techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Saturday 7 June 2014

HootSuite એન્ડ્રોઇડ અને આઇફોન એપ

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
ફેસબુક અને ટ્વિટર સાથે મોબાઇલ ટેક્નોલોજીનો ઉપયોગ સંકળાઈ ગયો છે. ફેસબુક કે અન્ય સોશિયલ સાઇટ પર કંપનીઓ પોતાનું સ્ટેટસ અપડેટ કરીને વધારેથી વધારે લોકો તેમની સોશિયલ સાઇટ પર થતી અપડેટ વાંચે તેવો પ્રયત્ન કરે છે. આ રીતે લોકોને સોશિયલ સાઇટ પર વિવિધ માહિતી કે મફત ઓફર દ્વારા આકર્ષવાની પ્રક્રિયાને સોશિયલ સર્ચ એન્જિન ઓપ્ટેમાઇઝેશન કહેવાય છે. આ રીતે વ્યાપારિક ઉપયોગમાં આવતી એન્ડ્રોઇડ એપHootSuite તાજેતરમાં મોબાઇલ ફોન બજારમાં આવી છે. આ એપ ૧૩ મે, ૨૦૧૪ના રોજ અપડેટ થઈ છે. આ એપનુ આઇફોન વર્ઝન અપડેટ થયું નથી. આ એન્ડ્રોઇડ એપનો ઉપયોગ ૮ મિલિયન લોકો કરી રહ્યા છે. આ એપ ફોન મેમરી પર અલગ અલગ ફોન મોડેલની ઓપરેટિંગ સિસ્ટમ પ્રમાણે જગ્યા રોકે છે. આ એપને https://play.google.com/store/apps/details?id=com.HootS te.droid.કેઙ્મઙ્મ પરથી ડાઉનલોડ કરી શકાય છે. HootSuite એપ વડે સોશિયલ સાઇટ પર નિયત સમય નક્કી કરીને વિવિધ પોસ્ટ શિડયુલ કરી શકાય છે. દા.ત.- કોઈક ચોક્કસ બર્થડે કાર્ડ કે મેસેજ સોશિયલ સાઇટ Twitter, Facebook, LinkedIn, Foursquareપર ચોક્કસ સમયે રાત્રે ૧૨ના ટકોરે મૂકવો હોય તો તે આ એપના ઉપયોગથી શક્ય છે. આ એપની મદદ વડે સમય પ્રમાણે ઓટોમેટિક રીતે સોશિયલ સાઇટ પર સતત અપડેટ દ્વારા લોકસંપર્કમાં રહી શકાય છે. આ રીતે સતત સોશિયલ સાઇટ પર આવતા યુઝર્સને આવકારવાથી સોશિયલ સાઇટ પર વેબસાઇટ કે બ્રાન્ડ માર્કેટિંગ કરવામાં સરળતા રહે છે. આમ, આજે લગભગ દરેક કંપનીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ સર્ચ એન્જિન ઓપ્ટેમાઇઝેશન તરીકે કરે છે. આ એપ સોશિયલ મીડિયામાં આંકડાકીય રીતે ગણતરી કરીને કેટલા લોકોએ આવેલ પોસ્ટને વાંચી છે તે જણાવે છે. આ એપની મદદથી એક જ ઓપ્શનનો ઉપયોગ કરીને બધી સોશિયલ સાઇટ પર ફોટો-મેસેજ પોસ્ટ કરી શકાય છે.

ઉપયોગ ફંક્શન
આ એપનો ઉપયોગ કરવા ફોનમાં જી.પી.આર.એસ ઓન હોવું જરૂરી છે. સૌ પ્રથમ એકાઉન્ટ બનાવવા માટે ઈ-મેઇલ આઇ.ડી સાથે અથવા Twitter, Facebook, LinkedIn, Foursquare એકાઉન્ટથી લોગિન થઈ શકાય છે. લોગિન થયા બાદ અલગ સ્ટ્રીમ ઓપ્શન જોઈ શકાય છે. આ સ્ટ્રીમ ઓપ્શનથી લઈને Publisher, Analytics, Assignments, Contacts ઓપ્શન પણ હોય છે. આ સ્ટ્રીમ ઓપ્શનથી વિવિધ વિભાગ જેવું સેટિંગ થતંુ હોય છે. એકસાથે બધી સોશિયલ સાઇટને અલગ અલગ ઓપ્શનમાં જોવા સ્ટ્રીમ ઓપ્શનનો ઉપયોગ થાય છે. Publisher ઓપ્શનથી કોઈ પોસ્ટ શિડયુલ કરી શકાય છે. તેમજ નવી પોસ્ટ બનાવી શકાય છે. Analyticજ ઓપ્શનથી કેટલા લોકોએ પોસ્ટ વાંચી તે ગણતરી મેળવી શકાય. આ ઓપ્શન Google page, Facebook page ગણતરી મેળવી આપે છે. આ સિવાય ઘણા અન્ય સરળ ઓપ્શન પણ છે, જે આપેલ https://hootsuite.com લિંક પર રજિસ્ટર થઈને ચેક કરી શકાય. એક્સેસ લિમિટ ના હોવા છતાં આ એપનાં ૩ વર્ઝન છે. જેમાં ફ્રી વર્ઝન સિવાય પ્રો વર્ઝન અને પ્રીમિયમ વર્ઝનનો સમાવેશ થાય છે. પ્રીમિયમ વર્ઝન કોર્પોરેટ લેવલના ઉપયોગ માટે હોય છે. 

0 comments:

Post a Comment

Get Paid