techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Saturday 7 June 2014

ICQ એપ્લિકેશન ચેટ મેસેન્જર

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ 
કેટલીક વાર 'ઓલ્ડ ઇઝ ગોલ્ડ'ની પંક્તિઓ સાચી પડતી હોય છે. દરેક વખતે બજારમાં નવી મેસેન્જર એપ આવે છે. આ બધી એપ્લિકેશન કંઈક નવી ફેસિલિટી આપતી હોય છે,પણ અનુભવી અને સારી સરળ એપ્લિકેશન તરીકે ICQ એપ્લિકેશન મેસેન્જર એપ આપેલી છે. યાહુ જેવાં કેટલાંક મેસેન્જર સોફ્ટવેરનો ઉદય થયો અને અમુક વર્ષ બાદ તેના પબ્લિક ચેટ રૃમ પણ બંધ થઈ ગયા, પણ ICQ એપ્લિકેશન હાલમાં પણ સુંદર રીતે કાર્યરત તેમજ નવી અપડેટ આવતી જ રહે છે. 

આ એપ્લિકેશનની ખાસિયત તેનું કમ્પ્યૂટરથી લઈને દરેક સામાન્ય ફોન સાથેનું જોડાણ છે. આ એપ્લિકેશન મિડલ રેન્જફોન ઉપયોગકર્તાથી લઈને સ્માર્ટફોન પર ઓફલાઇન મેસેજ ર્સિવસ, ચેટ, વોઇસકોલ, ફ્રી અનલિમિટેડ એસએમએસ ર્સિવસ, મોટી ફાઇલો માટે નેટ બંધ થયું હોય ત્યારે પણ રોકાયેલી ફાઇલ ફરીથી ડાઉનલોડ કરવાની ર્સિવસ જેવી ર્સિવસ આપે છે. ગ્રીટિંગ કાર્ડ્સથી લઈને મલ્ટિપ્લેયર ગેઇમની ર્સિવસ પણ આપે છે. વિવિધ સ્માઇલી સાથે ઇમોટીકોન સ્ટિકર જેવા અન્ય ઓપ્શન પણ નવી અપડેટમાં જોઈ શકાય છે. આએપ્લિકેશન play.google.com/store/apps/details?id=com.icq.mobile.client
પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય http://www.icq.com/en પર જઈને અન્ય કોઈ મોડલ માટે પણ એપ ડાઉનલોડ કરી શકાય છે. ૨૦૧,૯૮૮+ જેટલા લોકો આ એપને ડાઉનલોડ કરવા સલાહ આપે છે. ૧૨૬,૭૨૨ જેટલા લોકોએ એન્ડ્રોઇડ એપને ૫ સ્ટાર આપેલા છે. એન્ડ્રોઇડ એપ્લિકેશનને ૪.૨ રેટિંગ આપવામાં આવેલંુ છે. ૨૯ એપ્રિલ, ૨૦૧૪ના રોજ આ એપ્લિકેશનનું વર્ઝન એન્ડ્રોઇડ પર અપડેટ થયું છે. આ સિવાય બીજા ફોન માટે પણ એપ ડાઉનલોડ કરી શકાય છે.

ઉપયોગ અને ફંક્શન
એપને નેટ પરથી ડાઉનલોડ કરીને પોતાના ઈ-મેઇલ આઇડીથી રજિસ્ટર લોગિન કરવું જરૃરી છે. ત્યારબાદ વિવિધ ફંક્શન આ પ્રમાણે છે. આ એપમાં ચેટ, ફીડ્સ અને કોન્ટેક ઓપ્શન આવેલાં હોય છે. આમાંથી પોતાના કોન્ટેકને સિંક ઓપ્શન કરીને વિવિધ સોશિયલ સાઇટ પરથી એન્ડ્રોઇડ ફોન પર લીધા બાદ એક્સેસ કરી શકાય છે. સિંક કરવાનીપ્રક્રિયા એટલે ફોનમાં કોન્ટેક નંબરને ઉતારી લેવાની પ્રક્રિયા. આ એપમાં ફેસબુક, ગૂગલ ચેટ પણ આપેલા છે. ઓપ્શન દ્વારા ઓન કરીને આ સોશિયલ સાઇટનો ઉપયોગ કરી શકાય છે. વિવિધ ફંક્શન જેવાં કે વીડિયો ચેટ, ફ્રી કોલ, ફ્રી ટેક્સ્ટિંગ, સ્ટિકર, સ્માઇલી, ફોટો અને વીડિયો મેસેજના ઓપ્શન પણ અત્યંત સરળ છે. વિવિધ સબમેનુ ઓપ્શનમાં જઈને સામાન્ય વ્યક્તિ એસએમએસની જેમ જ કે વીડિયો શૂટ કરવાના ઓપ્શનનો ઉપયોગ કરતા હોય તેમ વીડિયો ચેટનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. મ્યુઝિક કે મોટી એમએમએસ ફાઇલો પણ નેટ કટ થતાં અટકતી નથી. આ એપ્લિકેશન ક્રોસ પ્લેટફોર્મ એપ્લિકેશન છે માટે આ એપનું એન્ડ્રોઇડ,આઇફોન, સામ્બિયન, જાવા વર્ઝન કે વિન્ડોઝ કમ્પ્યૂટર વર્ઝન પણ આ ડાઉનલોડ કરી શકાય છે. 

smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid