techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Friday 5 September 2014

ઓનલાઇન ફોટો માટે ૧૦૦૦ જી.બી સ્પેસ સ્ટોરેજ આપતી એપ. (ટેક-ટોનિક)

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
કેટલીક વાર ફોનના કેમેરા સાથે ફોટોને ક્લિક કરતાં સામાન્યતઃ જરૂર કરતાં વધારે ફોટો ક્લિક થઈ જાય છે, બધા ફોટોને પ્રિન્ટ કરવામાં આવતા નથી, પણ વધારાના ફોટો સાથે અનોખી યાદ સંકળાયેલી હોય છે. હવે આવા ફોટોને સંભાળીને રાખવા માટે કોઈક જગ્યાએ મૂકવા પડે છે. આવા સમયે ફોનની મેમરી રોકાઈ જતી હોય છે. એક માટે એક સારી એપ બજારમાં આવેલી છે. આ એપનું નામ છેFlickr. આ એપ વિવિધ રીતે ઉપયોગી છે. આ એપ ૧૦૦૦ જી.બી સ્પેસ સ્ટોરેજ આપે છે. આ ફોટોને સ્ટોર કરવાની અને સારી ક્વોલિટીના ફોટોને સારી રીતે સ્ટોર કરવાની પદ્ધતિને લીધે ઉપયોગી થઈ છે.

આ એપનંુ એન્ડ્રોઇડ વર્ઝન ૪.૨ રેટિંગ સાથે લોકપ્રિય છે. ૯૪,૩૨૭ લોકો આ એપને પસંદ કરે છે. ૫૭૩૯૧ પ્લસ લોકો આ એપને ગૂગલ પ્લસ પર લાઇક કરે છે. આ એપનું એન્ડ્રોઇડ વર્ઝન ૭ જૂન, ૨૦૧૪ પર અપડેટ કરવામાં આવ્યું છે. આ એન્ડ્રોઇડ વર્ઝન એપ ૧૮ એમ.બી સ્પેસ ફોન મેમરી પર રોકે છે. આ એપનું એન્ડ્રોઇડ કરન્ટ વર્ઝન ૩.૧ છે. આ એપનું વર્ઝન ૨.૩.૩ વર્ઝનથી ઉપરની એન્ડ્રોઇડ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ એપનું આઇફોન વર્ઝન પણ ઘણંુ પ્રખ્યાત છે.
ઉપયોગ અને ફંકશન્સ
 આ એપમાં સાઇન્-અપ કરવા માટે Facebook, Google account નો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે એપમાં ફોટો ટેગ્સ, સેફ્ટી લેવલ, લોકેશન સિવાય ઇન્ફોર્મેશન સ્કિન પણ જોઈ શકાય છે. નવી ૩.૧ વર્ઝન એપમાં ગ્રૂપ એડમિન ફોટો ગ્રૂપ જોડાઈ શકે છે. વિવિધ મિત્રોની પ્રોફાઇલને ચોક્કસ રીતે ગોઠવીને જોવા માટે આ એપ ઉપયોગી છે. Flickr એપથી વીડિયો રેર્કોિંડગ પણ થાય છે. એકદમ સારી ક્વોલિટીના વીડિયો અને ફોટો માટે કેમેરાનો લેન્સ સારો હોય તે જરૂરી છે. આ સાથે નેટ પર ફોટો અપલોડ કરવા જી.પી.આર.એસની જરૂર પડતી હોય છે. આ એપની મદદથી એડિટિંગ કરીને ટૂલ્સ ઓપ્શનથી વીડિયોમાં કે ફોટોમાં Color Balance, Contrast, Saturation જોડી ઇફેક્ટને ઉમેરી શકાય છે. privacy settings ઓપ્શનથી વિવિધ ફોટોને સેટિંગ આપીને પ્રાઇવેટ ફોટો કે પબ્લિક ફોટો જેવી લિમિટ પણ મૂકી શકાય છે. Flickr એપની અલગ અલગ કોમ્યુનિટી કે ગ્રૂપ આપેલાં છે. આ એપમાં આ ગ્રૂપમાં જોડાનારને અલગથી વધારે માહિતી સાથે જરૂરી ઇફેક્ટને ઉપયોગમાં લેવાનો નમૂનારૂપ ફોટો પણ આપવામાં આવે છે. આ એપ ૧૦૦૦ જી.બી સ્પેસ સ્ટોરેજ આપે છે, જેથી વધારાના ફોટોને આ એપના સ્ટોરેજ પર મૂકી શકાય છે.

0 comments:

Post a Comment

Get Paid