techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Tuesday 15 October 2013

Xplore ફોન એપ્લિકેશન

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
ફોન્સની વિવિધ યુટિલિટી માટેની માસ્ટર કી
આજે ઘણા ઓછા લોકો Sambian Operating System ફોન વાપરે છે. Sambian Operating System એટલે નોકિયા ફોન દ્વારા મૂકવામાં આવેલી ફોનની ઓપરેટિંગ સિસ્ટમ. નોકિયાએ ઓપરેટિંગ સિસ્ટમ સાથેના ફોન ભારતના બજારમાં મૂક્યા હતા. આ ફોનની ઓપરેટિંગ સિસ્ટમ તેની ખાસિયત છે. Sambian ફોન સામાન્ય વ્યક્તિને સસ્તી કિંમતે મળે છે. તેને જોઈને અન્ય ફોન કંપનીએ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત ફોન વેચવાના શરૂ કર્યા. શરૂઆતના સમયમાં આ ફોનની સિસ્ટમને આધારિત એપ્લિકેશન ઘણી ઓછી હતી, પણ હવે બજારમાંXplore જેવી એપ્લિકેશન આવી છે, જેથી સામાન્ય સામ્બિયન ઘણી ઓછી હતી, પણ એડવાન્સ ફોન જેવો આનંદ મેળવી શકે છે. દા.ત. ઘણી વાર એવું થાય કે તમારા ફોનમાં અમુક થીમ કે સ્ક્રીન સેવર સારા છે જે તમારે મિત્રને કે તમારા ભાઈને આપવા છે, પણ ફોન આવી ફાઇલોને સીધા જ શેર કરવા નથી દેતા, ત્યારે Xplore Phone Applicationથી આવી ફાઇલોને શેર કરી શકાય છે. તેમજ ફોનની બધી ફાઇલોને અકસ્માતે ઊડી જતી રોકી શકાય છે. ફાઇલોને કોપી કરીને કમ્પ્યુટરને બ્લૂટૂથ કે વાઇફાઈથી જોડયા બાદ તેમાં બેકઅપ કરવું શક્ય બને છે, જેથી સમય પડયે ફોન ખરાબ થાય તોપણ સેવ કરેલી ફોનની ફાઇલો કામ આવે છે.

Xplore Smart Phone Application કેવી રીતે મેળવશો?
આ એપ્લિકેશન નોકિયા OWIARI સહેલાઈથી મેળવી શકાય છે. તેમજ આ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોનને પણ સપોર્ટ કરે છે. એન્ડ્રોઇડ માટે ગૂગલ સર્ચ પરથી આ એપનું APK એટલે કે એન્ડ્રોઇડને સપોર્ટ કરતું વર્ઝન ડાઉનલોડ કરવું પડે છે. આ એપ્લિકેશન ફક્ત એન્ડ્રોઇડ અને Sambian Operating System ફોનને સપોર્ટ કરે છે.
Xplore Smart Phone Application ની ઉપયોગિતા
આ એપ્લિકેશન વિવિધ ઓપ્શન સાથે આવે છે. ફોનના મેમરી કાર્ડના લિસ્ટ પ્રમાણે જોઈ શકાય છે. જે લોકો વિવિધ ક્લાઉડ સર્વર પર જોડાયેલા હોય તેમના માટે એપ્લિકેશન google Drive Tm, Dropbox, Box.net, Skydrive, Webdav, Yandex, Ubuntu One, 4Sync, IDrive, SugarSync, Dump Truck, Copy.com, megaCloud, Picasa image albums જોડે જોડાણ પૂરું પાડી આપે છે. એટલે કે આ એપ્લિકેશન દ્વારા પોતાના ફોનની માહિતીને ઓનલાઇન ટ્રાન્સફર કરી શકાય છે.
આ એપ્લિકેશન બિલ્ટ ઇન વ્યૂ સાથે આવે છે એટલે કે ફોનમાં ફોટો, વીડિયો કે ટેક્સ ફાઇલને એક્સેસ કરવી હોય તો એ શક્ય છે. જે કમ્પ્યુટરમાં વિવિધ ડેટાબેઝ સોફ્ટવેરનો ઉપયોગ થાય તે જ *.DB ફાઇલોને આ એપ્લિકેશન દ્વારા ફોનમાં વાંચી તેમજ ઉપયોગમાં લઈ શકાય છે. રૂટ કરેલા ફોનમાં ફાઇલને ફક્ત વાંચી શકાય કે એડિટ કરી શકાય એવું સેટિંગ આ એપ દ્વારા કરી શકાય છે. ફોનમાં કોઈક જગ્યાએ ફોલ્ડરમાં મૂકેલી ફોટો ફાઇલને આ ઓપ્શનની મદદથી થમ્બનેઇલ સ્વરૂપે જોઈ શકાય છે. કોઈ પણ ફાઇલોને સેટ કરીને તેને અન્ય ફોન એપ સેટિંગ આપી શકાય છે. આ એપ દ્વારા ફોનની બધી ફાઇલોને ફોન સર્ચ ઓપ્શનથી પળવારમાં શોધી શકાય છે.
ફોનમાં આવેલી કોઈ પણ ફાઇલને બ્લૂટૂથ દ્વારા આ એપથી શેર કરી શકાય છે. અમુક ફાઇલ કે ગેઇમ, ફોનની થીમ અથવા ગીતો,રિંગટોન વગેરેને શેર કરી શકાય છે. ફોનમાં આવેલી ફાઇલોને સંતાડીને મૂકી શકાય છે. આ અપ્લિકેશનથી વેબસાઇટને FTP and FTPS serversને પણ ફોન વડે જોડી શકાય છે. માટે જે લોકો વેબસાઇટ બનાવતા હોય તેમના માટે આ એપ ઉપયોગી છે તેમજ આજકાલ વિવિધ એફટીપી એટલે કે ફાઇલ શેરિંગ સાઇટ આવેલી હોય છે તેને ઉપયોગમાં લેવા માટે પણ આ એપ્લિકેશન ઉપયોગી છે.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid