techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Friday 5 September 2014

નોવા લોન્ચર એપ

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ

દરરોજ બદલાતી ટેક્નોલોજીના યુગમાં કેટલીક વાર નવા ખરીદેલા ફોન સિસ્ટમ પણ જૂના થઇ જાય છે. કેટલાક ક્રિએટિવ લોકો ફોનની એક જ પ્રકારની સિસ્ટમથી કંટાળીને ફોનને અમુક ટૂંકી મુદતના સમયમાં બદલી નાખતા હોય છે. સિસ્ટમમાં આ પ્રકારની મૂંઝવણને દૂર કરવા માટે હાલમાં નવા પ્રકારની એપ બજારમાં અપડેટ થઇ છે. આ એપનું નામ છે નોવા લોન્ચર એપ.આ એપ એન્ડ્રોઇડ ૪.૦૦ વર્ઝન સિસ્ટમથી ઉપરના દરેક એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરે છે. આ સિવાય બજારમાં ગો લોન્ચર એક્સ અને સ્માર્ટ લોન્ચર આવેલાં છે પણ એ લોન્ચર એપને ૨.૦ એન્ડ્રોઇડ સિસ્ટમથી નીચેના ફોનને ધ્યાનમાં રાખી બનાવેલા છે. જ્યારે ફંક્શન, થીમ અનેે ઉપયોગની દૃષ્ટિએ પણ નોવા લોન્ચર એપ એડવાન્સ છે.
નોવા લોન્ચર એપનાં બે જુદાંજુદાં વર્ઝન બજારમાં આવેલાં છે. એક નોવા લોન્ચર પ્રાઇમ અને બીજી છે ફક્ત નોવા લોન્ચર. આ બન્ને એપમાં નોવા લોન્ચર એપ પ્રાઇમ એ પ્રીમિયમ એપ છે. આ પ્રીમિયમ એપમાં ફક્ત અમુક ફંક્શનનો જ ફેર છે. પ્રીમિયમ એપ માટે અમુક ચોક્કસ રકમ ચૂકવીને વધારાનાં ફંક્શન ઉપયોગમાં લઇ શકાય છે. જ્યારે નોવા લોન્ચર એ ફ્રી એપ છે તેમજ સહેલાઈથી ઉપયોગમાં લઇ શકાય છે. આ એપને ડાઉનલોડ કરવાની લીન્ક આ મુજબ છે.https://play.google.com/store/apps/details?id=com.teslacoilsw.launcher
નોવા લોન્ચર એપને TeslaCoil Software એપ ડેવલપર કંપનીએ બનાવી છે. આ એપ ૨૯૬,૫૫૬ ઉપયોગકર્તા લોકોએ ૪.૬ રેટિંગ એન્ડ્રોઇડ માર્કેટમાં આપેલું છે. +૧૩૫૩૨૨ ઉપયોગકર્તા લોકોઆ એપને ગૂગલ પ્લસ એપ પર ફોલો કરે છે. આ એપનું કરન્ટ વર્ઝન ૩.૦.૨ છે. આ સિવાય એપ ૪.૨ એમ.બી જેટલી મેમરી સ્પેસ રોકે છે. યુ-ટયૂબ પર આ એપને ઉપયોગ કરવા માટેના વિવિધ માહિતીપ્રદ વીડિયો આપેલા છે. તેમજ વિવિધ મેગેઝિન અને ઓનલાઇન સાઇટ દ્વારા પણ આ એપને અલગઅલગ રીતે ચકાસવામાં આવી છે.
ઉપયોગ - ફંક્શન્સ
આ એપ વિવિધ થીમ, આઇકોન ડિઝાઇન, એનિમેશન, યુઝર સ્ક્રીન કલર, સ્ક્રોલ એનિમેશન, કન્ટ્રોલ વગેરેને કસ્ટમાઇઝ કરે છે. એટલે કે સામાન્ય રીતે કોઇક નવો ફોન ખરીદીને ઉપયોગમાં લઇ રહ્યા હોય તેવું અનુભવાય છે. આ એપને ઇન્સ્ટોલ કર્યા પછી ફોનમાં એપને લોન્ચ કરવી પડે છે. ફોનમાં ડાબી સાઇડ આપવામાં આવેલી પ્રથમ સ્વિચને એક્સેસ કરીને આ એપને લોન્ચ કરી શકાય છે. ત્યારબાદ એપના ઓપ્શનમાં જઇને વિવિધ થીમ, આઇકોન ડિઝાઇન, એનિમેશન, યુઝર સ્ક્રીન કલર, સ્ક્રોલ એનિમેશન,કન્ટ્રોલ વગેરેને સેટ કરી શકાય છે. સામાન્ય રીતે થીમ એટલે સ્ક્રીનના રંગો, યુઝર ઇન્ટરફેસ ડિઝાઇન, આઇકોન થીમ, વિવિધ વીડજેટ એપનો સમન્વય, જ્યારે પણ ફોનમાં થીમ એપ્લાય કરવામાં આવે ત્યારે ફોનની સ્ક્રીન પર ફેરફાર જોઇ શકાય છે. થીમ પ્રમાણે Subgrid positioning, App Drawer, Infinite scroll Effect, Scrollable Dock effect, Widgets in dock, Import Layout effect સ્ક્રીન પર સ્પીડ સાથે આટલા ઓપ્શન ચેન્જ થઈ જાય છે. આ ઓપ્શનને સમજવા માટે ઓપ્શનને એક્ટિવ કરીને ઇફેક્ટને ચેક કરવાથી ચોક્કસ ઉપયોગ સહેલાઈથી સમજી શકાય છે. http://novalauncher.com/ આ એપની ઓફિશિયલ વેબસાઇટ પરથી વધારાના પ્રીમિયમ ઓપ્શનનો ઉપયોગ સહેલાઈથી સમજી શકાય છે. આ એપને ઇન્સ્ટોલ કરતી વખતે જી.પી.આર.એસની જરૃર પડે છે પણ આ એપને એક્સેસ કરવા જી.પી.આર.એસની જરૃર પડતી નથી. ફક્ત અમુક વીડજેટ નેટ એક્સેસ માટેના અલગથી ઇન્સ્ટોલ કરેલા હોય તો આ એપમાં જી.પી.આર.એસની જરૃર પડે છે.

0 comments:

Post a Comment

Get Paid