techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Tuesday 15 October 2013

EVERNOTEAPP : અનોખી વર્ચ્યુઅલ ડાયરી

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
શાળા-કોલેજના વિદ્યાર્થી માટે પોતાની NOTES બનાવવી અગત્યની હોય છે. કોઈક બિઝનેસ વર્કર માટે પણ ચોક્કસ કાર્ય કે મિટિંગ માટે ચોક્કસ મુદ્દાઓ લખી રાખવા અગત્યના હોય છે. હવે દરેક વ્યક્તિ પોતાના આવા કામ માટે પ્રાઇવેટ સેક્રેટરી રાખી શકે નહીં. અત્યંત કાર્યશીલ વ્યક્તિ માટે ઘણી વખત પોતાની પર્સનલ ડાયરી ભૂલી જવું સામાન્ય છે. પોતાની સાથેની અગત્યની ડાયરી કે NOTES ખોવાઈ જાય તો પારાવાર નુકસાન થઈ શકે છે. આજે આવા પ્રશ્નોના સમાધાન તરીકે EVERNOTE વર્ચ્યુઅલ નોટિંગ ફોન એપ આવી છે. આ ફોન એપ્લિકેશનને ન્યૂ યોર્ક ટાઇમ્સે ફોન માટે જરૂરી ટોપ ટેન એપ્લિકેશન્સમાં સ્થાન આપ્યુ છે તેમજ Mashable વેબસાઇટ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. TechCrunch વેબસાઇટ જૂથ દ્વારા પણ આ એપને તેમના Crunchies ફોન એપ્લિકેશનના લિસ્ટમાં જાહેર કરવામાં આવી છે. ગૂગલે આ એપ્લિકેશનને પમાંથી ૪.૭ પોઇન્ટ આપ્યા છે. આવો જાણીએ કે આ એપ્લિકેશનમાં એવી કઈ ખાસિયતો છે?
આ એપ્લિકેશન કઈ રીતે મેળવી શકાય?
ગૂગલ પર સર્ચ કરીને કે EVERNOTE એપ્લિકેશનની વેબસાઇટને ફોન પર જીપીઆરએસ દ્વારા શોધીને ફોન પર આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશન વિન્ડો ૮, વિન્ડો ૭, એન્ડ્રોઇડ, એપલ ફોન અને આઈઓએસ દ્વારા ચાલતા દરેક ટેબને સપોર્ટ કરે છે.

કઈ રીતે કામ કરે છે ?
સૌ પ્રથમ EVERNOTE એપ્લિકેશનને ફોનમાં ડાઉનલોડ કરવી. ત્યારબાદ ફોનમાં આ એપને ઓપન કરતાં ફોનમાં એપ્લિકેશન ઉપયોગકર્તાને રજિસ્ટર આઈડી અને પાસ કી પૂછે છે. જો ઉપયોગકર્તાએ ઈ-મેઇલ આઈડીથી રજિસ્ટર કરાવેલ હોય તો જ એપ્લિકેશન ઓપન થાય છે. આમ, રજિસ્ટર કરવાથી તમારા NOTES ઓનલાઇન ક્લાઉડ સિસ્ટમમાં સેવ થાય છે. આ NOTES જે તે જગ્યાએ બનાવેલા હોય તે જગ્યાનાં સમય, સ્થળ અને અન્ય માહિતી સાથે ક્લાઉડ પર સેવ થાય છે.
EVERNOTE ની ઉપયોગિતા
ક્યારેક પ્રોફેસરના લેક્ચરને રેકોર્ડ કરવાની સાથે તેને ટાઇપ કરવાની સવલત આ એપ્લિકેશન આપે છે. આ એપમાં કોઈ પણ ચોક્કસ શબ્દ પ્રમાણે ટેગ લગાવીને NOTES ને સેવ કરી શકાય છે. ટેગ લગાવવાથી જ્યારે પણ અન્ય જગ્યાએ તે શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે સીધી જ રેફરન્સ સાથે તે NOTES ને જોડી શકાય છે. ટેબ કે ફોનના કેમેરાથી લેવામાં આવેલી તસવીરો કે ફોટોને પણNOTES માં ઉમેરી શકાય છે. ઓડિયો એટલે કે અવાજ સાથે NOTES ટાઇપ કરવા છતાં પણ NOTES સાંભળતી વખતે તેમાં અવાજની ગુણવત્તા સારી રહે છે. આ એપ્લિકેશનથી બિઝનેસ NOTES કે અપોઇન્ટમેન્ટ્સને શેર કરી શકાય છે. આ બધી NOTESએ ક્લાઉડ પર સેવ થાય છે. જ્યારે પણ જરૂર હોય ત્યારે જે તે NOTES ને તમે કયા સ્થળે બનાવી હતી તે આ એપ બતાવે છે. કોઈને મિટિંગ માટે આપેલા સમયની NOTES પણ ડાયરીની જેમ ફોનમાં કે ટેબમાં સેવ થઈ જાય છે. તમારી વિવિધ મિટિંગ કેNOTES ને જુદી જુદી ક્લાઉડ સિસ્ટમને સપોર્ટ કરતી મશીન પર શેર કરી શકો છો. અહીંયાં મશીન એટલા માટે લેવામાં આવ્યું છે કે ક્લાઉડ આજકાલ લેપટોપ, ફોન સહિત અન્ય ગેઝેટ જેવાં કે હેન્ડ ગિયર અને કમ્પ્યુટરથી ચાલતી ઘડિયાળને પણ સપોર્ટ કરે છે.
આ એપ્લિકેશન દ્વારા બનાવવામાં આવેલી NOTES ને ઈ-મેઇલથી પણ મોકલી શકાય છે. આ એપ્લિકેશનની એક ખાસિયત એ છે કે ફોનમાં NOTES જુદા જુદા ફોટાની ઉપર પણ લઈ શકાય છે. આ રીતે લીધેલા ફોટા ઉપરની NOTES ને સર્ચ કરી શકાય છે. સોશિયલ સાઇટ પર જેમ કે, ફેસબુક અને અન્ય સોશિયલ સાઇટ પર પોતાની NOTES શેર કરી શકો છો. કોઈક જગ્યાએ જવું હોય તો તે માટે જરૂરી પ્લાન કે વસ્તુઓનું લિસ્ટ બનાવવું હોય તોપણ આ એપ દ્વારા સહેલું પડે છે. અગત્યની બાબત તરીકે આ એપ ફોન પર સેવ કરેલી વેબસાઇટનાં લખાણ અને ફોટોને પણ સેવ કરી શકે છે. ફોન કે ટેબ પર આ રીતે માહિતી સેવ કરવાથી કાગળનો પણ બચાવ થાય છે. તેમજ માહિતી સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે, તેથી જ આ એપ અત્યંત ઉપયોગી એપ્લિકેશનમાંની એક એપ્લિકેશન છે. ફોનમાં આવતી અન્ય એપ્લિકેશન કરતાં ગૂગલ પર આ એપ રજિસ્ટર હોઈ વધારે ભરોસાલાયક છે, જેથી તમારી માહિતીનો દુરુપયોગ થવાનો ભય ઓછો રહે છે.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid