techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 3 July 2013

ગૂગલ તમારા વિશે ખોટી માહિતી સર્ચ કરે તો શું કરશો?

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
સામાન્ય રીતે એવું થતું હોય છે કે ઇ-મેલ આઇડી બનાવ્યું હોય ને તેનો પાસવર્ડ ભૂલી ગયા હોઈએ છીએ. અમુક વખત તો ફેસબુકના આઇડી પાસવર્ડથી લઈને નોકરીડોટકોમ કે અન્ય જરૂરી સેવાઓને લગતા પાસવર્ડ પણ ભૂલી જવાય છે. બ્લોગથી લઈને માર્કેટિંગ વેબસાઇટ પર રજિસ્ટર થઈને વેચવા મૂકેલી વસ્તુઓ સુધીની તમારી વિગતો ગૂગલ પર સર્ચમાં આવતી હોય છે. કોઈ વ્યક્તિ ગૂગલ પર કોઈ વ્યક્તિનું આખું નામ નાખીને શોધ કરે તો વ્યક્તિને સંલગ્ન બધી માહિતી ગૂગલ આપે છે. એટલે કે તમે તમારા મિત્રનું નામ નાખીને શોધો તો એનું જૂનું ફેસબુક એકાઉન્ટ હોય,નોકરીડોટકોમની પ્રોફાઇલ કે લિન્ક્ડઇનનાં પ્રોફેશનલ નેટવર્ક હોય તે બધી વિગતો ગૂગલ આપે છે, માટે જો તમે તમારા પોતાના જૂના સોશિયલ એકાઉન્ટ પર રજિસ્ટર થયેલા હોય તો તે ગૂગલમાં આવવાનું જ. અમુક સમય સુધી તમે તેનો ઉપયોગ ન કરો તો તે બંધ થઈ જાય છે, પણ તેના માટે પણ ઘણો સમય લાગતો હોય છે, તેથી આવી વિગતો ગૂગલ સર્ચમાં આવે છે અને એ રીતે આપણી ખોટી માહિતી સર્ચ કરનાર સુધી પહોંચે છે.

ઘણી વાર એવું પણ થાય કે તમારો જૂનો બાયોડેટા કે વિગતવાળા અકાઉન્ટને લીધે નોકરીની વેબસાઇટ્સ તમને જૂના આઈડી પર વિગતો મોકલે છે, પણ એ વિગતો તમારા સુધી પહોંચતી નથી એટલે નોકરીની સારી ઓફર ગુમાવવી પડે છે. આવી સમસ્યાથી સર્જાતી હોય તો શું કરવું? જૂની વિગતોને ગૂગલમાં દેખાતી રોકવા શું કરી શકાય? આ રહ્યો સવાલનો જવાબ.
તમારી ખોટી માહિતી કે વિગતને ગૂગલ પરથી હટાવો.
સામાન્ય રીતે ગૂગલ પર પોતાની વેબસાઇટ પહેલાં દેખાય એ માટે આખી નવી સિસ્ટમ ઉદ્ભવી છે, જેને કમ્પ્યુટરની ભાષામાંSearch Engine Optimization(SEO) કહેવામાં આવે છે. સાથે જ ગૂગલ પર પોતાની વેબસાઇટ પહેલાં દેખાય તે માટે વિવિધ ઉદ્યોગગૃહો Search Engine Marketing પણ કરતાં હોય છે. દરરોજ નવી નવી વેબસાઇટ્સ ક્રિએટ થતી રહે છે. તેમજ પોતાના જીવન પર ડાયરીની જગ્યાએ બ્લોગ લખનારા પણ બહુ બધા લોકો છે, જે અમુક સમયે બસ બ્લોગ બનાવીને મૂકી જ રાખે છે, પણ અપડેટ કરતા નથી. આવી માહિતી ગૂગલના સર્ચમાં જવાથી તેનો કોઈ અર્થ રહેતો નથી. તો આના ઉકેલ પણ છે. ધારો કે તમે પાસવર્ડ ભૂલી ગયો હો તો પાસવર્ડ રિકવરીના ઓપ્શન દ્વારા ફરીથી પોતાનું જૂનું અકાઉન્ટ શરૂ કરી શકાય છે. આ માટે તમે જે તે સોશિયલ સાઇટમાં રજિસ્ટર કરતી વખતે મેલ અકાઉન્ટ કે મોબાઇલ નંબર આપ્યો હોવો જરૂરી છે. જોકે, તમે મોબાઇલ નંબર કે અકાઉન્ટ નથી નાખ્યું તો પણ આ સમસ્યાનો ઈલાજ છે.
તમે ઇન્ટરનેટ પર જઈને જે તે વેબસાઇટની લિન્ક ઝોનએડિટ.કોમ પર જઈને કે who is lookup services પર જઈને મૂક્યા બાદ સર્ચ કરો એટલે જે તે વેબસાઇટના માલિક તેમજ તેમની ઓફિસ સ્થળ વિશે માહિતી મેળવી શકો છો. જે તે વેબસાઇટમાં About us fu Contact us રાખવું ફરજિયાત હોય છે. તમે જે તે વેબસાઇટ પરથી પોતાની ખોટી માહિતી કઢાવવા માટે તેના આ કોન્ટેક્ટ પેજ પર જઈને માહિતી બદલાવી શકો છો, પણ આ સિવાય જો કોઈ બ્લોગ કે વેબસાઇટ પર આવતી માહિતી કાઢવામાં ન આવે તો ગૂગલ.કોમ પર જઈને Google webmasters tools removal સર્ચ કરવું. તમને ગૂગલના સપોર્ટ પેજ પર વધારે માહિતી મળશે. આ ઉપરાંત જો કોઈ ગંભીર બાબતો હોય તો પછી સાઇબર ક્રાઇમ સેલની મદદથી પણ તેનો ઉકેલ લાવી શકાય છે.
smithsolace@hotmail.com
 

0 comments:

Post a Comment

Get Paid