techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Saturday 7 June 2014

ખોવાયેલા ફોનને શોધી કાઢતી એપ

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ

ફોન તો દરેકનો કયારેકને કયારેક ખોવાતો જ હોય છે પણ આજે ટેક્નોલોજીને લીધે તેને શોધવો આસાન થી ગયું છે. આ માટે એક નવી એપ્લિકેશન માર્ચ ૨૬,૨૦૧૪માં નવાં ફંક્શન સાથે અપડેટ કરવામાં આવી છે. આ એપ્લિકેશન છે Where’s My Droid. આ એપ્લિકેશનનાં ૨ નવાં વર્ઝન બજારમાં છે. એક વર્ઝન મફત છે જ્યારે બીજું પ્રિમિયમ વર્ઝન ખરીદવું પડે છે. આ એપ્લિકેશન કોઇ પણ એન્ડ્રોઇડ ૨.૨થી ઉપરના વર્ઝનને સપોર્ટ કરે છે. આ એક યુટિલિટી એપ્લિકેશન છે જે ચોરી થયેલા કે ખોવાયેલા ફોનને અવનવા ઉપયોગી ઓપ્શનની મદદથી શોધી આપે છે.

એપ્લિકેશન કઈ રીતે ઉપયોગી છે?
સૌપ્રથમ આ એપને ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કરતી વખતે ધ્યાન રાખવું કે ફોનમાં વાઇરસ કે માલવેર વાઇરસ ના હોય. આ માટે શક્ય હોય તો કોઇ પણ સારા ફોન એન્ટિ વાઇરસને ઇન્સ્ટોલ કરી શકાય. http://wheresmydroid.com/ પરથી ઇન્સ્ટોલ કરી શકાય છે. એન્ડ્રોઇડ યુઝર ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ ઇન્સ્ટોલ કરી શકે છે. ઇન્સ્ટોલ કરીને રાઇટ્સ આપવાના વિવિધ ઓપ્શન ઓન કરવાના હોય છે. આ ઓપ્શન છે Ring Setup, Camera, GPS Setup, Lock Setup, Call Setup, Sim Setup, Commander, Attention Words, White-Black, Advanced, Help, Upgrade Pro વગેરે. Ring Setup: રિંગ સેટઅપમાં ફોન ખોવાયો હોય કે ચોરાયો હોય ત્યારે પણ ૧૦૦ ટકા સુધી રિંગ વગાડી શકાય તેવા ઓપ્શનને ઓન કરી શકાય છે. ફોન કોઈ પણ મોડમાં હોય એટલે કે સાઇલન્ટ કે વાયબ્રન્ટ મોડમાં પણ ૧૦૦ ટકા સુધી રિંગ વગાડી શકાય છે. Cameraઃ કેમેરા સેટિંગમાં ફ્રન્ટ અને બેકસાઇડના કેમેરાને ઓન કરી શકાય છે જેથી ફોન ખોવાયો હોય ત્યારે ઓન કરીને જોઇ શકાય. આ ઓપ્શન એપના પ્રો વર્ઝનમાં જોઈ શકાય છે. GPS Setup: આ સિવાય જી.પી એસ GPS Flare ઓપ્શનને ઓન કરીને પણ ફોનની જી.પી એસ માહિતી મળે છે. ફોનની ઓછી બેટરી હોય ત્યારે જી.પી એસ માહિતી આ એપ જાતે મોકલે છે. ન્ર્ષ્ઠા જીીૅઃ આ સિવાય લોક સેટિંગમાં જઈ લોક સેટિંગ આપીને રિમોટથી ફોન લોક કરી શકાય છે. Sim Setup અને Commander સેટિંગ આપીને ફોનને ચોરાયા કે ખોવાયા પછી નવા સીમકાર્ડની માહિતી માટે અપડેટ મેળવી શકાય છે. White-Black, Advanced ઓપ્શનને પણ અપડેટ કરી શકાય છે જે સામાન્ય વ્યક્તિને સરળતાથી આવડી જાય છે. આ લીસ્ટ સંબંધીને ફોન માહિતી આપવા ઉરૈંી લીસ્ટ તરીકે સેવ કરે છે. આ સિવાય Upgrade Pro ઓપ્શનને પણ અપડેટ કરી શકાય જે ઉપયોગકર્તાને સ્પેશિયલ પ્રીમિયમ પેઇડ ઓપ્શન આપે છે. પ્રીમિયમ પેઇડ ઓપ્શનમાં ફોનને ડેટા વાઇપ કરવાનો કે એસ ડી કાર્ડમાંથી માહિતી ડીલિટ કરવાનો ઓપ્શન મળે છે
નોંધઃ આ એપ્લિકેશન જેવી અન્ય ઘણી એપ્લિકેશન બજારમાં છે પણ આ એપ વધારે લોકપ્રિય છે, ઘણાંબધાં છુપાયેલાં કે અપડેટ ફંક્શન આ એપ દ્વારા મેળવી શકાય છે. ચોરી થયેલા ફોનને શોધવામાં સહેલાઈ રહે છે. 
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid