techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 29 October 2014

પુશબુલેટ એપ થકી ફોનના મેલ અને એસએમએસ લેપટોપ પર લાઇવ રાખો (ટેક-ટોનિક)

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
કેટલીક વાર બિઝનેસમાં કાર્યરત લોકોને ફોન ઉપાડીને જોવાનો સમય હોતો નથી. મીડિયા કે કોર્પોરેટ કલ્ચરમાં આ રીતે કાર્યમાં ખોવાયેલા રહેવું સામાન્ય વાત છે. તેઓ સતત લેપટોપ પર લાગેલા હોય છે. આવી રીતે કાર્ય કરતા લોકો માટે એક સરસ એન્ડ્રોઇડ એપ આવી છે. આ એપનું નામ છે પુશબુલેટ. લેપટોપ કે ફોનમાં આ એપ પર્સનલ ફોનની વિવિધ સૂચક માહિતીને તાત્કાલિક રીતે બતાવે છે,જેથી ફોનની એસએમએસ કે અન્ય વિગતો જોવા ફોનને ઉપાડવાની જરૂર પડતી નથી.

પુશબુલેટ એપ બીજી સમાન લાગતી એપ જેવી કે Air Droid, SnapPea કરતાં પણ ફોનમાં ઓછી મેમરી સ્પેસ રોકે છે. આ એપ ૪.૦થી ઉપરની કોઈ પણ એન્ડ્રોઇડ ફોન સિસ્ટમને સપોર્ટ કરે છે. આ એપ ૩.૫ એમબી જેટલી મેમરી કાર્ડ સ્પેસ ફોન પર રોકે છે. ૫૮,૩૪૮ લોકોએ આ એપને ગૂગલ માર્કેટ પર ૪.૬ રેટિંગ આપેલું છે. ૩૨૮૮૬ લોકો આ એપને ગૂગલ પ્લસ પર લાઇક કરે છે. આ એપ તાજેતરમાં એટલે કે ૩ September, ૨૦૧૪ના રોજ અપડેટ કરવામાં આવી છે. પુશબુલેટ એક પ્રોડક્ટિવિટી એપ છે. આ એપને વિવિધ ૩૦ ભાષાઓમાં ઉપયોગ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. પુશબુલેટની મદદથી ફોટો મોકલવા, ફાઇલ મોકલવી,લિંક મોકલવી એકદમ સહેલી છે. ફોન પર આવતા કોલથી લઈને દરેક માહિતીને ફોન પરથી પુશ કરી શકાય છે. એપને ડાઉનલોડ કરાવની લિંક આ મુજબ છે.
ઉપયોગ
ફોનમાં આ એપ ઓન કરીને એપની વેબસાઇટ પરથી કમ્પ્યૂટર ઓપરેટિંગ સિસ્ટમ પ્રમાણે એક અત્યંત નાની સાઇઝનું સોફ્ટવેર આ એપ દ્વારા આપવામાં આવે છે. ફોનમાં એપને ઇન્સ્ટોલ કરી મેલ આઇડી પાસવર્ડની માહિતી આપવી પડે છે. ત્યારબાદ આ સોફ્ટવેરમાં લોગિન માટે એપનો આઇડી પાસવર્ડ જે એપ માટે ઉપયોગમાં લીધો હોય તે આપવો. આ પ્રક્રિયા બાદ ફોનમાં ઓપ્શનમાં જઈને નોટિફિકેશન ઓન કરતાં જે તે કમ્પ્યૂટરમાં ૩જી, બ્રોડબેન્ડ કે ઇન્ટરનેટ કનેક્ટ કરીને નોટિફિકેશન જોઈ શકાય છે.

0 comments:

Post a Comment

Get Paid