techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Saturday 7 June 2014

Pixlr Express...આઇફોન એપ્લિકેશન

ટેક-ટોનિક સ્મિથ સોલેસ
સામાન્ય રીતે એપલ આઇફોનનો આગવો ચાહકવર્ગ છે. લેટેસ્ટ ટેક્નોલોજી સાથે ઉત્તમ ગુણવત્તા માટે આઇફોન સિસ્ટમ આખા જગતમાં પ્રખ્યાત છે. મોંઘા ફોનનો ઉપયોગ કરનારાઓ માટે હવે વધુ નવી એપ્લિકેશન આવી રહી છે. આઇ.ફોન સિસ્ટમ ડેવલપમેન્ટ તરફ ભારતનો યુવાન વર્ગ આર્કિષત થયો છે. કેટલીક જગ્યાએ આઇ.ફોન અને એન્ડ્રોઇડ એપ બનાવવા માટે કોર્સ પણ શરૃ થયા છે. આ એપ્લિકેશન ડેવલોપર કોર્સને લીધે ઉજ્જવળ તકો હોવાથી એપલફોન સ્ટોરમાં રોજ નવી એપ્લિકેશન રજિસ્ટર થાય છે. સેલ્ફી ટ્રેન્ડ માટે ઉપયોગી આ આઇફોન એપ્લિકેશન વિશે જાણીએ.

આ એપ્લિકેશન છે Pixlr Express. આ એપ્લિકેશનનું આઇફોન વર્ઝન ૨૦૧૪ જાન્યુઆરીમાં અપડેટ થયું છે અને ઘણું લોકપ્રિય છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન માટે પણ ઉપલબ્ધ છે પણ એન્ડ્રોઇડ વર્ઝન ૨૦૧૩ ડિસેમ્બર પછી અપડેટ કરેલું નથી. આ આઇફોન એપ વર્ઝન ૨.૨.૧ છે. આ આઇફોન એપ ૧૨.૪ એમ.બી જેટલી જગ્યા રોકે છે. એપલ આઇટયુનસ સ્ટોર પર ૪ પ્લસ રેટિંગ ધરાવે છે. આઇફોનના એપલ આઇટયુનસ સ્ટોર પરથી સર્ચ ઓપ્શન દ્વારા સર્ચ કરીને સહેલાઇથી મફત ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશનનું એન્ડ્રોઇડ એપ જૂનું વર્ઝન ૪૧૨,૨૧૧ લોકો હાલમાં ઉપયોગમાં લઇ રહ્યા છે. આ એપ્લિકેશનના એન્ડ્રોઇડ એપને ૨૯૦,૮૦૪ લોકો ૫ સ્ટાર રેટિંગ આપી ચૂકેલા છે. આ એપ iPadThirdGen / iPhone5c / iPhone4S / iPhone5 / iPad2Wifi / iPhone5s / iPadFourthGen / iPhone4 / iPadFourthGen4G / iPadThirdGen4G / iPadMini4G / iPhone-3GS / iPodTouchFifthGen / iPadMini / iPodTouchourthGen / iPad23G આઇફોન ડિવાઇસને સપોર્ટ કરે છે. આ એપ્લિકેશનનું એન્ડ્રોઇડ વર્ઝન ૨૦૧૩ એપ ૬.૯૨ એમ.બી જેટલી સ્પેેસ રોકે છે. આ એપ્લિકેશનનું એન્ડ્રોઇડ વર્ઝન ૨.૨ and upને સપોર્ટ કરે છે.
ઉપયોગ અને ફંક્શન
સામાન્ય રીતે આઇફોનનું ફોટો રિઝલ્ટ ઘણું સારું હોય છે. સાથે Pixlr Expressએપ જેવી એપ હોય તો ફોટો સારી રીતે સજાવીને નેટ પર શેર કરી શકાય છે. આ એપ ૨ મિલિયન કરતાં પણ વધારે ફોટો ઇફેક્ટસ આપે છે. ફ્રી ઇફેક્ટ સાથે વિવિધ ફોટો બોર્ડર અને ફ્રેમ આપી શકાય છે. ફક્ત ફોટોને આ એપમાં ઉમેરો કે તરત જ વિવિધ અમુક ફોટો એડજસ્ટમેન્ટ થઇ જતા હોય છે. આ એપનો ઉપયોગ તદ્દન સહેલો છે. આ Pixlr Express એપની મદદથી ફોટોને વિવિધ દિશામાં ફેરવવા- અમુક ભાગ કાપીને સેટ કરવા સુધી ફેરફાર શક્ય છે. આઇફોનમાં ફક્ત એક ટચ દ્વારા ઘણાં ફેરફાર શક્ય છે,ફોટોને રિસેટ કરવા અથવા સદંતર બદલી નાખે તેવી ઇફેક્ટ આપવા માટે એપમાં ડાયમેન્શન સેટિંગ ઓપ્શન આપેલા હોય છે. ફોટોને રિસેટ કરીને photo collage પણ બનાવી શકાય છે. ત્યારબાદ ફોટોને ફેસબુક કે ટ્વિટર પર શેર કરી શકાય છે.ફોટોને ઓટો ફિક્સ ઓપ્શનથી કલર, લાઇટિંગ સેટ કરી શકાય છે. આ રીતે રાત્રે લીધેલા ફોટોને પણ સારી રીતે ચેન્જ કરીને મૂકી શકાય. ફોટોમાં ફલેશ લાઇટથી ચમકતી આંખો (રેડ આઇ) કે ફોટોમાં પીળા દેખાતા દાંતને સુધારવા જેવી ઇફેક્ટ સેટિંગ પણ હોય છે.આ સિવાય ડ્રોઇંગ, સ્કેચ, હાફટોન, વોટરકલર, પેન્સિલ, સ્ટાઇલ એડજસ્ટમેન્ટ વગેરે કરી શકાય છે. આ એપમાં વિવિધ કેટલોગ ઓપ્શનનો ઉપયોગ પણ કરી શકાય છે. વિવિધ સુંદર શેડ કલર કરીને એમ્પ્લિફાય કે કલર ટોન એડજેસ્ટમેન્ટ અને surreal શેડ કલર આપી શકાય છે. સુંદર સ્ટાઇલ અને ફોટો બોર્ડર દ્વારા drama, sparkle, or a grunge look ફોટા વગેરે ફોટોને આકર્ષક બનાવી શકાય છે. ફોટોમાં કલર અને કોન્ટ્રાસ્ટ લાઇટ સાથે પ્રકાશની બ્રાઇટનેસ પણ સુધારી શકાય છે. ગમતા ફોટો ઇફેક્ટને ફેવરિટમાં સેવ કરીને રાખી શકો છો. આમ, આ એપ ફોટો ખેંચવાના રસીકો માટે અતિ ઉપયોગી છે. 
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid