techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Tuesday 15 October 2013

Q R Droid એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
Q R Droid Mobile Application એક નવી મોબાઇલ ફોન એપ્લિકેશન છે. ન્યૂઝપેપરની અમુક જાહેરાતોમાં, દવાઓ કે વિવિધ વસ્તુઓ પર આવા કોડ જોવા મળે છે. જેમાં ખરેખર તો ઘણો બધો ભેદ સમાયેલો હોય છે, માટે જ યુવાનો આ એપમાં રસ દાખવતા હોય છે. આજકાલ દરેક યુવાન પાસે મોબાઇલ ફોન હોય છે. તેમજ આવી Q Rcodeની એપ્લિકેશન જ્યારે ફોનમાં હોય ત્યારે તેના દ્વારા મળતી માહિતી ઘણી ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય વ્યક્તિ તાગ પણ ના મેળવી શકે તેવી રીતે આ એપ માહિતીને સંઘરે છે.

કેવી રીતે ડાઉનલોડ કરશો?
આ એપ્લિકેશનનું નામ ઇન્ટરનેટ પર સર્ચ કરીને આ એપ સહેલાઈથી મફતમાં મેળવી શકાય છે. આ એપ સામાન્ય રીતે એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરે છે. આ પ્રકારે ઘણી બધી એન્ડ્રોઇડ એપ બજારમાં આવેલી છે. જેમ કે, Barcode Generator/Reader, Scanlife Barcode/Reader, Quickmark QR Code Reader, i-nigma Barcods Scanner Barcode Scanner mobiscanQR.
કઈ માહિતી મેળવી શકાય?
કોઈ મોલમાં અથવા બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો તે વસ્તુની સાચી MRP કિંમત જાણવા માટે આ એપ ઉપયોગી છે. અમુક જગ્યાએ વિવિધ વસ્તુઓ સાથે આપવામાં આવતી ડિસ્કાઉન્ટ કુપન પણ Q Rcodeમાં જ આપવામાં આવે છે. પેકિંગ કરેલી વિવિધ વસ્તુઓ પર આપવામાં આવતા સાદા બારકોડને પણ આ એપ સ્કેન કરીને પદાર્થની માહિતી આપે છે. આમ દવા કે પેકેજ્ડ વસ્તુ નકલી હોય તો તેને સહેલાઈથી શોધી શકાય છે. ઘણા બિઝનેસમાં વ્યસ્ત વ્યક્તિઓ પાસે સમય ઓછો હોય છે. આવી વ્યક્તિઓ પાસે વિઝિટિંગકાર્ડ, બિઝનેસ કાર્ડ જલદી ખૂટી પડતાં હોય છે. આવા સમયે પોતાના વિઝિટિંગકાર્ડમાં આવતી માહિતીને Q Rcode દ્વારા આપી શકાય છે. આ એપ વધારે માહિતીને Q Rcode કોડની મદદથી મોકલી શકવાનું શક્ય બનાવે છે. આ એપ્લિકેશન આના સિવાય બીજી ઘણી માહિતી Q Rcode દ્વારા શેર કરે છે. જેમ કે, વિવિધ વેબસાઇટના બુકમાર્ક્સ લિંક (વેબસાઇટ લિંક),એસ.એમ.એસ. વેબસાઇટની વીડિયો લિંક વગેરે.
આ એપ કેમ ઉપયોગી છે?
પહેલાંના સમયમાં કોઈ પણ વસ્તુની ચોક્કસ કિંમત ફક્ત પેકેટ પરના ભાવથી જાણી શકાતી હતી. હવે આ એપ્લિકેશનની મદદથી કોઈ પણ વસ્તુનો ભાવ ફોનમાં આ એપ દ્વારા સીધો જ જાણી શકાય છે. નેટ પરથી મોબાઇલ એપ્લિકેશન ઉતારવા માટે પણ આ રીતે ફોન કંપનીઓ Q Rcodeની લિંક આપતી થઈ છે, જેથી જે તે વેબસાઇટનું એડ્રેસ ટાઇપ કરવું પડતું નથી. નકલી વસ્તુ કે પદાર્થને ઓળખવો સહેલો છે બસ આ એપ વડે ફોનના કેમેરા દ્વારા સ્કેન કરવાથી જે તે પદાર્થ વિષે Q Rcodeને સ્કેન કર્યા બાદ આવતી તેની વેબસાઇટ લિંકની માહિતીથી ખબર પડી જાય છે. મેઇલ એડ્રેસ, એડ્રેસ, કોન્ટેક્ટ નંબરથી લઈને મેપ પર લોકેશનની લિંક સુધીની માહિતી આ એપ દ્વારા Q Rcodeની મદદથી આપી શકાય છે. સહેલાઈથી માહિતીના આદાનપ્રદાન માટે આ એપ અત્યંત ઉપયોગી છે તથા આ એપ દ્વારા આપવામાં આવતા Q Rcode કોડની ડિઝાઇન પણ જુદી જુદી હોઈ શકે છે. આ એપને એટલે જ Quick Response Code સ્કેનર કહેવામાં આવે છે.
કેવી રીતે ઉપયોગ કરી શકાય?
સૌ પ્રથમ આ એપને ફોનમાં ઇન્સ્ટોલ કરો. ફોનમાં આ એપને ઓપન કરો. સ્કેનના ઓપ્શનને ઓન કરો. જે ક્યૂઆરકોડ કે બારકોડને સ્કેન કરવું હોય તેની તરફ ફોન લઈ જાઓ. બારકોડ કે Q Rcodeથી બે વેંત દૂર ફોન કેમેરાને પોઇન્ટ કરો. જરૂર મુજબ ઓપ્શન સિલેક્ટ કરો. એપ્લિકેશનમાં કોન્ટેક્ટ નંબર કે વેબસાઇટની URL (વેબસાઇટ એડ્રેસ) પ્રમાણે જુદા જુદા ઓપ્શન આવતા હોવાથી જરૂરી ઓપ્શન સિલેક્ટ કરીને માહિતી ફોન પર જોઈ શકો છો. ધ્યાન રાખો કે ફોનને Q Rcode કોડની બહુ નજીક કે બહુ દૂર લઈ જવાની જરૂર નથી, જેથી ફોનનો કેમેરા આ કોડને બરાબર સ્કેન કરી ન શકે. કોઈ પણ ક્યૂ આરકોડ બનાવવા આ વેબસાઇટhttp://goqr.me/ લિંકનો ઉપયોગ કરી શકાય છે. 
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid