techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 29 October 2014

APPINSTALLER સ્ટુડન્ટ્સ માટે ઉપયોગી બેકઅપ એપ્લિકેશન (ટેક-ટોનિક)

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
ગૂગલ માર્કેટ પરથી એપ ડાઉનલોડ કરવી સહેલું છે. પણ કેટલીક વાર માર્કેટ કે પ્લેસ્ટોર પણ અમુક સારી એપ્લિકેશનને રિજેક્ટ કરે તેવું બનતું હોય છે. આ સિવાય કેટલાક ફોન એપ ડેવલપર ફોનમાં કેટલીક સુંદર એપ ડેવલપ કરીને ઉપયોગ કરતા હોય છે. આવી અમુક યુનિક અને ડેવલપ કરેલી એકમાત્ર એપ કોઈ મિત્રને અત્યાર સુધી શેર કરી શકાતી નહોતી. Appinstaller એ એવી એપ છે જે ફોનમાં ચોક્કસ રીતે ડાઉનલોડ કરીને ઉપયોગમાં લેવાતી એપ્લિકેશનને ફોનના એસ.ડી. કાર્ડ કે મેમરી કાર્ડમાં બેકઅપ ઓપ્શન તરીકે સેવ કરી રાખે છે. એક રીતે ફરીથી ઉપયોગમાં લેવા માટે આ રીતે સેવ કરેલી એપ બીજા મિત્રોને પણ શેર કરી શકાય છે. ૨૦૧૩માં લોન્ચ કરવામાં આવેલી આ એપ ફોન એપ ડેવલપમેન્ટ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

આ એપને જર્યોજ હાઉસ નામની વ્યકિતએ ડેવલપ કરી છે. આ એપ એક સિસ્ટમ ટૂલ યુટિલિટી એપ છે. કેટલાક ઉપયોગર્તાઓને પ્રશ્ન થાય કે, એન્ડ્રોઇડમાં એપ ઇન્સ્ટોલર સિસ્ટમ તો અગાઉથી આપેલ હોય છે તો શા માટે Appinstallerનો ઉપયોગ કરવો? પણ Backup/Restore ફંક્શન આ ફોન એપનું જમાપાસું છે. આ એપનું ૪.૪ રેટિંગ ૯૯૮૭ લોકોએ આપેલું છે. એન્ડ્રોઇડ ફોનમાં આ એપ.૧.૬થી ઉપરની એન્ડ્રોઇડ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ એપનું કરન્ટ વર્ઝન ૩.૦૬૦૧ છે. + ૧૯૫૨ લોકો આ એપને ગૂગલ પ્લસ પર લાઇક કરે છે. આ એપને ડાઉનલોડ કરવા લીંક https://play.google.com/store/apps/details.?id=com.IQBS.android.applnstaller છે.
Appinstaller ની મદદથી ફોનમાં વિવિધ એપને ફિલ્ડર, ડિલીટ, એપને એસડી કાર્ડમાં ટ્રાન્સફર કરવી વગેરે કરી શકાય છે. આ સિવાય એપની સ્ટોરેજ માહિતી જેવી કે કેટલી મેમરી કે મેમરી કાર્ડ સ્પેસ એપ રોકશે તે સહેલાઈથી એપ બ્રાઉઝર દ્વારા જાણી શકાય છે.
ઉપયોગ
આ એપને ડાઉનલોડ કરીને સીધું જ એપ ફોન બ્રાઉઝર ઓપ્શનમાં જઈ શકાય છે. ત્યારબાદ ફોનમાં ઇન્સ્ટોલ થયેલી એપને મેમરી કાર્ડમાં એક્સપોર્ટ કે ટ્રાન્સફર કરી શકાય છે. એપમાં અન્ય ફંક્શન જેવાં કે એપના પ્રકાર પ્રમાણે ફિલ્ટર કે ડિલીટ કરી શકાય છે. કેટલીક અન્ય એપને બેકઅપ કરીને મિત્રોને શેર કરવા પોતાના ફોનમાં એપ લિસ્ટમાંથી એપને બેકઅપ ઓપ્શનથી સેવ કરવાની રહે છે. ત્યારબાદ એપ શેર કરી શકાય છે. 

0 comments:

Post a Comment

Get Paid