techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Friday 5 September 2014

Photo Collage photo Editor

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
આજે સેલ્ફીનો ક્રેઝ ઘણો છે. પોતાના ફોટો સોશિયલ સાઇટ પર મૂકવા લોકો વિવિધ ફોટો એડિટિંગ ટૂલનો ઉપયોગ કરતા હોય છે. જોકે, બધાં ટૂલનો ઉપયોગ મોબાઇલ ફોન પર કરી શકાતો નથી. લગભગ દરેક એપ.માં કોઈને કોઈ ખામી લાગતી હોય છે. આથી તાજેતરમાં ફોન પર ફોટો કોલેજ બનાવતી સુંદર એપ Photo Collage photo Editor અપડેટ થઈ છે.

ફોટો કોલેજ એપ એ સરળ અને ઉપયોગી એપ છ, જેના દ્વારા વિવિધ ફોટાને ભેગા કરીને એકથી વધારે ફોટોફ્રેમ દ્વારા દર્શાવી શકાય છે. આ સિવાય વિવિધ ઇફેક્ટ્સ, તૈયાર ડિઝાઇન સાથેના ટેમ્પ્લેટ, બેક ગ્રાઉન્ડ વગેરેને પણ ઉપયોગમાં લઈ શકાય છે. ફોટો કોલેજ એ ક્રિએટિવ ટચ એપ ડેવલપર દ્વારા બનાવવામાં આવેલી એપ છે. ૧૩ જુલાઈ, ૨૦૧૪ના રોજ આ એપને અપડેટ કરવામાં આવી છે. ૨૬, ૯૮૮ લોકોએ આ એપને ૪.૧ જેવું રેટિંગ આપેલું છે. +૧૦૭૮૯ લોકો આ એપને ગૂગલ પ્લસ પર લાઇક કરે છે. આ એપ ફોન પર ૧૭ એમબી જેવી મેમરી સ્પેસ રોકે છે. આ એપનું કરન્ટ વર્ઝન ૧.૦.૬ છે. આ સિવાય ૨.૩થી ઉપરની એન્ડ્રોઇડ ફોન સિસ્ટમને આ એપ સપોર્ટ કરે છે. આ એપના ડેવલપરને એપમાં કોઈ પણ રીતની તકલીફ માટે play.garden.sapps@ gmail.com ઈ-મેલ આઇડી પર ઈ-મેલ કરી શકાય છે.
ઉપયોગ ફંક્શન
ફોટો કોલેજ એટલે પોતાની યાદો સાથે સંકળાયેલા ફોટોને કલેક્ટ કરી સુંદર કલાત્મક રીતે ઇફેક્ટ આપીને ફોટોફ્રેમ કરી મૂકી શકાય છે. આ ફોટો એડિટરમાં ઘણી બધી એડવાન્સ ઇફેક્ટ આપવામાં આવી છે. ફોટો એડિટરમાં ૨, ૩, ૪, ૫ ફોટો નંબરિંગ પ્રમાણે ફોટો સિલેક્ટ કરી શકાય છે. ફોટો એડિટર એપ ફોટો નંબર પ્રમાણે ઘણા બધા પ્રકારના ફોટોફ્રેમ સાથેના ફોટો કોલેજ બનાવી શકે છે. ફોટો સ્ટાઇલ બનાવવા ઉપરાંત ફોટોને મર્જ કરીને ફ્રેમ બનાવ્યા બાદ ફેસબુક, ટ્વિટર, ફ્લિકર વગેરે પર શેર કરી શકાય છે. ગ્રીડ કોલેજ જેવી વિવિધ ઇફેક્ટ પણ મૂકી શકાતી હોય છે.

0 comments:

Post a Comment

Get Paid