techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Tuesday 15 October 2013

Airdroid એટલે ફોનનું રિમોટ કંટ્રોલ

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ

ટેક્નોલોજીના વિકાસ સાથે ઘણી બધી બાબતોમાં સુધારો આવ્યો છે તથા મોબાઇલ ફોન્સના ઉપયોગમાં પણ વધારો થયો છે, પણ ઘણી વાર ફોન જ સમસ્યા બની જાય છે. કેટલીક વાર ફોન લેવાનું ભૂલી જવાય અથવા ફોન ખોવાઈ જાય છે. ફોન ઘરે રહી ગયો હોય તો અગત્યના ફોન ઉપાડી ન શકાય અને તેને લીધે મોટુ નુકસાન પણ થઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે કોઈ ઉપાય ન હોય ત્યારે એક એપ્લિકેશન તમને સહાયરૂપ બની શકે છે. Airdroid એક એવી એપ્લિકેશન છે, જે ફોન ખોઈ નાખનારા કે તને વાંરવાર ઘરે કે ઓફિસે ભૂલી જનારા લોકો માટે અત્યંત ઉપયોગી છે. આ એપની ખાસિયત એ છે કે જે તે વ્યક્તિ પોતાના ફોનને હાથ લગાવ્યા વિના કમ્પ્યુટર કે લેપટોપથી ઓપરેટ કરી શકે છે. અલબત્ત, આ માટે વ્યકિત પાસે ઇન્ટરનેટ હોવું જરૂરી છે. વ્યકિત આ એપની મદદથી ઇન્ટરનેટ ઉપલબ્ધ હોય તેવાં અન્ય કોઈ સ્માર્ટફોન્સ દ્વારા પણ પોતાના ફોનની ભાળ મેળવી શકે છે અને કોલિંગ કરી શકે છે. એરડ્રોઈડમાં બીજી અનેક ખૂબીઓ સમાયેલી છે. આ એપ્લિકેશનનું તમારા ફોનને ઇન્ટરનેટથી જોડતું માધ્યમ છે. ઉદાહરણ તરીકે કદાચ કોઈ વ્યક્તિ ફોનને પોતાના ઘરે ભૂલી ગઈ. હવે તે ફોનમાં કેટલા ફોન કોલ આવ્યા કે મેસેજ આવ્યા તે આ એપ્લિકેશનની મદદથી સહેલાઈથી મેળવી શકાય છે. તેમજ આ સુવિધા માટે તમારે અલગથી પૈસા ચૂકવવાનીજરૂર નથી.
આ એપને કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય?
ગૂગલ માર્કેટમાં કે ગૂગલ પ્લેમાં આ એપ રજિસ્ટર કરેલી છે, તેથી આ એપનો ઉપયોગ તમે ઇન્ટરનેટ પર જઈને કે ગૂગલમાંથી ડાઉનલોડ કર્યા બાદ કરી શકો છો. આ એપ અત્યારે બીજા વર્ઝન સાથે ફક્ત એન્ડ્રોઇડ ફોનને જ સપોર્ટ કરે છે.
કેવી રીતે ઉપયોગ કરશો?
આ એપનો ઉપયોગ કરવા માટે ફોન અને કમ્પ્યુટર ઇન્ટરનેટ દ્વારા જોડાયેલાં હોવાં જરૂરી છે. તેમજ ફોનમાં એપ્લિકેશન લોડ કર્યા પછી મેઇલ આઈડી રજિસ્ટર કરીને જ એપ્લિકેશન ઉપયોગમાં લઈ શકાય છે. નેટ પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફોનમાં નાખ્યા પછી તમારા બીજા ફોન કે કમ્પ્યુટરમાં જઈને આ લિન્ક નાખવી. http://web.airdroid.com પરથી તમને ચોક્કસ ક્યૂઆર કોડ મળશે. આ કોડને અન્ય ફોનથી સ્કેન કરતાં જ તમને એકાઉન્ટ નંબર અને પાસવર્ડ મળી જાય છે. બસ પછી તમે તમારા ફોનનો રિમોટકંટ્રોલ એક્સેસ કરી શકો છો.
ઉપયોગિતા : Airdroidનો અર્થ એટલે જ હવામાં ઉપયોગમાં લઈ શકાય તેવું એન્ડ્રોઇડ ડિવાઇસ એમ થાય છે. ઘણી વાર એવું થાય કે ફોનને બેટરી ચાર્જીંગમાં મૂક્યો હોય અને ફોન પર વોટ્સ એપનો મેસેજ આવે. આવા સમયે ફોનને અડયા વિના એ મેસેજનો જવાબ આપવો હોય તો આ એપ્લિકેશનની મદદથી શક્ય છે. આખા એન્ડ્રોઇડ ફોનને આ એપ્લિકેશનની મદદથી અન્ય જગ્યાએથી ઉપયોગમાં લઈ શકાય છે. ફોન ઘરે ભૂલી ગયા તોપણ ફોનથી મેસેજ કરવામાં કોઈ અડચણ આવતી નથી. તમારા ફોનને તમે અન્ય ફોન ટેબ્લેટ કે કમ્પ્યુટરથી રિમોટ કરીને ઉપયોગ કરી શકો છો. આ એપ અત્યંત ઝડપી છે, તેથી ફોનને રિમોટ કરીને ઉપયોગમાં લેતાં તકલીફ પડતી નથી. તેમજ ફોનને કોઈ વાયર કે કેબલ લગાવવો પડતો નથી. આ એપને લીધે તમે કમ્પ્યુટરથી એસએમએસ કરી શકો છો. દૂર પડેલા ફોનમાં ગીત વગાડવું હોય તોપણ આ એપની મદદથી રિમોટ લઈને કે બીજા ફોન દ્વારા એવું કરવું શક્ય છે. ફોનમાં પડેલી માહિતી જેવી કે, ફોટા, ગીતો, વીડિયોને મેમરી કાર્ડમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે તેમજ આના માટે પણ ફોન કેબલની જરૂર પડતી નથી.
ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનને કાઢવા કે ઉમેરવા સુધી ફેરફાર કરવો શક્ય છે. બીજા દેશમાં કે રાજ્યમાં ગયા પછી પણ આ એપ્લિકેશનથી કેટલા ફોન આવ્યા તેમજ ફોનબુકના નંબર વાંચી શકાય છે. કદાચ ફોન ચોરી થઈ જાય તો જે તે જગ્યાનું લોકેશન આ એપ્લિકેશનથી ખબર પડે છે. આ સિસ્ટમ એકદમ સિક્યોર પણ છે. 
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid