techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 3 July 2013

વાઇફાઇ હોટસ્પોટ ઇન્ટરનેટનું ભવિષ્ય

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
બજારમાં દરરોજ નવી ટેક્નોલોજી આવે છે. આવનારી હોટસ્પોટ ટેક્નોલોજી એવું જ અચરજ અપાવશે. મોટાભાગની વ્યક્તિઓને ફોનની અંદર આવતાં વાઇફાઇ અને બ્લૂટૂથના તફાવતની ખબર હોતી નથી. સામાન્ય રીતે બ્લૂટૂથ કરતાં વાઇફાઇ સાથે ફોનની માહિતીનું વિતરણ કરવાની રેન્જ વધારે હોય છે. ઉદાહરણ તરીકે જો તમે તમારા મિત્રને કોઈક ગીત બ્લૂટૂથથી મોકલાવો તો તેનો ફોન નજીક હોવાથી ઝડપથી ગીત બીજા ફોનમાં આવી જાય છે, પણ તમે જેમ તમારા મિત્રના ફોનથી દૂર જાઓ તો ગીત જલદીથી ડાઉનલોડ થતું નથી, આ તેની એક ટેક્નોલોજિકલ ખામી છે. જેને સુધારવા માટે વાઇફાઇનો જન્મ થયો છે. બ્લૂટૂથ કરતાં વાઇફાઇનાં સિગ્નલ વધારે સક્ષમ હોય છે. ૩૦ મીટરથી વધારે દૂર વાઇફાઇ જોડાણનો ઉપયોગ શક્ય છે, તેથી જ હાલમાં બ્લૂટૂથ પર પ્રયોગ ચાલી રહ્યા છે. અત્યારે બ્લૂટૂથનું Bluetooth1.2, Bluetooth 2, Bluetooth 3.0 વર્ઝન સાથેના ફોન મળે છે. તેમ ટૂંક સમયમાં Bluetooth 4.0 વર્ઝનના ફોન પણ મળશે, પણ વાઇફાઇના સારા કનેક્શનને લીધે વિવિધ કંપનીઓએ વાઇફાઇ હોટસ્પોટ સાથેની નવી ટેક્નોલોજીના ફોન આપવાનું શરૂ કર્યું છે. ઘણા લોકો આને સમજ્યા વગર જ આવા ફોન ખરીદી લેતા હોય છે.

વાઇફાઇ હોટસ્પોટનો અર્થ
ફોન ઉપયોગકર્તાના ફોનમાં ૩જી કે ૪જી ઇન્ટરનેટ હોય અને વ્યક્તિનો ફોન હોટસ્પોટની સગવડ સાથેનો આધુનિક હોય તો જે તે વ્યક્તિ પોતાના ફોનમાં આવતું નેટ કનેક્શન બીજા મિત્ર કે અન્ય ચોક્કસ વ્યક્તિને વહેંચી શકે છે અથવા પોતાના ફોનમાં આવતું ઇન્ટરનેટ અન્ય વાઇફાઇ સાથેના કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ જોડાણ માટે વાપરી શકે છે. એટલે કે જે તે વ્યક્તિ પોતાના ફોનને એક રાઉટર તરીકે ઉપયોગ કરી શકે છે. રાઉટર એક એવું યંત્ર છે કે જે ઓફિસમાં વાયર વગરના ઇન્ટરનેટ કનેક્શનને જુદાં જુદાં કમ્પ્યુટર સાથે જોડે છે. બસ આ જ કાર્ય તમે હોટસ્પોટ એનેબલ્ડ ફોનથી કરી શકો. હોટસ્પોટ ઓન કરવાથી જે તે વ્યક્તિ પોતે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. સાદી ભાષામાં હોટસ્પોટ એટલે અન્યને પોતાના ફોનથી વાઇફાઇના માધ્યમ દ્વારા ઇન્ટરનેટ આપતી સિસ્ટમ.
હોટસ્પોટ કઈ રીતે ઉપયોગી છે?
મોલમાં કે અન્ય જગ્યાએ તમે જાઓ ત્યારે જે ઇન્ટરનેટ ચાલતું હોય તેના માટે તેમને મોટાં રાઉટર મશીન લગાવીને નેટ ચલાવવું પડે છે, જે આવી વાઇફાઇ શુંખલા વડે ઘટાડી શકાશે. વાઇફાઇ ઝોન સિક્યોરિટી માટે ખરાબ હોય છે, કેમ કે ઘણી જગ્યાએ તેને સિક્યોર કરવામાં આવતું નથી, જેનું પરિણામ સાયબર ક્રાઇમને વધારે મળે છે. જે આ રીતે હોટસ્પોટ સિસ્ટમ અમલમાં આવતાં ઘણો ફેર પડશે, કેમ કે આવી રીતે હોટસ્પોટ સાથેનો ફોન ઉપયોગ કરનાર બીજા કોઈ વાઇફાઇનો ઉપયોગ ટાળશે. વળી, હોટસ્પોટ સાથેના ફોનમાં સારી એવી સિક્યોરિટી આપવામાં આવેલી છે, તેથી તે એક સારી અને ઇનોવેટિવ ટેક્નોલોજી બની રહેશે.
ફોનમાં હોટસ્પોટ કનેક્શન
સૌ પ્રથમ હોટસ્પોટ સાથેના ફોનમાં સેટિંગમાં જવું. તેમાં થી Wireless & Networks સિલેક્ટ કરવું. પછી Tethering & portable hotspot માં જઈને Portable Wi-Fi hotspot સિલેક્ટ કરવું. તેને ઓન અથવા Enabled કરવાથી ફોન નેટ કનેક્શન શેર કરે છે. ફોનને ચોક્કસ રીતે આપેલા નામ સાથે અન્ય વાઇફાઇ ડિવાઇસ કનેક્ટ કરી શકશે. આટલું કર્યા પછી કોઈ પણ વધારે સેટિંગની જરૂર નથી હોતી. આમ ઇન્ટરનેટ કનેક્ટ થતું હોવાથી આગામી સમયમાં કદાચ સાયબર કાફે ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં. વાઇફાઇ સિક્યોરિટી માટે જે તે ફોનની સાથે આવતી માહિતી પુસ્તિકા વાંચવી રહી. નસીબજોગે ભારત માં આજકાલ આ સિસ્ટમ નવી નવી પ્રવેશી રહી છે, કેમ કે ૩જીનો વિકાસ હજી બરાબર થયો નથી ને ૪જીની બસ શરૂઆત થઈ છે. 2G. GPRS ની114 kbps આસપાસની સ્પીડ આપે છે, જે હોટસ્પોટ માટે પૂરતી સ્પીડ નથી, જ્યારે 3G 21.6 Mbps આપે છે.
smithsolace@hotmail.com
 

0 comments:

Post a Comment

Get Paid