techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Friday 5 September 2014

Link bubble Android App

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
એન્ડ્રોઇડ ફોન ઉપયોગકર્તા માટે નેટ એક્સેસ જરૂરી હોય છે, આ સિવાય ફોનમાં એક કરતાં વધારે વેબસાઇટ ઓપન કરી શકાતી હોય છે. ફોનમાં નેટ માટે જીપીઆરએસ ધીમું હોય તો ઇન્ટરનેટનો ઉપયોગ સારી રીતે કરી શકાતો નથી. એક કરતાં વધારે વેબસાઇટ ફોન પર ઉપયોગ કરતા ફોન કેટલીક વાર જામ થઈ જાય છે. 
ફોન સિસ્ટમ સારી હોય કે ના હોય, અથવા ફોનમાં રજી કે ૩જી નેટ હોય તો પણ ફોનમાં નેટ પર વિવિધ વેબસાઇટ ઓપન કરવી એક મૂંઝવણ બની જાય છે. એન્ડ્રોઇડ બજારમાં આવેલી એક એપ આ મુશ્કેલીનું સમાધાન આપે છે જીપીઆરએસ - વાઇફાઈ નેટ એક્ટિવ હોય તેવા ફોનમાં આ એપ અત્યંત ઉપયોગી છે. લિંક બબલ એપ એChris Lacy એ ડેવલપ કરેલી છે. આ એક પર્સોનાલિઝેશન એપ છે તેમજ ૧૮,૫૮૭ લોકો દ્વારા આ એપને ગૂગલ માર્કેટ પર ૪.૩ રેટિંગ આપેલું છે. આ એપને છેખ્તેજં ૨૧,૨૦૧૪ના રોજ અપડેટ કરવામાં આવી છે. આ એપ ફોનમાં ૨.૫ એમબી જેટલી મેમરી સ્પેસ રોકે છે. આ એપનું કરન્ટ વર્ઝન ૧.૪.૩. છે. આ એપ ૪.૧થી ઉપરની એન્ડ્રોઇડ સિસ્ટમ ફોનને સપોર્ટ કરે છે. આ એપને ડેવલપરે ડેવલપ કરીને વધારે સુઘડ અને સારી બનાવી છે જેથી ફોનએપમાં કોઈ બગ એટલે કે ભૂલો રહી ના જાય. ૯૯૩૨ લોકોએ આ એપને ગૂગલ પ્લસ પર લાઇક કરી છે. આ એપને ડાઉનલોડ કરવા
https://play.google.com/store/apps/details?id=com.linkbbule.playstore&hl=en 
ઉપયોગ
આ એપનો ઉપયોગ સરળ છે. સૌ પ્રથમ ડાઉનલોડ કરીને આ એપના ફોનમાં આપેલા આઇકોન પર ક્લિક કરતા ફોનમાં એક બબલ (દડા જેવું એનિમેશન) જોઈ શકાય છે. જેટલી વાર કોઈ લિંક કે વેબસાઇટને ફોનના બ્રાઉઝરમાં ઓપન કરવામાં આવે ત્યારે તે દ્વારા ઓપન થયેલી લિંક જ્યાં સુધી ઓપન ન થાય ત્યાં સુધી બબલ એનિમેશન જોઈ શકાય છે. ત્યારબાદ પેજ લોડ થતા જ ફોનમાં આ લિંક કે સાઇટ ઝડપથી ઓપન કરી શકાય છે. આ એપ આ રીતે ફોનમાં મેમરી અને પેજ ઓપન ટાઇમને ઘટાડે છે.

0 comments:

Post a Comment

Get Paid