techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 29 October 2014

Freelancer

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
આ સમયમાં ઉત્સવો છે. દિવાળીનો તહેવાર પ્રકાશનો છે ત્યારે બેરોજગારીનો અંધકાર પણ આપણા દેશને નડી રહ્યો છે. આજે ભારતમાં વસ્તી સંખ્યા પ્રમાણે શિક્ષિત બેરોજગાર ઘણા છે. આ ભણેલા યુવાનો માટે રોજગારની જરૂર પડતી હોય છે. આવા બેરોજગાર માટે હાલમાં Freelancer વેબસાઇટ પ્રખ્યાત થઈ છે. આ વેબસાઇટની આ સેલફોન એપનું નામ છે Freelancer એન્ડ્રોઇડ એપ. કોઈ પણ વ્યક્તિની આવડત પ્રમાણે કમ્પ્યૂટરને લગતાં કાર્યો વિદેશમાંથી કે ભારતમાંથી આ એપ પર મૂકવામાં આવે છે. આ કાર્યને મેળવીને કાર્ય પૂર્ણ કર્યા બાદ તેનું વેતન ડોલરમાં મળતું હોય છે. આ એપની સાઇટ પર મૂકવામાં આવતી માહિતી સીધી જ ફોન એપ પર આવી જાય છે. Freelancer  વેબસાઇટનું હેડક્વોટર સિડની ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. આ કંપનીની ઓફિસ Vancouver, London, Buenos Aires, Manila and Jakartaમાં પણ આવેલી છે. ૧૫-૨૦૧૩ના રોજ Freelancer Limited એ ઓસ્ટ્રેલિયામાં સિક્યોરિટી એક્સચેન્જ પર રજિસ્ટર થઈ હતી. આ એપ બિઝનેસકેટેગરીમાં આવતી એપ છે તેમજ આ એપ ગૂગલ માર્કેટ પર રજિસ્ટર છે. ૧૨ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ આ એપને અપડેટ કરવામાં આવી છે. આ એપ ૮.૭ એમબી જેટલી સ્પેસ ઇન્ટરનલ મેમરી કે મેમરી કાર્ડ પર રોકે છે, જેનો આધાર એપ ઇન્સ્ટોલ કરતી વખતે પસંદ કરેલા ઓપ્શન પર રહેતો હોય છે. ૨.૩.૩ એન્ડ્રોઇડથી ઉપરની સિસ્ટમ પર આ એપ ઉપયોગમાં લઈ શકાય છે. ૨.૦.૪ આ એપનું કરન્ટ વર્ઝન છે.

આ એપને ડાઉનલોડ કરવા લિંક આ મુજબ છે જ્યારે ગૂગલ માર્કેટ પર આ એપ સહેલાઈથી ઉપલબ્ધ છે.
https://play.google.com/store/apps/details?!id=com.freelancer.android.messenger&hl=en
કયા કામ આ એપ દ્વારા મેળવી શકાય?
કોઈ પણ કમ્પ્યૂટરને લગતાં કાર્ય જેવાં કે માઇક્રોસોફ્ટ એક્સેલ વર્ક, ડેટા એન્ટ્રી, સાઉન્ડ એડિટિંગ, વિઝિટિંગ કાર્ડ ડિઝાઇન, નિબંધ કે વાર્તાલેખન, વેબસાઇટ માર્કેટિંગ, વોઇસ ઓવર કે ફોટોશોપ ફોટો ડિઝાઇનથી લઈને કેમેરા દ્વારા ખેંચેલા ફોટોને વેચવા સુધીનાં વિવિધ કાર્ય આપવામાં આવે છે.
ઉપયોગ
આ એપને રજિસ્ટર કરવા નિયમ મુજબની માહિતી ભરવી જરૂરી હોય છે. તમારું સાચું નામ, સરનામું, કંપની અને જરૂર હોય તો પાનકાર્ડ કે લાઇસન્સ નંબર, જેથી કાર્ય બાદ વેતન મેળવવામાં તકલીફ ન પડે. ઉપયોગકર્તા કોઈ પણ ૮ પ્રોજેક્ટ માટે ટેન્ડર ભરતા હોય તેમ ભાવ નક્કી કરીને કામ મેળવી શકે છે. ૮થી વધારે વખત બીડ કરવા (ટેન્ડર) કે પ્રોજેક્ટ માટે એપ ડેવલપરને અમુક રકમ ભરવી પડે છે. આ એપના સંસ્થાપક કંપની દ્વારા કાર્ય મળવા પર અમુક ૫% કે તેથી વધુ રકમ કાપવામાં આવે છે. બાકી રકમ ડોલર પ્રમાણે વેતનમાં મેળવી શકાય છે. કોઈ પણ કાર્ય લેતા પહેલાં સેવા મેળવનારની પ્રોફાઇલ જોવી જરૂરી છે. વધારે માહિતી માટે https://www.freelancer.com વેબસાઇટ ઉપયોગી છે.
 

0 comments:

Post a Comment

Get Paid