techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Saturday 7 June 2014

Total Commander File Manager

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ

નેનો-ટેક્નોલોજી આવનારા સમયમાં દરેક ઉપયોગી સાધનને વધુ સરળ બનાવશે એમ કહી શકાય. આવી જ ટેક્નોલોજી ધરાવતી મોબાઇલ એપ્લિકેશન આવી છે. આ એપ્લિકેશનનું નામ છે Total Commander File Manager ફોન એપ્લિકેશન. આ એપ્લિકેશન ફોનમાં આવતી એક યુટિલિટી એપ્લિકેશન છે. આ એપ્લિકેશન ફોનમાં આવેલી વિવિધ ફાઇલોને ગોઠવવાનું, નામ બદલવાનું,ફાઇલોને ઝિપ કરવાનું કાર્ય કરે છે. આ સિવાય ઘણી વિવિધ ફાઇલ મેનેજમેન્ટ પ્રક્રિયા ફોન કે ટેબલેટ ડિવાઇસમાં કરી શકાય છે. આ એપ એન્ડ્રોઇડ ૧.૫ સિસ્ટમથી લઈને દરેક એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરે છે. એપ્લિકેશનની સાઇઝ ૧.૧ એમ.બી. છે. ૨૨ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ આ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરવામાં આવ્યું છે. હાલનું લેટેસ્ટ એપ વર્ઝન ૨.૦૪ છે.આ એપ્લિકેશન ફ્રી છે તેમજ ગૂગલ સ્ટોર પર અને નેટ પર સર્ચ દ્વારા આ એપ ડાઉનલોડ કરી શકાય છે.

કેવી રીતે ઉપયોગ કરી શકાય?
 આ એપ્લિકેશન દ્વારા વિવિધ ફાઇલોને ઝિપ કરી શકાય છે. ફોનમાં વધારે ફાઇલો ભેગી થઈ જાય ત્યારે ફોન સાથે ડેટા કેબલ જોડીને તેમાં પેનડ્રાઇવ(યુ.એસ.બી સ્ટિક) બીજા છેડે લગાવવામાં આવે છે. ત્યારબાદ ફોનની માહિતીને ઝિપ કરી પેનડ્રાઇવમાં ફોન દ્વારા જ મૂકી શકાય છે. આ પ્રક્રિયા દ્વારા ઝિપ થયેલી માહિતી ફોનના મેમરી કાર્ડ પર કે કમ્પ્યૂટરમાં ઓછી જગ્યા રોકે છે. આ એપ ફોનની માહિતીને કોપી, મૂવ કરી શકે છે. અમુક ફોન મોડલમાં કે ટેબલેટમાં ડિવાઇસને રૂટ કરેલી હોય ત્યારે ઝિપ ફાઇલોને લોક કરી શકાય છે. રાર ફોર્મેટ કે ઝિપ કરવાના ઓપ્શનની મદદથી ફાઇલને લોક કે અનલોક કરીને સિક્યોર કરી શકાય છે. ફાઇલોને સર્ચ કરવા ઉપરાંત અન્ય પ્લગ ઇન ઓપ્શન પણ આપેલા હોય છે, જે દ્વારા FTP and SFTP client fulist of installed Appsઅથવા Web DAV (Web folders) અને LAN access ને ઓન કરી ઉપયોગ કરી શકાય છે. આ સિવાય ફાઇલોને બ્લૂટૂથથી મોકલવી કે ફોટો ફાઇલોને ચેક કરવા માટે પેનલ ઓપ્શન પણ આ એપમાં છે. આ એપ ફોનની ઇન્ટરનલ સિસ્ટમ ફાઇલોને પણ મૂવ કરી શકે છે. ફાઇલોને કે ગીતની ફાઇલોને આ એપ બુકમાર્ક તરીકે યાદ કરી શકે છે.
આ એપ ટેબલેટ કે ફોન સાથે કનેક્ટ થયેલી બધી ડિવાઇસનાં મેમરી કાર્ડને ડિટેક્ટ કરે છે. એપ્લિકેશન સાથે ચારથી વધારે ભાષામાં હેલ્પ ફાઇલ આપવામાં આવી છે. જો ફોનમાં સાથે સુપર યુઝર એપ ઇન્સ્ટોલ કરેલી હોય ત્યારે ફોનની સિસ્ટમ ફાઇલો ભૂલથી હટી જાય કે મૂવ થઈ ન જાય એનું સાવધાની રાખવી પડે છે. આ એપને વધારે સારી રીતે ઉપયોગમાં લેવા સુપર યુસર એપ્લિકેશન દ્વારા ફોન રૂટ કરવા માટે એપ ડેવલપર દ્વારા સલાહ આપવામાં આવેલ છે, પણ સુપર યુઝર ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નથી. આ એપ ડાઉનલોડ કર્યા બાદ પ્લગ ઇનના ઉપયોગ સિવાય જી.પી.આર.એસ. કે નેટ કનેક્શનની જરૂર પડતી નથી.               
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid