techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Sunday 28 July 2013

WECHAT સોશિયલ એપ ફોર મોબાઇલ

ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
થોડા સમયથી માર્કેટમાં WECHAT APP નામની ફ્રી સોશિયલ એપ્લિકેશન સફળતા મેળવી રહી છે. તેને લીધે સોશિયલ એપ્લિકેશન બનાવનારાઓ વચ્ચે સ્પર્ધા જ જામી છે.

આ એપને ઉપયોગકર્તા WECHAT.com પરથી ડાઉનલોડ કરી શકે છે. તેમજ તેની વેબસાઇટ પરથી જે તે ફોનને તે સપોર્ટ કરશે કે નહીં તે જાણી શકાય છે. આ સોશિયલ એપ્લિકેશનમાં WECHAT APPઆઇડિયાથી લોગિન કરી શકાય છે. એપને ફોનમાં ઉતાર્યા બાદ ફોનથી રજિસ્ટર કરવું જરૂરી છે. આ એપ વીડિયો અને ઓડિયો કોલિંગ પુશ ટોક વોઇસ મેસેજ સર્વિસ આપે છે તેમજ વ્યકિતઓ સાથે વોઇસ ગ્રૂપ ચેટ થઈ શકે છે. હાલમાં તેમાં વીડિયો ચેટનો પણ સમાવેશ કરાયો છે.
આ એપમાં મિત્રો બનાવવા માટે જુદી જુદી રીતો આપેલી છે. ઉપયોગકર્તા બધા કોન્ટેક્ટ નંબરને WECHAT APP પર એડ કરે તો બધા જ કોન્ટેક્ટ નંબરને ફ્રેન્ડ તરીકે ઉમેરી શકે છે. ઉપયોગકર્તા ફેસબુક એકાઉન્ટમાં મિત્રોને પણ આ એપ દ્વારા આમંત્રણ આપી શકે છે. બંને કોન્ટેક્ટ નંબરની મદદથી અન્ય શક્ય સંબંધિત મિત્રોને પણ આ એપ શોધી આપે છે. ઉપયોગકર્તા ક્યૂઆર કોડ જેવો પીન નંબર WECHAT APP ની પ્રોફાઇલ પર મેળવે છે, જેમાં આ ઓપ્શનથી જ અન્ય મિત્રો ને ઉપયોગકર્તા પ્રોફાઇલ પર એડ કરી શકે છે. જેને પ્રોફાઇલ પર મિત્ર તરીકે ઉમેરવા હોય તેના ક્યૂઆર કોડને ઉપયોગકર્તા કેમેરા સાથેના ફોન વડે WECHAT APP પર સ્કેન કર્યા બાદ ઉમેરી શકાય છે. જે ફંક્શન આ એપ આપે છે તે ફેસબુકમાં પણ અત્યારે આવેલાં નથી. આ એપનાLOOK AROUND ઓપ્શન દ્વારા આજુબાજુના અમુક કિલોમીટર નજીકના મિત્રોને શોધી શકાય છે. ઉદાહરણ તરીકે જો મિસ્ટર પટેલ તમારી જાણીતી વ્યક્તિ છે અને તેઓ ૨ કિલોમીટરના એરિયામાં રહે છે અને તેઓ પણ તમારી જેમ જ વી ચેટ વાપરે છે તો ન્ર્ર્દ્બ છઇર્ગ્દડ્ઢ ઓપ્શનની મદદથી તમે તેમને સહેલાઈથી શોધી શકો છો.
Shake : આ ઓપ્શનથી ઉપયોગકર્તા અન્ય મિત્રોને શોધી શકે છે. આ ઓપ્શન એક ચોક્કસ લોકોના સમૂહમાંથી મિત્ર શોધી આપે છે. જેમાં કદાચ એવું પણ બને કે નવા મિત્ર ૧૦૦૦ કિમી દૂરની કોઈ વ્યક્તિ પણ હોય ત્યારે આ ઓપ્શનનો ઉપયોગ રોમાંચ પૂરો પાડે છે.
Drift Bottle : પહેલાંના સમયમાં લોકો સમુદ્રમાં વિહાર કરતા હોય તો ઘણી વાર તેઓ પોતાનો લખેલો સંદેશો બોટલમાં મૂકીને સમુદ્રમાં નાખી દેતા. આ સંદેશો અમુક સમય પછી અન્ય લોકોને મળતો. નવા સંબંધો મિત્રતા સર્જાતી સમાન રીતે આ એપમાં પણ આ જ ઓપ્શન આપેલો છે, જ્યારે ઉપયોગકર્તા પોતાનો મેસેજ બીજાઓને આ રીતે જ પહોંચાડી શકે છે.
Plugins : આ એપમાં જુદા જુદા પ્લગિન્સ સેટિંગ ઓપ્શન પણ આપવામાં આવેલા છે, જે નવી નવી ડિઝાઇન અને ફંક્શનનો ઉમેરો આ એપમાં કરી શકે છે. જેથી દરેક વખતે થતા નવા સુધારા આ એપને વધુ સુઘડ બનાવે છે.
આ સિવાય આ એપમાં બીજાં ઘણાં સારાં ફંક્શન આપેલાં છે. જેવા કે, Emotikons, chat history backup વગેરે. આ એપનું જમાપાસું એની ઓટોમેટિક ફ્રેન્ડ શોધવાની અવનવી રીતો છે. જ્યારે આના સિવાય આ એપની મદદથી પુશ ચેટ, વોઇસ ચેટ,ઇમેજ ચેટ કરી શકાય છે તે નવો અનુભવ આપે છે. અત્યારે આ એપની વીડિયો ચેટમાં કોઈ પણ જાતની એન્ડ્રોઇડ ફોનની અન્ય એપમાં આવતી જાહેરાતો જેવી જાહેરાતો નથી આવતી, કારણ કે એન્ડ્રોઇડ ફોનમાં વારેઘડીયે ટપકી પડતી જાહેરાતો હેરાન કરતી હોય તેવું લાગતું હોય છે. તેથી અનુભવ સારો કહી શકાય તેમ છે. આના સિવાય ફાઇલ ટ્રાન્સફર સર્વિસનો ઓપ્શન પણ આ એપમાં એક સારી સુવિધા જેવું છે. જેની મદદથી ફોન અને કમ્પ્યુટર મધ્યે ફાઇલની લેવડદેવડ શક્ય બની છે. જુદાં જુદાં ફોર્મેટની ફાઇલોને માહિતી સ્વરૂપે ફોનમાંથી આ એપ દ્વારા અન્ય મિત્રોને મોકલી શકાય છે. આમ, એક વાર તો આ એપને ફોનમાં નાખીને ચેક કરવી રહી.         
smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid