techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Friday 5 September 2014

ટેબલેટ અને એન્ડ્રોઇડ ફોન માટે કિંગસોફટ ઓફિસ એપ.

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
આજે ટેબલેટ, લેપટોપ અને કનર્વિટબલ અલ્ટ્રા કમ્પ્યુટર સિસ્ટમનો સમય આવ્યો છે. આધુનિક સમયમાં ટેબલેટ કે આધુનિક સિસ્ટમની આવી ડિવાઇસમાં ફોનની સિસ્ટમ જેવી જ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. ઓપરેટિંગ સિસ્ટમ જેવી કે વિન્ડોઝ ૮, ૮.૧ અને એન્ડ્રોઇડ સિસ્ટમને સામાન્યતઃ ફોનની ડિવાઇસ અને ટેબલેટ સિસ્ટમ બન્નેમાં એક્સેસ કરી શકાય છે. આ રીતની સિસ્ટમને લીધે ફોન,કમ્પ્યુટર અને ટેબલેટ પર એક્સેસ કરી શકાય તેવી એપ્લિકેશન ટેક્નોલોજી બજારમાં આવી છે. હાલમાં સ્ટુડન્ટ્સને, પ્રોફેશનલ કોર્પોરેટમાં કામ કરતા લોકોથી લઇને દરરોજ ફોનનો ઉપયોગ કરતા લોકોને ઉપયોગમાં આવતી એપ તરીકે કિંગસોફટ ઓફિસ એપ ઉપયોગમાં આવી રહી છે. આ કિંગસોફટ ઓફિસ એપ્લિકેશન એવી ફ્રી એપ્લિકેશન છે જેનું સોફ્ટવેર એપ્લિકેશન વર્ઝન વિન્ડોઝ પર ઘણું સફળ રહ્યું છે. માઇક્રોસોફટ ઓફિસની ફાઇલોને ફોનમાં કે કમ્પ્યુટરમાં ઉપયોગ કરવા માટે આ એપ અત્યંત ઉપયોગી છે.

આ એપ્લિકેશન મોટા ભાગની ઓફિસ ફાઇલને ઓપન કરીને તેમાં ફેરફાર કરવા સક્ષમ છે. આ એપ માઇક્રોસોફટ ઓફિસની ફાઇલો જેવી કે, માઇક્રોસોફટ વર્ડ, માઇક્રોસોફટ એક્સેલ, માઇક્રોસોફટ પાવરપોઇન્ટ ફાઇલોને ઓપન કરી શકે છે. આ ફાઇલોમાં જરૂરી ફેરફાર કરીને તેને સેવ કરી શકાય છે. ઓફિસ કાર્યને લગતી વિવિધ માહિતીને આ એપ દ્વારા ઉપયોગમાં લઇ શકાય છે. આ એપ ફાઇલોમાં ફેરફાર કરીને શેર કરવા માટે ક્લાઉડ નેટવર્કનો ઉપયોગ કરી શકાય છે. આ એપની સિસ્ટમ ૪૪થી વધારે ભાષાઓને સપોર્ટ કરે છે. આ એપ્લિકેશન બંને સ્માર્ટફોન અને ટેબલેટને સપોર્ટ કરે છે. કિંગસોફટ ઓફિસ એપના ઓફિશિયલ એપ પર આપેલી માહિતી મુજબ દુનિયાની સૌથી પ્રખ્યાત ઓફિસ એપમાંની એક છે. આ એપ એન્ડ્રોઇડ ૨.૨થી ઉપરના એન્ડ્રોઇડ વર્ઝનને સપોર્ટ કરે છે. આ એપનું કરન્ટ વર્ઝન ૬.૦.૩ છે. આ એપ ફોનમાં ૨૭ એમ.બી જેટલી મેમરી સ્પેસ રોકે છે.
ફંક્શન્સ
આ એપને ડાઉનલોડ કર્યા બાદ ઇન્સ્ટોલેશન પણ એકદમ સરળ હોય છે. આ એપને ૨.૨ એન્ડ્રોઇડથી ઉપરની સિસ્ટમ પર ઇન્સ્ટોલ કરીને રન કરવી પડે છે. આ એપ ઇન્સ્ટોલેશન માટે ફક્ત એક વાર જી.પી.આર.એસની જરૂર પડે છે. ત્યારબાદ એપ સેટિંગમાં જ બધા ઓપ્શન સહેલાઇથી વાંચીને ઉપયોગમાં લઇ શકાય છે. આ એપમાં જઇને નવી ફાઇલ બનાવવી હોય તો નવી ફાઇલ બનાવવાના ઓપ્શનને ઉપયોગમાં લઇ શકાય છે. આ જ રીતે એપના હેલ્પ ઓપ્શનમાં જઇને આ એપની વધારે ઉપયોગિતા સમજી શકાય છે. આ એપ DOC, XLS, PPT, TXT, PDF સિવાય વધારે સિસ્ટમને સપોર્ટ કરે છે. Google Drive, Dropbox, Box, OneDrive , WebDAV ક્લાઉડ સિસ્ટમને પણ સપોર્ટ કરે છે. એપ WI-FI અને DLNA પણ સપોર્ટ કરે છે. ઈ-મેઇલ અને ટેક્સ્ટ મેસેજ પણ આ એપ દ્વારા એડિટ કરીને સુધારી શકાય છે. આ એપમાં ઓટોસેવ ઓપ્શન પણ માઇક્રોસોફ્ટ ઓફિસની જેમ કામ કરે છે. આ ઓટોસેવ ઓપ્શનથી કોઇક કારણસર ફોન કે ટેબલેટ અચાનક બંધ થઇ જાય ત્યારે પણ એ ફાઇલ ડિલીટ થતી નથી. આ એપનો ઉપયોગ કરતી વખતે USB અને Bluetooth keyboards પણ આ એપ દ્વારા ઉપયોગમાં લઇ શકાય છે. આ એપ વાયરલેસ પ્રિન્ટને સપોર્ટ કરે છે. જેથી આ એપ દ્વારા વાયરલેસ નેટવર્કમાં પ્રિન્ટ પણ આપી શકાય છે. ઓફિસની ફાઇલોને સાચવીને ઉપયોગમાં લેવાની જરૂર પડે છે ત્યારે ફાઇલોને આ એપ દ્વારા ફોટો ફોરમેટ PDF તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. http://www.wps.com/support આ એપની સપોર્ટ સાઇટ છે.

0 comments:

Post a Comment

Get Paid