techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Saturday 7 June 2014

Cooliris આઇફોન-એન્ડ્રોઇડ ફોટોગ્રાફી એપ

સ્મિથ સોલેસ
ફોટોગ્રાફીનો શોખ ઘણા લોકોને હોય છે. સારી ક્વોલિટીના કેમેરાફોન આવવાથી ફોટોગ્રાફીના ક્રેઝમાં વધારો થયો છે. આ રીતે જ ફોટોગ્રાફી શેર કરવા માટે વિવિધ એપ્લિકેશન પણ બજારમાં આવી છે. ફોટો પાડી અને નેટ પર અપડેટ કરવા ઘણી બધી એપ્લિકેશન બજારમાં છે. પણ જુદી જુદી ફોટો શેરિંગ સાઇટની અલગ અલગ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવાથી ફોનની અંદર જરૃર કરતાં વધારે સ્પેસ રોકાઈ જાય છે. આ અંતરાયને ફોટોગ્રાફીમાંથી દૂર કરવા Cooliris છૅૅ આઇફોન અને એન્ડ્રોઇડ ફોન એપ બજારમાં આવી છે. Cooliris છૅૅ એપAndroid Gallery, Instagram, Facebook, Twitter, Tumblr, Flickr, Picasa, OneDrive, Evernote, Sina Weibo, Tencent Weibo, Renren, Yandex.Fotki, Yandex.Disk જેવી અલગ અલગ ફોટો શેરિંગ સાઇટ એપને એક જ એપમાં જોડે છે. Cooliris છૅૅ પોતાના અંગત મીડિયા હબ તરીકે ઉપયોગમાં આવે છે. એન્ડ્રોઇડ એપ હાલમાં જ ૧૫ એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવી છે. ફોટોને એક ફોટો શેરિંગ સાઇટથી બીજી સાઇટ પર શેર કરવા પણ ટાઇમ લાગી જતો હોય છે. જે આ એપને લીધે સરળ બની જશે.

 આ એપ આઇફોન અને એન્ડ્રોઇડ ફોન બન્નેને સપોર્ટ કરે છે. આ એપનું એપલ વર્ઝન વધારે પ્રખ્યાત છે. એપલ સ્ટોર પર આ એપનું ૨.૮.૭ વર્ઝન ૧૧ જાન્યુઆરીના રોજ આવ્યું ત્યારથી આ એપનું રેટિંગ ૪ પ્લસ છે. એપલ ઓએસમાં આ એપ ૧૯.૧ એમ.બી સ્પેસ રોકે છે. ૧૫ એપ્રિલ, ૨૦૧૪માં એન્ડ્રોઇડ વર્ઝન લોન્ચ થયેલ હોવાથી ૩૧૬ લોકોએ જ ૪ સ્ટાર રેટિંગ આપેલું જોઈ શકાય છે. ૨૨૯ લોકો આ એન્ડ્રોઇડ એપને ડાઉનલોડ કરવાની તરફેણ કરે છે. ૩૧૨ લોકોમાંથી ૧૪૯ લોકોએ આ એન્ડ્રોઇડ એપને ૩.૯ રેટિંગ આપ્યું છે. આ એન્ડ્રોઇડ એપ ફોન ૧૫ એમબી સ્પેસ જેટલી જગ્યા રોકે છે.આ એન્ડ્રોઇડ એપનું કરંટ વર્ઝન ૨.૯ છે. આ એન્ડ્રોઇડ એપ ૪.૧થી ઉપરની સિસ્ટમના એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરે છે. આ એપને વિશ્વનાં વિવિધ મીડિયા દ્વારા સારો પ્રતિસાદ આપવામાં આવ્યો છે. આ એપ એપલ કે એન્ડ્રોઇડ સ્ટોર પરથી સર્ચ કરીને તદ્દન મફત ડાઉનલોડ કરી શકાય છે. ગૂગલ ડેવલોપર ટીમ દ્વારા પણ આ એપને રિવ્યૂ કરવામાં આવી છે, જેનો વીડિયો પર www.youtube.com/watch?v=BtPbaeqQwVE જોઇ શકાય છે.
એપની ઉપયોગિતા
આ એપને સામાન્ય ઉપયોગકર્તાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે એટલે તે સરળ છે. એપમાં એન્ડ્રોઇડ ગેલેરી જેવી રચના કરવામાં આવી છે. દરેક ફોટો શેરિંગ સાઇટ માટેના ઓપ્શન આ એપમાં આપેલા હોય છે. દા.ત. જો ફેસબુક પર શેર કરેલો ફોટો Instagram પર અપડેટ કરવો હોય તો ફોટોને શેર કરી શકાય છે. આ માટે યોગ્ય પાસવર્ડ અને માહિતી એપ લોગઇનના ઓપ્શનમાં મૂકવી પડે છે. ઈ-મેઇલ પર શેર કરવાથી લઇને અન્ય બધા જ ઓપ્શન સામાન્ય રીતે એક્સેસ કરી શકાય છે. આ એપ ખરેખર ફોટોગ્રાફીની સારી ક્વોલિટી ધરાવતા ફોન માટે વરદાન છે. એક વાર ઇન્સ્ટોલ કર્યા પછી ફોટોગ્રાફીના ફોટો શેર કરવાની ટેવ પડી જાય તો નવાઈ નહીં. આ એપની વેબસાઇટ http://www.cooliris.com/ છે.

smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid