techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Tuesday 15 October 2013

Google Now એડવાન્સ મોબાઇલ ફોન એપ્લિકેશન

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
Google Now મોબાઇલ એપ માર્કેટમાં ૨૦૧૧-૨૦૧૨થી છે પણ આગામી સમયમાં ગૂગલ પોતાના નવા ફોન આ મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરીને વેચવાની તૈયારીમાં છે. આ એપનું નવું અપડેટેડ વર્ઝન ગૂગલ દ્વારા આપવામાં આવતી સર્ચને વધારે સારી બનાવી દેશે. ગૂગલે પોતાના નવા સર્ચકાર્ડ મેસેજની સુવિધા વિકસાવી છે. આ સર્ચકાર્ડ મેસેજ સુવિધા એટલે આ એપનો ઉપયોગ કરનાર વ્યક્તિ પોતાના ફોન પર બધી જ જરૂરી માહિતી સર્ચ કર્યાં વગર મેળવી શકશે. નિષ્ણાતો એવું મંતવ્ય આપે છે કે આ એપ સામાન્ય જીવનને અનેક રીતે ઉપયોગી હોઈ ભવિષ્યમાં લોકો ગૂગલ સર્ચ ઓપ્શનને ભૂલી જશે. ગૂગલની ટેક્નોલોજિકલ ટીમના મંતવ્ય પ્રમાણે આ એપની અપડેટ જે એપલ આઇફોન સાથે રિલીઝ થશે તેમાં Voice Navigation System હશે જેથી ઉપયોગકર્તા પોતાના ફોનને અવાજ દ્વારા નિર્દેશ આપીને ફોન રિસીવ કરી શકશે અથવા ફોન પર ચોક્કસ ગીત વગાડવા માટે પણ પોતાના અવાજથી આદેશ આપી શકશે. આમ ફોન વધારે આધુનિક ગેજેટમાં રૂપાંતર થઈ જશે.

કેવી રીતે મેળવશો એપ : ગૂગલના માર્કેટ પર જઇને જીપીઆરએસ એનેબલ્ડ ફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરી શકાય. સામાન્ય રીતે બધા જ ફોન જેવા કે આઇફોન, એન્ડ્રોઇડ ઓએસ ફોન, સમ્બિયન ઓએસ ફોનને આ એપ સપોર્ટ કરે છે. ઇન્ટરનેટથી પણ ગૂગલ પર આ એપ સર્ચ કરીને ફોનની ઓએસ પ્રમાણે આ એપને ડાઉનલોડ કરી શકાય.
Google Now ફોન એપનો ઉપયોગ : આ એપને ઉપયોગમાં લેવા ગૂગલના ઇમેલ એકાઉન્ટમાં જે પાસવર્ડ અને યુઝર આઇડીનો ઉપયોગ થતો હોય તે આઇડીનો ઉપયોગ કરી શકાય છે. જે ઉપયોગકર્તા પાસે જીમેલ એકાઉન્ટ ન હોય તેઓ નવું રજિસ્ટર કરીને આ એપનો ઉપયોગ કરી શકે છે. Google Now ફોન એપ એ ઉપયોગકર્તાની રોજરોજની માહિતી ડિજિટલ મેમરીમાં માર્ક કરે છે,ત્યારબાદ ગૂગલ આ માહિતીનું વિશ્લેષણ કરીને ઉપયોગકર્તા સુધી યોગ્ય માહિતી પૂરી પાડે છે. આમ જરૂરી સીધી જ આ એપથી ઉપયોગકર્તાના હાથમાં આવેલા એન્ડ્રોઇડ ફોન પર મેસેજ સ્વરૂપે પહોંચી જાય છે. આ બધી બાબત માટે ફોનમાં જીપીઆરએસ સતત ઓન હોવું જરૂરી છે.
Google Now ફોન એપના ફાયદાઃ Google Now ફોન એપ ઘણી સવલતો પૂરી પાડશે. Google Now એપ સમાચારથી લઇને ફોનના કેલેન્ડરમાં સેટ કરી રાખેલા એલર્ટ મેસેજ, મિત્રોની જન્મતારીખ વગેરેના તમારા સુધી ચોક્કસ સમયે ગૂગલ કાર્ડના મેસેજ દ્વારા તમારા ફોન સુધી પહોંચાડશે. આ એપ ઉપયોગકર્તાની દરરોજની ગતિવિધિ ચોક્કસ સિસ્ટમની મદદથી યાદ રાખી શકે છે, માટે તે ઉપયોગકર્તાની જરૂર મુજબ માહિતીનું વિશ્લેષણ કરીને ઉપયોગકર્તાને જુદી જુદી માહિતી આપી શકશે જેમ કે, દરરોજ વ્યક્તિ કોઈ નિયત કરેલા સમયે ચોક્કસ જગ્યાએ કાર્ય માટે જતી હોય તો તે જગ્યાએ જતા નજીકના રસ્તા પરનો ટ્રાફિક કેટલો છે તે આ એપ અગાઉથી જણાવી શકશે. આજુબાજુના વાતાવરણમાં થતા ફેરફાર જેમ કે, વરસાદ, ગરમી, ઠંડી વિષે પણ આ એપ માહિતી આપે છે. નજીકમાં કોઈ જાહેર પ્રસંગ હોય કે મેળો લાગેલો હોય ત્યારે પણ આ એપ એ વિષે માહિતી આપશે. ઉપયોગકર્તા નજીકના મ્યુઝિયમમાં કોઈ પણ વસ્તુ વિષે જાણવા માંગે તો ફક્ત Google Now એપ દ્વારા તેને ફોનના કેમેરાથી સ્કેન કરીને વિસ્તૃત માહિતી મેળવી શકશે. Google Now એપની મદદથી ગૂગલ પ્લસનો પણ ઉપયોગ કરી શકાશે. રેલવે કે એરપોર્ટના સમયપત્રકને પણ આ ફોન એપ દ્વારા જોઈ શકાશે તેમજ ફલાઇટની કે રેલવેની સચોટ માહિતી મેળવી શકાશે. અવાજ દ્વારા સર્ચ કરવાના ઓપ્શનથી ભવિષ્યમાં કોઈ પણ ગીત કે અવાજનો અમુક ભાગ ફોનમાં આ એપ દ્વારા રેકોર્ડ કર્યા બાદ તેને લગતી માહિતી શોધી શકાશે. તેમજ ટુ-ડી-૩ડી બારકોડ સ્ટિકરને વાંચવાનું કામ પણ આ એપ કરી શકશે. આ એપ નજીકના થિયેટરમાં ચાલતાં ફિલ્મ કે નાટક વિષે પણ માહિતી આપશે. ગૂગલની આ નવી એપનો ઉપયોગ કરવાની દરેક ટેક્નોસેવીઓને જરૂરથી આતુરતા રહેશે. 
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid