techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 29 October 2014

નવરાત્રિના સમયે ઉપયોગી Poweramp મ્યુઝિક પ્લેયર

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
કાલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે હવે સુંદર લોકગીતો અને ગરબાઓની રમઝટ જોવા મળશે. આ સમયે કેટલાક લોકો મોંઘી મ્યુઝિક સિસ્ટમ ભાડે રાખતા હોય છે.

 કેટલાક નવી સિસ્ટમ ખરીદતા પણ હોય છે, પણ સારું મ્યુઝિક-સંગીત ફક્ત મોંઘી સિસ્ટમમાંથી જ આવે એવું જરૂરી નથી. કેટલાક લોકો નાનકડી રેડિયો જેવી ડિવાઇસ સાથે સારાં સ્પીકર જોડીને પણ સંગીતનો જલસો પાડતા હોય છે. આજે ટેબલેટ અને સ્માર્ટ ફોનના જમાનામાં કોઈક સારી એપ વડે પણ ૩.૫ ના ઓડિયો જેક વડે સરસ મઝાના ગરબા કે આરતી વગાડી શકાય. બસ આ માટે જરૂરી છે સાઉન્ડ ઇક્વિલાઇઝર સાથેની ફોન એપ. જે સાઉન્ડ સેટિંગને વધારે મધુર બનાવે છે. એન્ડ્રોઇડ અને Sambian સિસ્ટમને સપોર્ટ કરતી એપ ઉપયોગી છે. પાવર એએમપી એક પાવરફુલ એન્ડ્રોઇડ એપ છે. આ એપ mp3, mp4/m4a (incl. alac), ogg, wma•, flac, wav, ape, wv, tta, mpc, aiff ફોર્મેટનાં ગીતોને વગાડે છે. આ એપનાં બજારમાં બે જુદાં-જુદાં વર્ઝન આવેલાં છે, જેમાં એક ફ્રી એપ અને બીજી અમુક રકમ આપીને વધારાના ફંક્શન સાથે ઉપયોગમાં લઈ શકાય તેવી એન્ડ્રોઇડ એપ. પાવર એપ ૧૦ બેન્ડ ગ્રાફિક ઇક્વિલાઇઝર સાથે પ્રીસેટ, કસ્ટમ પ્રીસેટને સપોર્ટ કરે છે. આ ઇક્વિલાઇઝરની મદદથી ગીતો કે ગરબાને વિવિધ vocal, jazz, blues, music ફોર્મેટના મ્યુઝિક સાથે વગાડી શકાય છે. આ એપ Max MP દ્વારા ૧૫ September, ૨૦૧૪ના રોજ અપડેટ કરવામાં આવી છે. +૨૪૭૧૬૨લોકો આ એપને ગૂગલ પ્લસ પર લાઇક કરે છે. ૪.૫ સ્ટાર રેટિંગ ૪૮૮,૧૧૯ લોકો દ્વારા આપવામાં આવ્યું છે. આ એપનો ટોપ ડેવલપર એપમાં સમાવેશ થયેલો છે. આ એપ ૨.૦ થી ઉપરના એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરે છે.
ઉપયોગ
આ એપનો ઉપયોગ કરવા માટે આ એપને ડાઉનલોડ https://play.google.com/store/apps/details?id=com.maxmpz.audioplayer&hl=en લિંક દ્વારા કરી શકાય છે. ત્યારબાદ આ એપ ઓન થતાં સેટિંગમાં જઈને ફોનમાં ગીતો જે જગ્યાએ પડયાં હોય તે સેટ કરવાનાં રહે છે. એક વાર સેટિંગમાં જઈને ઓડિયો અને ફોલ્ડર સિલેક્ટ કર્યા પછી બીજી કોઈ વધારાના સેટિંગની જરૂર રહેતી નથી. આ એપના સેટિંગમાં stereo eXpansion, mano mixing, balance crossfade gapless,replay gain, dynamic queue, m3u, m3u8, pls, wpl playlists આપેલાં હોય છે. ફોનમાં થીમ પ્રમાણે આ એપમાં વિવિધ કસ્ટમ ડિઝાઇન થીમ અને પ્લેયર સ્ક્રીન પણ ઉપયોગમાં લઈ શકાય છે.

0 comments:

Post a Comment

Get Paid