techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 2 April 2014

SKIFTA ક્લાઉડ અને રિમોટ કનેક્શન સાથેની હાઈફાઈ એપ્લિકેશન

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
 
આધુનિક સમય સાથે ફોન બજારમાં વિવિધ ફોન એપ્લિકેશનનો રાફડો ફાટયો છે. આ સમયમાં અમુક એપ્લિકેશન ફોનને વધારે ઉપયોગી સાધનમાં રૂપાંતરિત કરતી જાય છે. આ જ રીતે Skifta Application નામની એક નવી એપ્લિકેશનની ડેવલપ થઈ છે. આ એપ્લિકેશન તેનાં મીડિયાને ક્લાઉડ સ્ટોર અને શેર કરવાની સિસ્ટમને લીધે ઉપયોગી સાબિત થઈ રહી છે. Skifta Application વિષે વધારે માહિતી જાણીએ. 

કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?
Skifta Application એ DLNA સર્ટિફિકેટ ધરાવતી એપ છે જે ગૂગલ સ્ટોર કે એપ્લિકેશન સ્ટોર પર આવેલી એપ્લિકેશન છે, તેને સહેલાઈથી શોધીને ડાઉનલોડ કરી શકાય છે. અહીંયાં નોંધ લેશો કે Digital Living Network Alliance (DLNA)નો અર્થ એ પ્રકારની સિસ્ટમ છે જેના દ્વારા WIFI કનેક્શન હોય ત્યારે સહેલાઈથી સ્માર્ટ ફોનમાં આવેલી માહિતીને WIFI સાથે સ્માર્ટ ટીવી કે ટેબ જેવી અન્ય ડિવાઇસમાં વગર કોઈ પણ વાયર કનેક્શને ઉપયોગમાં લઈ શકાય છે. Upnp client એટલે કે જે તે ડિવાઇસમાં યુનિવર્સલ પ્લગ અને પ્લેનો લોગો આપવામાં આવે છે. આ પ્રકારના લોગો સાથેની ડિવાઇસને પોતાના સેલ ફોન સાથે WIFI સાથે જોડી ગીતો કે વીડિયો પ્લે કરી શકાય છે, માટે ડાઉનલોડ એપ્લિકેશન WIFI કે Bluetooth એનેબલ્ડ ફોનમાં ઇન્સ્ટોલ જ કરવી જરૂરી છે.

કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય?
Skifta ફ્રી એપ્લિકેશન ઉપયોગકર્તાના ફોનને મીડિયા પ્લેયર સિવાય Upnp or DLNA enabled device માટે રિમોટ કંટ્રોલ જેવું કાર્ય કરે છે. સેલ ફોનમાંથી વાયરલેસ કનેક્શન (WIFI કે Bluetooth) દ્વારા જે તે ડિવાઇસને પેરિંગ (કનેક્ટ) કરવાનું હોય છે. ત્યારબાદ બ્રાઉઝર ઓપ્શન દ્વારા મીડિયા ફાઇલોને સ્માર્ટ ટીવી પર રન કરી શકાય છે. કોઈ પણ ઉપયોગકર્તા આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને પોતાના કમ્પ્યૂટરમાં રહેલાં ગીતો કે વીડિયોને વાયરલેસ કનેક્શન ધરાવતા ફોનમાં ઉપયોગમાં લઈ શકે છે. આ રીતે ફોનમાં કમ્પ્યૂટરનાં મીડિયાનો ઉપયોગ કરવા જીપીઆરએસ ઓન કરીને Skifta એપ્લિકેશન પર રજિસ્ટર કરવાનું રહે છે. આ એપ્લિકેશનનાં સેટિંગ્સ અને એપ્લિકેશન ઇન્સ્ટોલેશન માટે જરૂરી વીડિયો યુ ટયૂબ પર પણ જોઈ શકાય છે.

ફ્રી એપ્લિકેશનની ખાસિયતો
આ એપ્લિકેશન DLNA Certified (R) software app છે. તેમજ આ એપ્લિકેશનના ઉપયોગ દ્વારા વાયર કે એક્સ્ટ્રા ચાર્જ આપ્યા વગર ટીવી કે કમ્પ્યૂટર મીડિયા માહિતીને WIFI દ્વારા પોતાના ફોનમાં મેળવી શકાય છે તેમજ ફોનની માહિતીને સ્માર્ટ ટીવી કે ડિવાઇસમાં પ્લે કરી શકાય છે. આનો ફાયદો એ કે ફોનને ડેટા કેબલ લગાવીને ઉપયોગમાં લેતાં કેટલીક વાર ફોન બેટરી ચાર્જ કરે છે અને વધારે ચાર્જ થતાં ફોનની બેટરી ફૂલીને ખરાબ થઈ જાય છે. આ પ્રમાણે WIFI એનેબલ્ડ ફોનમાં આ એપનો ઉપયોગ કરતી વખતે થતું નથી. ફોનમાં આવેલાં વીડિયોને, ગીતોને કે આખી ફિલ્મને ટીવી પર જોઈ શકાય છે. આ માટે ડીવીડી કે વીસીઆર પ્લેયરની જરૂર નથી. સ્માર્ટ ફોનમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલાં બોલિવૂડ મૂવિ કે ગીતોને સીધાં જ લાર્જ સ્ક્રીન ધરાવતાં સ્માર્ટ ટીવી પર જોઈ શકાય છે. આ સિવાય ગેમિંગ બોક્સ કે Upnpclient, DLNA ધરાવતી ડિજિટલ ડિવાઇસમાં ટીવી, મ્યુઝિક સિસ્ટમ, ટેબ જેવી ડિવાઇસ WIFI કનેક્ટ કરીને મીડિયા સ્ટ્રિમિંગનો આનંદ લઈ શકાય છે. આ એપ્લિકેશન Qualcomm,Atheros ડેવલપર કંપનીએ બનાવી છે.

નોંધ :-
આ એપ્લિકેશન WIFI દ્વારા નજીકના WIFI ધરાવતા દરેક ડિવાઇસને કનેક્ટ કરે છે ત્યારે જીપીઆરએસની જરૂર પડતી નથી, પણ જ્યારે ક્લાઉડ સિસ્ટમથી કનેક્ટ કરવા જીપીઆરએસ કનેક્ટ કરીને અત્યંત દૂરના કમ્પ્યૂટરને પણ કનેક્ટ કરી શકાય છે. વાઇફાઇ ડિવાઇસ લેટેસ્ટ ટેક્નોલોજીમાં હોય તો એપને સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે.        

smithsolace@hotmail.com

 

0 comments:

Post a Comment

Get Paid