્વારા સિક્યોર કરી શકાય છે. ફોનમાં ફોન રેકોર્ડિંગ મૂક્યું હોય કે બેંકની વિગતો નોટ્સમાં સેવ કરી હોય તે સલામત રહે છે.
આ એપ તદ્દન મફત આવે છે જ્યારે આના જેવી બીજી બધી એપ્લિકેશન મફત આવતી નથી. આ એપ મફત આવતી હોવાથી ફક્ત જીપીઆરએસ ઓન હોય તો જાહેરાત આવતી હોય છે, જે આ એપનું પ્રીમિયમ વર્ઝન ખરીદતા બંધ થઈ જાય છે. ફોનને સાચવનારી આ એપ ગૂગલ પર ૪.૩ પોઈન્ટ સાથે આગળ વધી રહી છે. આ એપ્લિકેશન થોડા સમય પહેલાં જ બજારમાં આવી છે અને યુવાનોમાં લોકપ્રિય છે. આ એપ સાથે ફક્ત પાસવર્ડ અન્યને શેર ન કરવાની તકેદારી રાખવાની હોય છે. બાકી બધી રીતે આ એપ્લિકેશન પ્રાઇવસી પ્રોટેક્શન પૂરું પાડે છે.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid