techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 29 October 2014

વીડિયો કોલિંગ અને ફોન ગેઇમ માટેની આઇફોન એન્ડ્રોઇડ એપ (ટેક-ટોનિક)

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
ફોનમાં આજે ૩જી નેટ ર્સિવસનો ઉપયોગ વધારે થાય છે. કેટલાક લોકો વોઇસ કોલિંગની જગ્યાએ ૩જી ઇન્ટરનેટ દ્વારા વીડિયો ચેટ કરે છે. વીડિયો ચેટ કે લાઇવ ગેઇમિંગ માટે ૩જી એપ આઇફોન અને એન્ડ્રોઇડ ફોન પ્રખ્યાત થઈ છે. આ એપ એટલે Rounds video chat / hangout platform એપ.

આ એપ વીડિયો ચેટ ઉપરાંત હેંગઆઉટ, ફોન ગેઇમ, ફોટો શેરિંગ ઉપરાંત યુ ટયૂબ વીડિયો સાથે જોવા જેવી બાબતો એકસાથે ઉપયોગમાં લઈ શકાય છે. ટેક્સ મેસેજ ઉપરાંત ફોટોઝ, સ્ક્રીબ્લ પણ શેર કરી શકાય છે. આ એપને ૨૭,૮૧૦ લોકોએ ગૂગલ પર ૪.૨ જેવું સ્ટાર રેટિંગ આપ્યું છે. આ એપ Rounds Entertainment Ltd.એ ડેવલપ કરેલી છે તેમજ August ૨૦, ૨૦૧૪ના રોજ આ એપને અપડેટ કરવામાં આવી છે. આ એપ ફોનમાં ૭.૬M એમબી સ્પેસ રોકે છે. આ એપ આઇફોન અને એન્ડ્રોઇડ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ એપ ૨ વર્ઝનમાં ઉપલબ્ધ છે. ૧. એન્ડ્રોઇડ. ૨. આઇફોન ઓએસ.
ઉપયોગ
આ એપને ગુગલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. વીડિયો કોલના ઓપ્શન દ્વારા વીડિયો કોલ કરવા માટે પ્રેફ્રેન્સ સેટિંગમાં જઈને ફોન પ્રમાણે સેટિંગ કરવાં પડે છે. આ સેટિંગ ફોનના જે તે કંપનીના સિમ કાર્ડ પ્રમાણે થતાં હોય છે. આ એપ દ્વારા ફોનમાં વીડિયો કોલિંગ માટે વાઇફાઇ ઝોનનો ઉપયોગ પણ કરી શકાય છે. આ એપ કોન્ટેક્ટસમાંથી જાતે જ નંબર મેળવી લે છે. સોશિયલ સાઇટ કનેક્ટ હોવાથી ફોનમાં ફેસબુકના મિત્રોને કોન્ટેક દ્વારા ઉમેરી શકાય છે. વિદેશમાં વીડિયો કોલ કરીને જરૂરી રૂપિયા પણ બચાવી શકાય. આ રીતે મિત્રોને ફોનમાં એડ કરવા સોશિયલ સાઇટના આઇડી અને પાસવર્ડની માહિતી સેટિંગ ઓપ્શનમાં ઉમેરવી પડે છે. આ એપમાં સેટિંગ દ્વારા ૫ અલગ વ્યૂ મોડ સેટ કરી શકાય છે. આ એપને એક્સેસ કરવા નેટ જરૂરી છે. વધારે માહિતી માટે આ એપની વેબસાઇટ http://www.rounds.com છે. 

0 comments:

Post a Comment

Get Paid