techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 3 July 2013

યુ-ટયૂબ પર વીડિયો અપલોડિંગ રોજગારીનું નવું માધ્યમ

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
આમ તો ઇન્ટરનેટ પર જુદી જુદી વીડિયો શેરિંગ સાઇટ્સ આવેલી છે. જેમ કે, Dailymotion, Vimeo, Msn Videosવગેરે. આ બધામાં યુ-ટયૂબ અનેક રીતે જુદી તરી આવે છે. તાજેતરમાં જ યુ-ટયૂબને ૮ વર્ષ પૂરા થયાં છે. વીડિયો જોવા માટે આપણે સૌપ્રથમ પ્રાયોરિટી યુ-ટયૂબને આપતા હોઈએ છીએ, પણ યુ-ટયૂબમાં માત્ર વીડિયો જોઈ જ નથી શકાતા આપણે મનપસંદ વીડિયો અપલોડ પણ કરી શકીએ છીએ. મજાની વાત એ છે કે અપલોડ કરેલા વીડિયોમાંથી આપણે કમાણી પણ કરી શકીએ છીએ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે દરરોજ આખા વિશ્વમાંથી અનેક વીડિયો યુ-ટયૂબમાં ઉમેરાતા જાય છે. બીજી બાજુ લોકો કશુંક અવનવું વાંચવાને બદલે જોવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે વીડિયોની મદદથી જ્ઞાન મેળવવાનું સામાન્ય બની ગયું છે. વિવિધ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પણ પોતાના પ્રોજેક્ટ માટે યુ-ટયૂબ રિફર કરતા હોય છે. તો ગૃહિણીઓ રસોઈની અવનવી રીત વીડિયો જોઈને શીખી લેતી હોય છે. ફિલ્મના ટીઝર પણ આપણે યુ-ટયૂબમાં જોવાને પ્રાથમિકતા આપતા હોઈએ છીએ. જોકે, યુ-ટયૂબ પર વીડિયો મૂકીને પૈૈસા બનાવી શકાય એ વાત જો કોઈને તુક્કો લાગતી હોય તો આ રહ્યો તેનો જવાબ.

યુ-ટયૂબ પર કઈ રીતે અપલોડ કરશો વીડિયો?
* ઝડપથી યુ-ટયૂબ પર ચેનલ બનાવીને એપ્રૂવ કરાવવી હોય તો તમારી પાસે જી-મેલ એકાઉન્ટ હોવું જરૃરી છે.
* પછી એ જ જી-મેલ એકાઉન્ટને ઓપન રાખીને બાજુના ઇન્ટરનેટના ટેબમાં યુ-ટયૂબ વેબસાઇટ ઓપન કરવી. જીમેલનો પાસવર્ડ અને આઇડી હોય એ જ યુ-ટયૂબમાં આઇડી-પાસવર્ડ તરીકે નાખવાથી તમારું યુ-ટયૂબ એકાઉન્ટ ખૂલી જાય છે.
* વેબસાઇટમાં સૌથી ઉપર આવેલા અપલોડ બટનની મદદથી ૧૫ મિનિટનો વીડિયો અપલોડ કરી શકીએ છીએ.
* ૧૫ મિનિટ કરતાં વધારે વીડિયો કન્ટેન્ટ હોય તો એકાઉન્ટ સેટિંગમાં જઈને મોનેટાઇઝના ઓપ્શનમાં અનલિમિટેડ પર ક્લિક કરીને સેટિંગ્સમાં ફેરફાર કરી શકાય છે.
* તમે તેને પ્રોટેક્ટેડ રાખી શકો છો, જેથી તેમાં જરૃરી ફેરફાર થઈ શકે અને તેને ગેરકાયદે રીતે ડાઉનલોડ થતો અટકાવી શકાય છે.
વીડિયો અપલોડ કર્યા બાદ જો યુ-ટયૂબમાં આવેલા Monetize ઓપ્શનને ક્લિક કરીએ તો તે તમને યુ-ટયૂબના વીડિયો પર આવતી જાહેરાત સંબંધી ચોક્કસ નિયમાવલી દર્શાવશે. તમે આ નિયમોને ધ્યાનથી વાંચીને ટિક કરીને કે ઓકેનું બટન પ્રેસ કરીને પોતાની સંમતિ આપો કે તરત જ યુ-ટયૂબ તમારી જાહેરાત માટેની એપ્લિકેશનને ચેક કરે છે. સામાન્ય રીતે વધારેમાં વધારે બે દિવસમાં તમારો વીડિયો ચેક કરીને યુ-ટયૂબ પાસ કરી દેતું હોય છે. અલબત્ત, આ માટે તમારે ગૂગલ એડસેન્સમાં એ જ એકાઉન્ટ વડે રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. નિયમોને પાસ કર્યા બાદ તમારા વીડિયો પર શરૃઆતમાં જાહેરાત આવવાનું શરૃ થઈ જાય છે. જોકે સૌથી અગત્યની બાબત તમારું વીડિયો કન્ટેન્ટ છે. જો વીડિયો સારો અને યુનિક હશે તો વધુ પોપ્યુલર થશે અને વધુ પૈસા પણ રળી આપશે. કોઈ ફિલ્મનું કોપી કન્ટેન્ટ કે ગીત યુ-ટયૂબ પર મૂકવાથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેમાં કોપીરાઇટના પ્રશ્નો ઉદ્ભવી શકે છે. વળી, તમારા યુનિક કન્ટેન્ટને જ યુ-ટયૂબ માન્ય રાખે છે.
આપણે ત્યાં એવી માન્યતા પ્રવર્તે છે કે એશિયન દેશોના ગૂગલ એડસેન્સ પાસ થતા નથી. આ માન્યતા ભૂલભરેલી છે. ઘણા બધા લોકો ગૂગલ એડસેન્સ એકાઉન્ટ ક્રિએટ કરી દેતા હોવાનું કહીને રૃપિયા ૧૫૦૦થી ૧૮૦૦ જેવી ફી પણ વસૂલે છે અને લોકોને છેતરે છે. આ છેતરપિંડીનો એક નુસખો બની ગયો છે. જોકે તમે સમજદારી દાખવો ને થોડો સારો અભ્યાસ કરો તો યુ-ટયૂબના એડસેન્સ મેળવી સહેલાઈથી પૈસા કમાઈ શકો છો.
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid