techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Saturday 7 June 2014

gReader | Feedly | News | RSS

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ

ફેશનથી ટેક્નોલોજી અને સમાચાર વેબસાઇટ અપડેટને મિનિમમ સેકંડના સમયમાં ફોન પર પહોંચાડતી એપ્લિકેશન આજે નેટ સર્ચ કે ર્સિંફગ સામાન્ય બાબત છે. કોઇક નવી માહિતી માટે નેટ સર્ચ કે ર્સિંફગ થતું હોય છે. કેટલાક લોકો પોતાનો જીવનનો અનુભવ બ્લોગ પર લખતા હોય છે. કેટલાંક સેલિબ્રિટી પણ આમાં શામેલ છે. વિવિધ વેબસાઇટ અને બ્લોગની લેટેસ્ટ અપડેટ હાથોહાથ મેળવવા માટે અનોખી એપ્લિકેશન આવી છે. આ એપ્લિકેશનનું નામ પણgReader | Feedly | News | RSS નામ તેના કામ જેવું જ અનોખું છે. આ એક આર.એસ.એસ એપ્લિકેશન છે. જેનો yÚko Rich Site Summary થાય છે. આ એપ્લિકેશન ફોનની ઇન્ટરનલ મેમરી પર ૫.૩ એમ.બી સ્પેસ રોકે છે. એપ્લિકેશન ૩૨,૮૯૭ લોકો દ્વારા ૪.૫થી વધારે સ્ટાર રેટિંગ ધરાવે છે. ૪૯૬૬૨ લોકો હાલમાંં આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. ૧૮૧૪૪ પલ્સ પર લોકો આ એપ્લિકેશનને ગૂગલ પર લાઇક કરે છે. આ એપ ફોનમાં વિવિધ વેબસાઇટની માહિતી જ્યારે પણ વેબસાઇટમાં નવી માહિતી ઉમેરાય તે સમયે તાત્કાલિક તે માહિતી પૂરી પાડે છે. કોઇ સરકારી વેબસાઇટથી લઇને જેટલી વેબસાઇટ RSS ફીડ લિન્ક ફોનમાં ઉમેરી હોય તેની ચોક્કસ માહિતી આ એપ પૂરી પાડે છે. આ એપ જી.રીડર, ફીડલી તેમજ સમાચારને ફોન પર સરળતાથી એકસેસ કરવા મદદ કરતી એપ છે. આ એપ વિવિધ માહિતીને ફોન પર ઈ-મેઇલની જેમ ફોરવર્ડ કરે છે. ૩.૬.૭ આ એપનું કરંટ વર્ઝન છે. માર્ચ ૨૭,૨૦૧૪ના રોજ એપનું અપડેટ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આ એપ ૨.૧થી ઉપરના કોઇ પણ એન્ડ્રોઇડ વર્ઝન ફોનને સપોર્ટ કરે છે.

કેવી રીતે એપ્લિકેશન ઉપયોગમાં લેશો?
આ એપ્લિકેશનનું ઇન્સ્ટોલેશન કરવા ગૂગલ માર્કેટમાં જઇને અથવા નેટ પરથી શોધીને આ એપ ઇન્સ્ટોલ કરી શકાય છે. ફોનમાં સેટિંગ કરવા ફક્ત જી.પી.આર એસ ઓન કરીને એપને ઇન્સ્ટોલ કરતી વખતે જરૃરી ઈ-મેઇલ આઇ.ડી અને પાસવર્ડ આપવાં પડે છે. ફોનમાં સેટિંગ કરવા ઉપયોગી વેબસાઇટ તરીકે જેટલી પણ સાઇટ ઉમેરવી હોય તે ઉમેરી શકાય છે. ટી.ઓ.આર સેટિંગ સાથે અન્ય સેટિંગમાં કેટેગરી પણ સિલેક્ટ કરી શકાય છે. આ સિલેક્શન પ્રમાણે વિવિધ કેટેગરીની માહિતી આ એપમાં દેખાતી હોય છે. આ કેટેગરીમાં ફેશન, ફૂડ અને સોશિયલ નેટવર્ક સાથે અન્ય ઘણી બાબતોનો સમાવેશ થાય છે. આ એપ્લિકેશન એફ.એ.ક્યૂ એટલે કે સામાન્ય પ્રશ્નોત્તરી સાથે આવે છે. ક્લાઉડ ઓપ્શન સાથે અન્ય ઓપ્શન આપવામાં આવેલ છે જેમ કે, લેન્ગ્વેજ ટ્રાન્સલેટ કે વિવિધ થીમ પ્રમાણે માહિતી બતાવવી. આ ઓપ્શન વિશે વધારે માહિતી એપની હેલ્પ ફાઇલમાં આપવામાં આવેલી છે, જેથી ઉપયોગકર્તા વિવિધ ફંક્શનને ઓળખી શકે છે. આ એપ ટેબલેટ પ્રમાણે સેટ થઇ શકે છે. ઓટોસિંક ઓપ્શનને ઓન કરીને ફોનમાં દેખાતી ઈ-મેઇલ જેવી રસપ્રદ માહિતીને સેવ પણ કરી શકાય છે. આ એપમાં નાઇટ મોડ ઓપ્શન આપેલો છે જેનાથી ફોનમાં રાત્રે પણ વાંચતી વખતે ફોન બેટરી જલદી ઊતરતી નથી.
ફાયદાઓઃ આ એપ્લિકેશન ઓફલાઇન થયેલા લેખને વાંચવાની પરવાનગી આપે છે. ક્યારેક ફોનમાં નેટ બંધ થાય તો પણ ફોનમાં ઉતારાયેલા લેખ વાંચી શકાય. લેખમાંથી વંચાયેલા ભાગને માર્ક કરીને યાદ રાખી શકાય. આ એપ ઓનલાઇન પોડકાસ્ટને સપોર્ટ કરે છે તેમજ એપ વોઇસ રીડિંગથી પણ સજ્જ છે. આ સિવાય એપ ફોલ્ડર ફાઇલ બનાવીને વિવિધ સંલગ્ન શબ્દો સાથે ફોલ્ડરને ઓળખવામાં મદદ કરે છે. આ એપમાં ટ્વિટર, ફેસબુક અને ઈ-મેઇલથી લેખ અન્ય મિત્રોને મોકલવા માટે પણ ઓપ્શન આપે છે. જે તે લેખ, સમાચાર કે વાર્તાને સેવ ટુ પોકેટ ઓપ્શનથી સેવ કરવા મદદ કરે છે. પસંદગી પ્રમાણે આ એપ વિવિધ ઉપયોગી લેખ વિશે પણ સલાહ આપે છે. બસ, આ એપને ઇન્સ્ટોલ અને રન કરવા જી.પી.આર.એસ ઓન હોવું જરૃરી છે. 
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid