techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 3 July 2013

બેસ્ટ વેબ વીડિયો કોન્ફરન્સ નેટ એપ્લિકેશન કઈ છે?

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
આજે ટેક્નોલોજીમાં ટોનિક સમાન વીડિયો કોન્ફરન્સ એપ્લિકેશનનો જમાનો આવ્યો છે. હાથમાં આવતા સ્માર્ટ ફોન હોય કે ટેબ આ બધામાં વીડિયો કોન્ફરન્સ ૨જી, ૩જી ઇન્ટરનેટ વડે શક્ય બની છે,તેથી આજકાલ વીડિયોકોલિંગનો ઉપયોગ પણ વધ્યો છે. આ સુવિધાની મદદથી કોઈ પણ વ્યક્તિ દૂર રહેતા સંબંધી, સ્નેહીજન કે કાર્ય માટે ગયેલા સહકાર્યકર જોડે સીધી જ વાત કરી શકે છે. ઘણા લોકોને પ્રશ્ન થાય કે કમ્પ્યુટરમાં અને આધુનિક ફોનમાં ચાલતી કઈ એપ્લિકેશન ઉપયોગમાં લઈ શકાય? આના ઘણા ઉકેલ છે. જેમકે ગૂગલ હેન્ગઆઉટ, સ્કાયપી પ્રીમિયમ, ટાઇની ચેટ કમ્પ્યુટર એપ્લિકેશન તથા એઆઈએમનું એવી.

તમે જો કમ્પ્યુટર એપ્લિકેશનની દૃષ્ટિએ જુઓ તો ગૂગલ હેન્ગઆઉટ અને એની મિટિંગ સારી એપ્લિકેશન છે. ગૂગલ હેન્ગઆઉટ એ મફત વીડિયોકોલ સાથે ફોટો અને વધારેમાં વધારે ૧૦ વ્યક્તિ સાથે વીડિયોચેટ કરી શકો છો તેમજ એન્ડ્રોઇડ ફોનને આ એપ સપોર્ટ કરે છે. આમાં જુદા જુદા સ્માઇલીનો ઉપયોગ કરી પોતાની ભાવનાઓ દર્શાવી શકાય છે. ઉપયોગકર્તા પોતાના ફોટોસંગ્રહને હેન્ગઆઉટ પર વહેંચી શકે છે. તેમજ હેન્ગઆઉટ ફોન પર નોટિફિકેશન આપે છે, ઇનવિઝિબલ સ્ટેટસ આપતું નથી. તેમજ વાર્તા દરમિયાન ગ્રૂપ મેમ્બરને ટેક્સ્ટમેસેજ કરી શકાય છે. કદાચ એવું થાય કે બેથી વધારે વ્યક્તિ સમાન અવાજ અને એકસાથે બોલી રહ્યા હોય તોપણ કોઈ એકને ગૂગલ દર્શાવે છે.
એની મિટિંગ : આ એકસાથે ૬ વ્યક્તિ જોડે વીડિયોકોલિંગની સગવડ આપતું એક માત્ર તદ્દન મફત કમ્પ્યુટર એપ્લિકેશન છે. ઉપરાંત, અન્ય ૨૦૦ વ્યક્તિ વેબમિટિંગની કાર્યવાહીમાં જોડાઈ શકે છે. આ પીસી એપ્લિકેશનની ખાસિયત એ છે કે તે જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર પણ સારી રીતે કાર્ય કરી શકે છે. આ એપ્લિકેશનમાં કોઈ પ્રેઝન્ટેશનને ઓનલાઇન લોકો જોઈ શકે તે રીતે શેર કરી શકાય છે. વીડિયોકોલ કે કોન્ફરન્સ દરમિયાન વોઈસ ક્વોલિટી સરસ હોય છે. વીડિયોની ક્વોલિટી પણ વેબકેમ પરથી આવતી હોવા છતાં સારી રહે છે.
સ્કાયપી પ્રીમિયમ : આમ તો નેટ હોય કે ફોન, સ્કાયપીનું ફ્રી વર્ઝન વોઇસચેટ કે ટેક્સ્ટચેટ તો આપે જ છે. ઉપરાંત વધારે લોકો સાથેની કોન્ફરન્સ કે વીડિયોકોલ માટે સ્કાયપી પ્રીમિયમ ર્સિવસ આપે છે. આનાથી ઉપયોગકર્તા વિદેશમાં કે દેશમાં રહેતી જે તે વ્યક્તિ જોડે વીડિયોચેટ કરી શકે છે. ગૂગલ અને એની મિટિંગની સરખામણીમાં આ એપ્લિકેશન હજી નવા ફંક્શન સાથે આવે એની જુદા જુદા દેશોમાં રાહ જોવાઈ રહી છે.
કેવી રીતે મફતમાં વીડિયોચેટ, કોલ કે કોન્ફરન્સ કરશો?
આ બધી એપ્લિકેશનના ઉપયોગ માટે સૌ પ્રથમ એપ્લિકેશનની વેબસાઇટ પર પોતાના મેલ એકાઉન્ટથી રજિસ્ટર થવું પડે છે. ત્યારબાદ જ તમારા મેલ પર આવેલા આઇડી અને પાસવર્ડ વડે તમે લોગઇન થઈને એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. ગૂગલ હેન્ગઆઉટ માટે તમારા કમ્પ્યુટરમાં ઓછામાં ઓછી વિન્ડોવ્સએક્સપી હોવી જરૂરી છે અને જો જીમેલ હશે તો ગૂગલ હેન્ગઆઉટ લખીને તેમાં સીધા જ ગૂગલના જીમેલ આઈડીથી લોગઇન થઈ શકાય છે. અન્ય એપ્લિકેશન તમે ગૂગલ પર શોધીને વધારે માહિતી મેળવી શકશો.
નોંધ : ફોન કે કમ્પ્યુટરમાં અથવા ટેબલેટ પીસીમાં ઇન્ટરનેટ અને કેમેરા હોવા જરૂરી છે.         
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid